Sunday, September 25, 2022
Home International રશિયાના 38 શહેરમાં પુતિન વિરુદ્ધ પ્રદર્શન, પોલીસે દેખાવકારો વિરુદ્ધ કર્યો બળપ્રયોગ

રશિયાના 38 શહેરમાં પુતિન વિરુદ્ધ પ્રદર્શન, પોલીસે દેખાવકારો વિરુદ્ધ કર્યો બળપ્રયોગ

  • 3 લાખ સૈનિકો ખડકવાના પુતિન સરકારના નિર્ણય
  • 1371થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી
  • રશિયા પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં US મદદ કરશે

રશિયા અને યૂક્રેન વચ્ચે છેલ્લા સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે હવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 સપ્ટેમ્બરે યૂક્રેનના ચાર વિસ્તારમાં 3 લાખ રિઝર્વ સૈનિક ખડકવાની જાહેરાત કરી છે. પુતિનની આ જાહેરાત બાદથી દેશભરમાં સરકાર વિરોધી દેખાવો શરૂ થઇ ગયા છે. પોલીસે હજારો લોકોને અટકાયત હેઠળ લીધા છે.

- Advertisement -

3 લાખ સૈનિકો ખડકવાના પુતિન સરકારના નિર્ણય

અહેવાલો અનુસાર યેકાતેરિનબર્ગ સહિત કેટલાંક શહેરમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવી રાખવા અને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી. પરંતું પ્રદર્શન વકરતા પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. સરકાર વિરોધી દેખાવો અને પોલીસ સાથે અથડામણના કેટલાક વીડિયો વાઇરલ થયા છે. જેમાં પોલીસને લોકો સાથે મારપીટ કરતી જોવા મળે છે. અહેવાલો અનુસાર પોલીસે દેખાવો કરી રહેલી મહિલાઓ સાથે ગેરવર્તન કર્યુ હતું અને તેમને ઢસડીને માર માર્યો હતો. મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ હિત 38 શહેરમાં પ્રદર્શન થઇ રહ્યા છે. પોલીસે 1371 થી વધારે લોકોની અટકાયત કરી છે.

રશિયા પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં US મદદ કરશે

ભારત દ્વારા રશિયા પાસેથી પેટ્રોલિયમ અને હથિયારની ખરીદી પર જલદી જ વિરામ લાગી શકે છે. વાસ્તવમાં મોદી સરકારે અમેરિકા સાથે આ મુદ્દે ફરીવાર વાતચીત શરૂ કરી છે. અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું હતું કે તેઓ ભારત સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી રહ્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે જો આ મુદ્દે સહમતી સધાઇ જશે તો રશિયાને ફરીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-અલગ કરવામાં આવી શકે છે. યૂક્રેન યુદ્ધની શરૂઆત બાદથી જ વૈશ્વક સ્તરે તેલ અને ગેસની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો હતો. દરમિયાન રશિયાએ ભારતને સસ્તામાં તેલની ઓફર કરી હતી, જેનો ભારત સરકારે સ્વીકાર કર્યો હતો. પરંતુ અમેરિકાએ ભારતના આ નિર્ણય સામે નારાજગી દાખવી હતી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનમાં લશ્કરી બળવો, જિનપિંગ નજરકેદ, કિયાઓમિંગ નવા રાષ્ટ્રપતિ બન્યાના અહેવાલોમાં કેટલું સત્ય?

સોશિયલ મીડિયા પર ચીન અને શી જિનપિંગની અફવાઓએ જોર પકડ્યું શી જિનપિંગ ઘરમાં નજરકેદ, લી કિયાઓમિંગ આગામી રાષ્ટ્રપતિની અફવા ચીનના કેટલાક સ્થળોએ ફ્લાઇટ્સ બંધ, લશ્કરી ગતિવિધિ...

અમેરિકાના પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયરિંગ, અનેક ઘાયલ

પાર્કમાં હેલોવીન-થીમ આધારિત ઇવેન્ટ દરમિયાન ફાયરિંગફાયરિંગમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ઈમરજન્સી સેવાઓ બોલાવવામાં આવી હતી પેન્સિલવેનિયાના કેનીવુડ એમ્યુઝમેન્ટ પાર્કમાં હેલોવીન...

ભડકેલો તાનાશાહી! અમેરિકા-સાઉથકોરિયાએ કર્યો સેના અભ્યાસ, તો ઉત્તર કોરિયાએ છોડી મિસાઇલો

બે દિવસ બાદ ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઈલ છોડીપ્યોંગયાંગે આઠ ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ઉત્તર કોરિયાની ઉશ્કેરણી પર નજર રાખી રહ્યું છે:...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!