Wednesday, September 28, 2022
Home Sports બુમરાહ અંગેની દ્વિધા યથાવત્, ડેથ ઓવર્સ ભારતની મુખ્ય સમસ્યા

બુમરાહ અંગેની દ્વિધા યથાવત્, ડેથ ઓવર્સ ભારતની મુખ્ય સમસ્યા

  • શ્રેણીને જીવંત રાખવા ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે
  • નાગપુરની પિચ ધીમી હોવાથી સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ
  • બુમરાહની ફિટનેસ અંગે પ્રશ્નાર્થ યથાવત

પ્રથમ મુકાબલામાં 200 પ્લસનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીને જીવંત રાખવા માટે શુક્રવારે રમાનારી બીજી મેચમાં પોતાની નબળાઈઓને દૂર કરીને કોઈ પણ ભોગે વિજય હાંસલ કરવો પડશે.

- Advertisement -

બુમરાહની ફિટનેસ અંગે પ્રશ્નાર્થ

પેસ બોલર જસપ્રીત બુમરાહને રમાડવા અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ હજુ પણ દ્વિધામાં છે. બુમરાહ ઇંગ્લેન્ડના પ્રવાસ બાદ કોઈ મેચ રમ્યો નથી. તે પીઠની સમસ્યાના કારણે એશિયા કપમાં પણ રમ્યો નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહીં કરાયો હોવાથી તેની ફિટનેસ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ભારત પોતાના પેસ એટેક અંગે ચિંતિત છે અને તેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનો પણ સમાવેશ થાય છે. તેણે છેલ્લી 14 ઓવરમાં 150 રન આપી દીધા છે. સ્વિંગ બોલર ભુવનેશ્વર પણ ડેથ ઓવર્સમાં ફ્લોપ રહ્યો છે. તેણે પાકિસ્તાન, શ્રીલંકા એન ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓવર નાખી હતી અને તેણે આ ત્રણ ઓવર્સમાં 49 રન આપ્યા હતા. આ સ્થિતિમાં બુમરાહનું ફિટ થવું ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભારતીય બોલર્સની નબળાઈઓ સપાટી ઉપર આવી

- Advertisement -

ઓસ્ટ્રેલિયા ખાતેના T20 વર્લ્ડકપ પહેલાં ભારત પાસે પાંચ મેચનો સમય છે અને આ મેચોમાં કોચ દ્રવિડ તથા સુકાની રોહિતે ટીમની નબળાઈઓ દૂર કરવાની છે. એશિયા કપ પહેલાં ભારત માટે ટોચના ત્રણ બેટ્સમેનો મોટી સમસ્યા બન્યા હતા અને હવે બોલિંગ ચિંતાનો વિષય બની ગઈ છે કારણ કે બેટ્સમેનોનું અનુકૂળ હોય તેવી પરિસ્થિતિમાં ભારતીય બોલર્સની નબળાઈઓ સપાટી ઉપર આવી ગઈ છે. મુખ્ય સ્પિનર ચહલ પણ પહેલાંની જેમ ઘાતક રહ્યો નથી. તે છેલ્લી કેટલીક મેચમાં ખર્ચાળ પુરવાર થયો છે. સ્પિનર્સને મદદગાર ના હોય તેવી પિચો ઉપર વિકેટ ઝડપવા માટેના તેણે અન્ય વિકલ્પો શોધવા પડશે.

બેટિંગમાં આક્રમક અભિગમથી ભારતને ફાયદો થયો

છેલ્લી મેચમાં ભારતની ફિલ્ડિંગ ઉચ્ચ સ્તરની રહી નહોતી. ભારતને બેટિંગમાં આક્રમક અભિગમનો ફાયદો થઈ રહ્યો છે. છેલ્લી મેચમાં આ અંદાજમાં બેટિંગ કરીને રાહુલ, હાર્દિક તથા સૂર્યકુમારે ભારતના સ્કોરને 200 પ્લસ સુધી પહોંચાડી દીધો હતો. ટોચના ક્રમના બે સિનિયર બેટ્સમેન સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મોટી ઇનિંગ રમીને વર્લ્ડકપ અભિયાનને વધારે મજબૂત કરવું પડશે. ટીમમાં મેચ ફિનિશરની ભૂમિકા અદા કરી રહેલા દિનેશ કાર્તિકને છેલ્લી કેટલીક મેચમાં વધારે બેટિંગ કરવા મળી નથી અને વર્લ્ડકપના વિકલ્પો ખુલ્લા રાખવા તેને બીજી મેચમાં ઉપલા ક્રમે બેટિંગમાં મોકલવામાં આવે તેવી સંભાવના છે.

ઓસ્ટ્રેલિયા તમામ વિભાગમાં મજબૂત ટીમ બની છે

વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા રમતના તમામ પાસામાં મજબૂત બની છે. ટીમમાં ડેવિડ વોર્નર, મિચેલ સ્ટાર્ક જેવા મેચવિનર ખેલાડીઓ નહીં હોવા છતાં કેમરુન ગ્રીને શાનદાર બેટિંગ કરીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. સિનિયર ખેલાડી સ્ટિવ સ્મિથ અને ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ મેચ રમનાર ટિમ ડેવિડે બેટિંગને વધારે મજબૂત બનાવી દીધી છે. મેથ્યૂ વેડ ફિનિશર તરીકે રમ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયન બોલર્સે વધારે શિસ્તબદ્ધ બોલિંગ કરવાની જરૂર છે. મોહાલીમાં પેસ બોલર કમિન્સ, હેઝલવૂડ તથા ગ્રીન ખર્ચાળ પુરવાર થયા હતા. ઝાકળને ધ્યાનમાં રાખીને ટોસ જીતનાર ટીમ રનચેઝ કરવાનો નિર્ણય કરશે.  

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!