Saturday, October 1, 2022
Home National 25 વર્ષ માટે વિકાસનો રોડમેપ બનાવાશેઃ PM |કોંગ્રેસમાં અધ્યક્ષ પદ કોણ સંભાળશે

25 વર્ષ માટે વિકાસનો રોડમેપ બનાવાશેઃ PM |કોંગ્રેસમાં અધ્યક્ષ પદ કોણ સંભાળશે

ગાંધીનગર ખાતે આજથી હોટલ લીલામાં બેદિવસીય મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી આર્મીના નિવૃત્ત જવાનો આંદોલન કરી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: 25 વર્ષ માટે શહેરી વિકાસનો રોડમેપ બનાવાશેઃ PM મોદી

ગાંધીનગર ખાતે આજથી હોટલ લીલામાં બેદિવસીય મેયર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે પી નડ્ડા દ્વારા આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી સંબોધન કર્યું હતું.

વધુ વાંચો: કોંગ્રેસમાં અધ્યક્ષ પદ કોણ સંભાળશે, શશિ થરૂર કે અશોક ગેહલોત ?

કોંગ્રેસમાં અધ્યક્ષ પદને લઇને ખેચતાણ યથાવત છે. કોંગ્રેસ પ્રમુખ પદને લઈને સસ્પેન્સ હજુ પણ અકબંધ છે. 24 સપ્ટેમ્બરથી નોમિનેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, પરંતુ એવું લાગે છે કે હજુ સુધી પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને કોઈ અભિપ્રાય રચાયો નથી. કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની (Ashok Gehlot) ચર્ચા હાલ જામી છે અને તેઓ ચૂંટણી લડે તેવી પૂરી શક્યતાઓ છે. દરમિયાન સમાચાર એજન્સી ANIને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીના ટોચના પદ માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમની પ્રથમ પસંદગી છે.

- Advertisement -

વધુ વાંચો: સહારનપુરમાં ખેલાડીઓને ટોયલેટમાં બનેલુ ભોજન અપાતા અધિકારી સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ડો.ભીમરાવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત કબડ્ડી સ્પર્ધા દરમિયાન ખેલાડીઓને ટોયલેટની અંદર બનાવેલો ખોરાક ખાવાની ફરજ પડી હતી. સહારનપુરના સ્પોર્ટ્સ ઓફિસર અનિમેષ સક્સેનાનો વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે.

વધુ વાંચો: વહેલી સવારે 4 વાગ્યે ACBએ વિપુલ ચૌધરીના ઘરે સર્ચ ઓપરેશન કર્યું

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસથી આર્મીના નિવૃત્ત જવાનો આંદોલન કરી રહ્યા છે. તેમની પડતર માગણીઓ સરકાર તાત્કાલિક ધોરણે સ્વીકારે તે માટે સચિવાલયના ગેટ નંબર એકની બહાર આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેે અંતર્ગત શનિવારે રાજ્ય સરકાર સાથે એક બેઠક યોજવામાં આવી હતી. પરંતુ હર્ષ સંઘવી સાથેની બેઠકના અંતે કોઈપણ નિષ્કર્ષ નીકળ્યો નહોતો અને બેઠક નિષ્ફળ થઇ હતી. જે બાદ હવે નિવૃત્ત સૈન્ય જવાનો સરકારને પોતાના મેડલ પરત આપીને વિરોધ નોંધાવશે.

વધુ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 

.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. નવા સપ્તાહની શરૂઆત સાથે સોમવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. 

વધુ વાંચો: સેન્સેકસમાં 800 અંકનો ઉછાળો, આ કારણોસર બજારમાં આવી તેજી

શેરબજાર માટે આજનો દિવસ મંગળમય દેખાઇ રહ્યો છે. બજારમાં આજે સવારથી તેજી તરફી ધ્યાન જોવા મળી રહ્યું છે અને રોકાણકારો ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક બજારમાં સોમવારના રોજ અમેરિકન બજારોમાં આવેલી તેજીનો સપોર્ટ મળી રહ્યો છે. વિદેશી ફંડોની ખરીદીથી પણ બજારનું સેન્ટીમેન્ટ સારું થયું છે. આ કારણો પરથી તો એવું લાગે છે રોકાણકારો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાની આશંકાથી ખાસ ચિંતિત દેખાઇ રહ્યા નથી. સવારે 11.11 વાગ્યે સેન્સેકસ 800 અંકની તેજી સાથે 59941 પર અને નિફટી 252 અંકની તેજી સાથે 17874 ટ્રેડ થઇ રહ્યા હતા.

વધુ વાંચો: મેક્સિકોમાં એક જ તારીખ પર ત્રણ વખત ભૂકંપથી દહેશત

ભૂકંપ આવ્યો. બે વિનાશક ભૂકંપની વરસી પર વધુ એક શક્તિશાળી ભૂકંપથી લોકો ભયભીત થયા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1:05 વાગ્યે આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને મોટા વિસ્તારમાં વીજળી ડૂલ થઇ હતી. મેક્સિકોમાં 1985 અને 2017માં આજના જ દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 19 સપ્ટેમ્બર 1985નો ભૂકંપ રિક્ટર સ્કેલ પર 8 માપવામાં આવ્યો હતો. આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 5000 લોકોના મોત થયા હતા. 19 સપ્ટેમ્બર 2017ના રોજ આવેલા ભૂકંપમાં 7.1ની તીવ્રતા હતી અને 370 લોકો માર્યા ગયા હતા.

વધુ વાંચો: ઇરાન: મહિલાઓએ હિજાબ સળગાવી દીધો અને વાળ કાપી નાંખ્યા

ઈરાનમાં હિજાબને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. મહિલાઓ રસ્તા પર ઉતરી છે. શહેરમાં હાહાકાર મચી ગયો છે. ઈરાનમાં હિજાબ પહેરવાનો કડક કાયદો હોવા છતાં ઘણી જગ્યાએ મહિલાઓ હિજાબ ઉતારીને વિરોધ કરી રહી છે અને હિજાબ સળગાવી રહી છે. ઘણી જગ્યાએ મહિલાઓએ વિરોધમાં પોતાના વાળ પણ કાપી નાખ્યા છે. મહસા અમીનીના મૃત્યુ પછી એવી ચિનગારી ઊઠી કે ઈરાનના અનેક શહેરો તેની જ્વાળાઓમાં લપેટાઈ ગયા. હવે વિદેશો સુધી આગ પહોંચવા લાગી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!