Sunday, September 25, 2022
Home Life-Style ગરબે ઘૂમતાં થતા પરસેવાને કંટ્રોલ કરો

ગરબે ઘૂમતાં થતા પરસેવાને કંટ્રોલ કરો

સવાલઃ મારી ઉંમર 20 વર્ષ છે. મને ગરબા રમવાનો ખૂબ શોખ છે. સમસ્યા એ છે કે ગરબા રમતાં મને ખૂબ પરસેવો વળે છે. એમાંથી દુર્ગંધ મારે છે. આ દુર્ગંધને દૂર કરવા શું કરી શકાય. હું અનેક પ્રકારનાં બોડી સ્પ્રેનો ઉપયોગ કરી ચૂકી છે. એનાથી થોડા કલાકો સારું રહે છે પછી હતું એનું એ જ થઇ જાય છે.

- Advertisement -

જવાબઃ ગરબા રમવાથી પરસેવો વળે એ સ્વાભાવિક છે. એના ઉપર કંટ્રોલ કરવા અને પરસેવાને કારણે દુર્ગંધ ન મારે એ માટે સૌથી પહેલાં તમે તૈયાર થવાની શરૂઆત કરો ત્યારે વારાફરતી બંને બગલમાં લીંબુને બેથી ત્રણ મિનિટ સુધી બરાબર રગડો. પછી તેને પાંચ મિનિટ માટે એમ જ રહેવા દો, ત્યારબાદ એની ઉપર બરફના ટુકડાને હળવા હાથે ઘસો. યાદ રાખો કે બરફને સીધો જ બગલમાં ઘસવાનો છે, કોઇ રૂમાલ કે કપડાંમાં મૂકીને બરફને ઘસવાનો નથી. બરફ ઘસાઇ જાય એટલે કોઇ પણ બોડી શોપથી એ જગ્યા ક્લીન કરી દો અથવા સ્નાન કરી લો. સ્નાન કર્યા બાદ બગલમાં સારા એવા પ્રમાણમાં ટેલકમ પાઉડર લગાવી દો. લીંબુ દુર્ગંધને દૂર કરવાનું અને બરફ પરસેવાને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. આ સિવાય અત્યારે બજારમાં અન્ડર આર્મ્સ પેડ મળે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો. એનાથી પરસેવો પેડમાં શોષાઇ જાય છે અને દુર્ગંધ મારતી નથી. છેલ્લે બોડી સ્પ્રે લગાવવાનું ન ભૂલતાં. આમ કરવાથી તમે પરસેવા પર કંટ્રોલ કરી શકશો અને દુર્ગંધના ભોગ નહીં બનવું પડે.

સવાલઃ મારી ઉંમર 19 વર્ષ છે. હું કૉલેજમાં અભ્યાસ કરું છું. નવરાત્રિમાં અમારું ગ્રૂપ બૅકલેસ ચોલી પહેરે છે. મને પણ બૅકલેસ ચોલી પહેરવી ગમે છે, પરંતુ મારી બૅકમાં ઝીણા ઝીણા વાળ છે, આ વાળ બ્લેક કલરના છે એટલે બહુ ખરાબ લાગે છે. બીજું, બૅક એકદમ ક્લીન નથી. હું એવું તે શું કરું કે મારા ગ્રૂપની સાથે હું પણ બૅકલેસ ચોલી પહેરી શકું. મને ઉપાય બતાવો.

જવાબઃ બૅકમાં આપણો હાથ ન પહોંચે એટલે સ્નાન કરતી વખતે વ્યવસ્થિત રીતે તેને સાફ ન કરી શકીએ. આવી સ્થિતિમાં બૅક ક્લીન ન હોય એ સ્વાભાવિક છે. તમારી બૅકમાં જે ઝીણાં કાળા વાળ છે તેને બ્લીચની મદદથી બ્રાઉન કરી શકાય છે એટલે કે બ્લેક વાળ સ્કિન સાથે મેચ કરે એવા કલરના થઇ જશે. એ માટે કોઇ સારા પાર્લરમાં જઇને બૅકમાં બ્લીચ કરાવો. એનાથી બૅક ક્લીન પણ થઇ જશે. બીજું, અત્યારે નવરાત્રિ દરમિયાન ઘણાં બધાં સારાં સલૂનમાં બૅક પૉલિસિંગની ઓફર ચાલતી હોય છે. તમે તમારી બૅક પૉલિસિંગ કરાવી શકો એટલે બૅક ક્લીન થઇ શાઇનિંગ મારશે. આ સિવાય જેમ ફેસ, હેન્ડ એન્ડ લેગમાં ડી ટેન કરવામાં આવે છે એમ બૅકમાં પણ ડી ટેન કરવામાં આવે છે. આમાંથી કોઇ પણ ઉપાયને અજમાવીને તમે તમારી બૅક ક્લીન અને શાઇનિંગ મારતી કરી શકશો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

International daughters day 2022: દીકરીઓને આ રીતે કરો સુરક્ષિત

ઓટો કે કેબમાં એકલા હોવ ત્યારે રાખો સેફ્ટી બોયફ્રેન્ડ સાથે એકલા ડેટ પર જતા રહો સાવધાન ખાસ હેલ્પલાઈન નંબર્સને પણ રાખો ધ્યાન આજે International daughters day 2022ની...

8 પ્રકારના હોય છે હેયર લાઈટ્સ, આપે છે ટ્રેન્ડી અને ખાસ લૂક

સોમ્બ્રે કલરથી ફેમિનિન અને લાઈટ કલર છે. ચંકી હાઈલાઈટ્સથી તમને સ્માર્ટ અને અલગ લૂક મળે છે. બેલેઝ હાઈલાઈટ્સમાં ફોઈલિંગની મદદથી હાઈલાઈટ્સ કરાય છે. આજકાલ કલર હેયરની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!