Friday, October 7, 2022
Home National રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા આચાર્ય ધર્મેન્દ્રનું નિધન

રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા આચાર્ય ધર્મેન્દ્રનું નિધન

  • આચાર્ય ધર્મેન્દ્ર શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રિય હતા
  • બાબરી ધ્વંસ કેસમાં કહ્યું- હું આરોપી નંબર વન છું
  • બાબરી ધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત આચાર્ય ધર્મેન્દ્ર પણ આરોપી હતા

હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રનું નિધન થયુ છે. તેમણે સોમવારે સવારે રાજસ્થાનના જયપુરમાં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર છેલ્લા 1 મહિનાથી બીમાર હતા. આચાર્ય સ્વામી ધર્મેન્દ્રને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આચાર્ય ધર્મેન્દ્ર શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રિય હતા.

- Advertisement -

PM નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ થોડા દિવસો પહેલા તેમના ખબર અંતર પુછ્યા હતા. રાજસ્થાન ભાજપના ઘણા નેતાઓ પણ તેમને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

દેશભરના હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આચાર્યએ શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રિય રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ ઘણા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હતા, આ દરમિયાન તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા પણ તેમને મળવા માટે એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા.

મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્દ્રનો જન્મ 9 જાન્યુઆરી 1942ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેઓ તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. 13 વર્ષની ઉંમરે આચાર્યએ વજ્રાંગ નામનું અખબાર શરૂ કર્યું. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સેન્ટ્રલ ગાઈડન્સ બોર્ડમાં રહી ચૂક્યા છે. તેમણે મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી તેઓ ચર્ચામાં રહ્યા હતા. બાબરી ધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત આચાર્ય ધર્મેન્દ્રને પણ આરોપી માનવામાં આવ્યા હતા.

બાબરી ધ્વંસ કેસમાં કહ્યું- હું આરોપી નંબર વન છું

- Advertisement -

આચાર્ય રામ મંદિર મુદ્દે ખુલ્લેઆમ બોલતા હતા. બાબરી ધ્વંસ કેસમાં તેમણે મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતું કે હું આરોપી નંબર વન છું. સજાથી ડરવાનું શુ ? તેમણે જે પણ કર્યુ ડંકાની ચોટ પર કર્યુ હતુ. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચમચાગીરીની હદ હોય… રાષ્ટ્રપતિ વિશે કોંગ્રેસ નેતા ઉદિત રાજની જીભ લપસી

કોંગ્રેસી નેતા હવે ખુલાસા કરવા મજબૂરઉદિત રાજના નિવેદન બદલ NCWએ નોટિસ ફટકારી ભાજપે નિવેદનને સીધું કોંગ્રેસની આદિવાસી વિરોધી માનસિકતા સાથે જોડયું કોંગ્રેસના વિવાદપ્રિય નેતા ઉદિત...

ઉત્તરાખંડ હિમસ્ખલન કરુણાંતિકાનો મૃત્યુઆંક વધીને 16 પર પહોંચ્યો

હજુ સુધીમાં આ હિમસ્ખલનમાં કુલ 16 લોકોના મોત થયા છેનેહરુ ઇન્સ્ટીટયૂટ ઓફ માઉન્ટેનિરિંગના અનુસાર વધુ 12 મૃતદેહ મળી આવ્યા તાલીમાર્થીઓ પર્વતારોહણ અભિયાનને અંજામ આપ્યા બાદ...

સપ્ટેમ્બરમાં દેશમાં સર્વિસ સેક્ટરનો વૃદ્ધિદર છ મહિનાની નીચી સપાટી પર પહોંચ્યો

ભારતનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) 54.3ના સ્તર પર રહ્યોસતત 14મા મહિને સર્વિસ PMI 50ના સ્તરની ઉપર જળવાયો છે જે વિસ્તરણ દર્શાવે છે . સપ્ટેમ્બરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!