Saturday, October 1, 2022
Home Sports મંધાના સદીથી વંચિત, ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવી 1-0ની લીડ મેળવી

મંધાના સદીથી વંચિત, ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવી 1-0ની લીડ મેળવી

  • પ્રથમ વન-ડેમાં ભારતનો વિજય
  • ઇંગ્લેન્ડ 7/227, ભારત 3/232
  • મંધાના પ્લેયર ઓફ ધ મેચ

નવ રન માટે સદી ચૂકેલી સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા (50) તથા સુકાની હરમનપ્રીત કૌરે રમેલી અણનમ 74 રનની ઇનિંગની મદદથી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે અહીં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડે સાત વિકેટે 227 રન બનાવ્યા હતા. જેની સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતીય ટીમે 42.3 ઓવરમાં ત્રણ વિકેટે 232 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. મંધાનાએ 99 બોલનો સામનો કરીને 10 બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. હરમનપ્રીતે 94 બોલમાં સાત બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી.

- Advertisement -

ભારતની સિનિયર પેસ બોલર ઝૂલન ગોસ્વામીએ 10 ઓવરમાં માત્ર 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેણે 42 ડોટ બોલ નાખ્યા હતા. દીપ્તિ શર્માએ 33 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડ માટે એલાઇસ રોબર્ટે 61 બોલમાં અણનમ 50 તથા ડેની વ્યાટે 43 રનનું યોગદાન આપ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!