Tuesday, September 27, 2022
Home National આરોગ્ય કર્મીઓનો ગાંધીનગરમાં દેખાવો | લખીમપુરખીરીમાં બહેનો સાથે દરિંદગી

આરોગ્ય કર્મીઓનો ગાંધીનગરમાં દેખાવો | લખીમપુરખીરીમાં બહેનો સાથે દરિંદગી

ગાંધીનગરમાં કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યા છે. 40 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. તો દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરીની અટકાયત કરાઇ છે. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં બે સગી દલિત સગીર બહેનોને ફોસલાવીને યુવકો લઇ ગયા અને પછી દુષ્કર્મ આચરી મારી નાંખ્યાની ચકચાર ઘટના સામે આવી છે તો રેસલર વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનશિપની સ્પર્ધામાં ઇતિહાસ રચ્યો સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવો કરવા આરોગ્ય કર્મીઓની આગેકૂચ

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં કર્મચારી આંદોલન વેગ પકડી રહ્યું છે. છેલ્લા 40 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આજરોજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કૂચ કરવામાં આવી હતી અને વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: સરદાર સરોવર ડેમ છલકાયો: મુખ્યમંત્રીએ માં નર્મદાના વધામણાં કર્યા

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની જળસપાટી મહત્તમ સ્તર પર પહોંચી છે. ડેમમાં હાલ પાણીનું સ્તર 138.68 મીટરે પહોંચ્યું છે. આથી ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમની મુલાકાતે પહોંચ્યા હતા અને માં નર્મદાના વધામણા કર્યા હતા.

- Advertisement -

વધુ વાંચો: દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરીની અટકાયત

દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના PA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે. મહેસાણા ACB માં દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આથી વિપુલ ચૌધરી અને તેમના PAને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એસીબીને સોંપવામાં આવશે.

વધુ વાંચો: નવાબ મલિક નિર્દોષ નથી, દાઉદની બહેન સાથે લેવડ-દેવડ કરતા: કોર્ટમાં ED

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અહીંની એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકનો ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર સાથે લેવડ-દેવડ કરતા હતા અને તેમની નિર્દોષતા પર કોઈ પ્રશ્ન જ નથી. એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અનિલ સિંહે ED તરફથી હાજર રહીને મલિકની જામીન અરજીની સુનાવણી દરમિયાન આ દલીલ કરી હતી અને કોર્ટને અરજી ફગાવી દેવાની વિનંતી કરી હતી.

વધુ વાંચો: લખીમપુર ખીરીમાં દલિત બહેનો સાથે દરિંદગી, 6ની ધરપકડ

ઉત્તર પ્રદેશના લખીમપુરમાં બે બહેનોના મોતના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે છોકરીઓનું અપહરણ થયું ન હતું પરંતુ તેઓને ફોસલાવીને બાઇક પર બેસાડીને લઇ ગયા હતા. આરોપી મૃતક યુવતીઓને પહેલાથી જ ઓળખતો હતો. મુખ્ય આરોપી છોટુએ બંને યુવતીઓને આરોપી સાથે ઓળખી કાઢી હતી. જો કે તે સ્થળ પર હાજર ન હતો. આરોપી સોહેલ અને જુનૈદે બંને યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે જુનૈદને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી.

વધુ વાંચો: દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર, કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેનેડાના ભારત વિરોધી સૂત્રોચ્ચાર અને તોડફોડ સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે કેનેડા સરકારને પગલાં લેવા વિનંતી કરી છે. ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી વસ્તુઓ લખવામાં આવી છે. ભારતીય હાઈ કમિશનના ટ્વીટ પહેલા, કેનેડાના કેટલાક સંસદસભ્યો અને હિન્દુઓએ સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી સૂત્રોચ્ચારની નિંદા કરી છે.

વધુ વાંચો: નોરા ફતેહી આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થશે, જાણો વિગતે

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી ઘણા સમયથી વિવાદોમાં છે. જ્યારથી અભિનેત્રીનું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું છે ત્યારથી તે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહી છે. દરરોજ પોલીસ તેમને સમન્સ મોકલે છે અને પૂછપરછ માટે હાજર થવા કહે છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ બાદ હવે દિલ્હી પોલીસ નોરા ફતેહીની પૂછપરછ કરશે. ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) કેસમાં આજે નોરાની પૂછપરછ થવાની છે.

વધુ વાંચો: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં વિનેશ ફોગાટે જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે બેલગ્રેડમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. તેણે બુધવારે અહીં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા વર્ષ 2019માં પણ વિનેશે આ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

આઠ રાજ્યોમાં NIAના દરોડા, આસામ-કર્ણાટકમાંથી 13ની ધરપકડ

22 સપ્ટેમ્બરે 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી આસામમાં સવારે 5 વાગ્યે દરોડા NIAએ UAPA હેઠળ 5 FIR નોંધી છે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!