Friday, October 7, 2022
Home National સંરક્ષણ મંત્રાલયની 1700 કરોડની મોટી ડીલ, નવી મિસાઈલથી અનેકગણી વધશે નૌકાદળની તાકાત

સંરક્ષણ મંત્રાલયની 1700 કરોડની મોટી ડીલ, નવી મિસાઈલથી અનેકગણી વધશે નૌકાદળની તાકાત

  • સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે સોદો કર્યો
  • કંપની ડ્યુઅલ-રોલ સક્ષમ સરફેસ-ટુ-સરફેસ બ્રહ્મોસ મિસાઇલ આપશે
  • મિસાઈલ મળતા જ ભારતીય નૌકાદળની તાકાત અનેક ગણી વધી જશે

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે રૂ. 1700 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. આ હેઠળ, બ્રહ્મોસ કંપની સંરક્ષણ મંત્રાલયને ડ્યુઅલ-રોલ સક્ષમ સરફેસ-ટુ-સરફેસ બ્રહ્મોસ મિસાઇલ આપશે. આ મિસાઈલ મળતા જ ભારતીય નૌકાદળની તાકાત અનેક ગણી વધી જશે. નવી બ્રહ્મોસ મિસાઈલ સરફેસ ટુ સરફેસ એટલે જમીનની સપાટીથી આકાશ સુધી દુષ્મનોને તાકતી મિસાઈલ છે. આ મિસાઈલ છોડતા જ દુશ્મનો ખળભળી જશે. દુશ્મન સમજી શકશે નહીં કે કયા પ્રકારની મિસાઇલથી હુમલો કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ દેશનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું છે. તેની પાસે બરાક મિસાઈલ છે. ડ્યુઅલ-રોલ સક્ષમ બ્રહ્મોસ અથવા VLSRAM મિસાઇલો પણ ભવિષ્યમાં તૈનાત કરી શકાય છે. તેનાથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વિસ્તારમાં પાકિસ્તાનની ગતિવિધિઓને રોકવામાં મદદ મળશે. આ ટેકનોલોજી ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. તેને નેવીના અન્ય યુદ્ધ જહાજો પર પણ તૈનાત કરી શકાય છે.

- Advertisement -

બ્રહ્મોસ મિસાઈલ ભારતીય સેનાનું બ્રહ્માસ્ત્ર

બ્રહ્મોસ મિસાઈલને જમીન, પાણી કે હવા, ગમે ત્યાંથી છોડી શકાય છે. આ મિસાઈલનું લક્ષ્ય કોઈપણ દિશામાં હોય, તેનું મોત નક્કી છે. ભારતીય દળો ત્રણેય દિશામાં સતત આ મિસાઈલના વિવિધ પ્રકારોનું પરીક્ષણ કરતા રહે છે, જેથી દુશ્મનોને યાદ રહે કે ભારત પાસે બ્રહ્માસ્ત્ર છે.

ફાઈટર જેટની સાથે બ્રહ્મોસ વધુ ઘાતક બની જાય છે

- Advertisement -

સુખોઈ-30 MKI ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક ફાઈટર જેટમાંથી એક છે. આ જેટ 2120 KM પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તેની રેન્જ પણ 3000 KM છે. આ એરક્રાફ્ટમાં બ્રહ્મોસનું એક્સટેન્ડેડ એર વર્ઝન ફીટ કરવામાં આવશે. સુખોઈ નજીક કે દૂરથી દુશ્મનના બંકરો, બેઝ, કેમ્પ, ટેન્ક વગેરે પર સીધો અને ચોક્કસ હુમલો કરીને પાછા આવવાની ક્ષમતા ધરાવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલને સુખોઈ મુજબ વિકસાવાઈ છે. પરંતુ તેને દેશના અન્ય ફાઈટર જેટમાં લગાવી શકાય છે. ભવિષ્યમાં આ મિસાઈલ મિકોયાન મિગ-29કે, હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને રાફેલમાં પણ લગાવવામાં આવશે. સબમરીન માટે બ્રહ્મોસનું નવું વેરિઅન્ટ બનાવવામાં આવી રહ્યું છે.

દુશ્મનની નજરમાં ન આવવાની સૌથી મોટી વિશેષતા

બ્રહ્મોસ મિસાઈલની ખાસિયત એ છે કે તે દુશ્મનને તે દેખાતી નથી. પવનમાં રસ્તો બદલવાની ક્ષમતા હોય છે. તે દોડતા અને ફરતા લક્ષ્યોને પણ નષ્ટ કરી શકે છે. તે માત્ર 10 મીટર એટલે કે 33 ફૂટની ઊંચાઈએ પણ ઉડી શકે છે. એટલે કે તે દુશ્મનના રડાર પર દેખાશે નહીં. તેને મારી નાખવું લગભગ અશક્ય છે. બ્રહ્મોસ મિસાઈલના ચાર નેવલ વેરિઅન્ટ છે, જેમાં એન્ટી-શિપ વેરિઅન્ટ અને લેન્ડ-એટેક વેરિઅન્ટ ભારતીય નૌકાદળમાં પહેલેથી જ કાર્યરત છે. જ્યારે એન્ટી-શિપ વેરિઅન્ટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચોથું વેરિઅન્ટમાં લેન્ડ-એટેક વેરિઅન્ટનો સમાવેશ થાય છે.

બ્રહ્મોસ મિસાઈલ ક્યાં ક્યાં તેનાત કરાઈ છે, યુદ્ધ જહાજોના નામ

ભારતીય નૌકાદળે INS Ranvir – INS Ranvijayમાં 8 બ્રહ્મોસ મિસાઈલ સાથેનું લોન્ચર લગાવ્યું કર્યું છે. ઉપરાંત INS Teg, INS Tarkash અને INS Trikandમાં સમાન લોન્ચર સિસ્ટમ લગાવવામાં આવી છે. શિવાલિક ક્લાસ ફ્રિગેટમાં પણ ફિટ છે. કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરમાં પણ તૈનાત છે. INS વિશાખાપટ્ટનમ ખાતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નીલગીરી ક્લાસ ફ્રિગેટમાં પણ બ્રહ્મોસ તૈનાત કરવાની યોજના છે.

નેવલ વર્ઝન બ્રહ્મોસ અત્યંત શક્તિશાળી અને ઘાતક

યુદ્ધ જહાજમાંથી છોડવામાં આવેલી બ્રહ્મોસ મિસાઈલ 200 કિલોગ્રામના વોરહેડ્સ લઈ જઈ શકે છે. આ મિસાઈલની ઝડપ 4321 કિમી પ્રતિ કલાક છે. તેમાં બે તબક્કાની પ્રોપલ્શન સિસ્ટમ છે. પ્રથમ ઘન અને બીજું પ્રવાહી. બીજો તબક્કો રેમજેટ એન્જિન છે. જે તેને સુપરસોનિક સ્પીડ આપે છે.Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!