Friday, October 7, 2022
Home Gujarat રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોના ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસે સેન્સ લીધી

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોના ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસે સેન્સ લીધી

  • હાઈકમાંડના આદેશ પ્રમાણે માત્ર ઉમેદવારોને જ રજૂઆતની તક
  • ધોરાજી- ઉપલેટાના ધારાસભ્યની ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્કઃ સિટીંગ
  • ધારાસભ્યોને કોઈ રજૂઆત નહિ કરવાની હોવાથી આવ્યો ન હતોઃ MLA

કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં આજે રાજકોટમાં નાગર બોર્ડિગ ખાતે રાજકોટ જિલ્લાની 8 બેઠક માટે 80થી વધુ ઉમેદવારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

- Advertisement -

 સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, સાંસદ નારણ રાઠવા અને પ્રદેશ નેતાગીરીની હાજરીમાં સેન્સ લેવામાં આવી હતી. કોંગ્રેસની ટિકિટની માગણી કરનારા ઉમેદવારોને માત્ર પોતાની જ રજૂઆત કરવા જણાવાયું હતું અને ટેકેદારોના ટોળા સાથે આવવાની ના પાડવામાં આવી હોવાથી આજે ટોળાને ખાળી શકાયા હતા. પ્રદેશ કાર્યકારી પ્રમુખ લલિત કગથરાએ કહયું હતું કે, ઉમેદવારોની પસંદગી માટે કાર્યવાહી હાથ ધરાઈ છે અને તેમાં નિયમો પ્રમાણે પક્ષના મોવડીઓ દ્વારા ટિકિટની દાવેદારી કરનારાઓની સેન્સ લેવામાંઆવી હતી.

 દરમિયાન આજે સેન્સ સમયે ધોરાજી- ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા હાજર નહિ રહેતા જાત જાતના તર્ક વિતર્કો થયા હતા. તે ભાજપની નજીક સરકી રહ્યાની ચર્ચા વારંવાર ઉઠતી હોવાથી આજે તેની ગેરહાજરીએ પણ ફરી આ બાબતે અફવાઓ ચાલી હતી. જો કે, ધારાસભ્ય વસોયાએ કહયું હતું કે, કોંગ્રેસે સિટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવાનું જાહેર કરેલું હોવાથી મારે સેન્સ આપવાની ન હતી. વળી, મારી હાજરીથી આ વિસ્તારમાં ટિકિટની માગણી કરનારાઓ મુંઝવણમાં મૂકાઈ અને ખુલીને રજૂઆતો ન કરી શકે તેમ હોવાથી મેં જવાનું ટાળ્યું હતું.

રજૂઆતો સમયે પ્રદિપ ત્રિવેદી, અર્જૂન ખાટરીયા, મહેશ રાજપુત વિગેરે હાજર રહ્યા હતા. ઉમેદવારોની વન ટુ વન રજૂઆતો સાંભળવામાં આવી હતી. ટિકિટના દાવેદારોમાં રાજકોટ પૂર્વમાં અશોક ડાંગર, દિનેશ મકવાણા,મકબૂલ દાઉદાણી, રાજકોટ પિૃમ માટે ગિરિશ ઘરસંડિયા રજત સંઘવી તુષિત પાણેરી, દક્ષિણમાં ડો. હેમાંગ વસાવડા, હિતેશ વોરા, મનીષ બૂટાણી, રાજકોટ ગ્રામ્યમાં સુરેશ બથવાર, નરેશ સાગઠીયા, શાંતાબેન મકવાણા વિગેરેનો સમાવેશ થાય છે. જસદણ બેઠકમાં ભોળા ગોહિલ, અવસર નાકિયા વિનુભાઈ ધડુક, જેતપુરમાં કિરીટ પાનેલિયા, દેવેન્દ્ર વઘાસીયા, ધોરાજીમાં દેવેન્દ્ર ધામી, લાખાભાઈ ડાંગર, નારણ શેલાણા વિગેરેએ દાવેદારી કરી હતી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!