Saturday, October 1, 2022
Home Gujarat શુક્રવારીમાં ચણિયા-ચોળી, કેડીયા, ઓક્સિડાઇઝડ જ્વેલરી ખરીદવા ભીડ જામી

શુક્રવારીમાં ચણિયા-ચોળી, કેડીયા, ઓક્સિડાઇઝડ જ્વેલરી ખરીદવા ભીડ જામી

  • નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહેતા લોકોનો ઉત્સાહ વધ્યો
  • બજારો, શો-રૂમ્સમાં મોંઘાભાવે મળતા ચણિયા-ચોળી શુક્રવારીમાં 500 સુધી ઉપલબ્ધ
  • શુક્રવારે ભરાતી શુક્રવારીમાં સાજ-શણગાર ખરીદવા મહિલાઓ ઉમટી પડી

નવલા નોરતાના ગણતરીના દિવસો બાકી હોઇ બજારોમાં નવરાત્રીને લગતી ખરીદીની ધૂમ મચી છે. શહેરના બજારોમાં તો પગ મુકવાની જગ્યા રહેતી નથી. એટલું જ નહિં, દર સપ્તાહે માત્ર શુક્રવારે ભરાતી શુક્રવારીમાં પણ જાત-જાતના અને ભાત-ભાતના ચણિયા-ચોળી, દુપટ્ટા, કેડીયા, ઓક્સિડાઇઝડ જ્વેલરી, સાજ-શણગાર ખરીદવા મહિલાઓ ઉમટી હતી.

- Advertisement -

આગામી તા.૨૬મીએ આસો સુદ એકમથી જગત જનનીની ઉપાસનાનો મહાપર્વ શરૂ થનાર છે. એ પૂર્વે શુક્રવારીમાં વેચાવા આવેલા સસ્તા ભાવના નવાનક્કોર નયનરમ્ય ચણિયા-ચોળી, કેડીયા ખરીદવા સવારથી બપોરે સુધી ભારે ભીડ જારી રહી હતી. બજારો અને શો-રૂમ્સમાં હજારોના ભાવે મળતા ચણિયા-ચોળી શુક્રવારીમાં રૂ.500 સુધી મળતા હતા.

- Advertisement -

નવરાત્રી પૂર્વે શુક્રવારી બજારમાં જુના-નવા વસ્ત્રોની ખરીદીનો ધમધમાટ વર્તાતા શુક્રવારી બજાર કપડા બજારમાં તબદીલ થયું હતું. ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં શુક્રવારી બજારમાં નાગરિકોએ ઘરમાંથી કાઢી નાંખેલો સરસામાન-ભંગાર, જુનું ફર્નિચર, વાસણો, પેઇન્ટિંગ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, આયુર્વેદિક જડીબુટ્ટીઓ, રસોડાની સાધન-સામગ્રી સહિત જુના જમાનાની ચીજવસ્તુઓ ખરીદવા શહેર-જિલ્લાના નાગરિકો આવન-જાવન કરે છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!