Saturday, October 1, 2022
Home National સીએમ નીતિશ અને લાલુ યાદવ સોનિયા ગાંધીને મળી શકે છે

સીએમ નીતિશ અને લાલુ યાદવ સોનિયા ગાંધીને મળી શકે છે

  • વિરોધ પક્ષોના નેતા 25 સપ્ટેમ્બરે હરિયાણામાં એકસાથે દેખાશે
  • સીતારામ યેચુરીએ બંને નેતા સાથે પટનામાં મુલાકાત કરી હતી
  • 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી વિરોધ પક્ષોએ શરૂ કરી

26 સપ્ટેમ્બરે બિહારના સીએમ નીતિશ કુમાર અને આરજેડી નેતા લાલુ યાદવ સોનિયા ગાંધીને મળી શકે છે. જ્યારે નીતીશ કુમાર દિલ્હી આવ્યા ત્યારે તેમણે સોનિયા ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે નીતિશ કુમાર અને લાલુ યાદવ બંને એક સાથે સોનિયા ગાંધીને મળી શકે છે.

- Advertisement -

વિરોધ પક્ષોના નેતા 25 સપ્ટેમ્બરે હરિયાણામાં એકસાથે દેખાશે

નીતિશ કુમાર, તેજસ્વી યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા વિરોધ પક્ષોના નેતાઓ 25 સપ્ટેમ્બરે હરિયાણાના સિરસા જિલ્લામાં ચૌધરી દેવીલાલની જન્મજયંતિના અવસર પર એકસાથે જોડાશે. આ કાર્યક્રમ માટે કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

આ પહેલા જ્યારે સીએમ નીતિશ કુમાર દિલ્હી પ્રવાસ પર આવ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાની વાત કરી હતી. પરંતુ તે સમયે સોનિયા ગાંધી દિલ્હીમાં નહોતા. જેના કારણે સીએમ નીતીશ સોનિયા ગાંધીને મળી શક્યા ન હતા.

સીતારામ યેચુરીએ બંને નેતા સાથે પટનામાં મુલાકાત કરી હતી

- Advertisement -

સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરીએ બુધવારે પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ સાથે અલગ-અલગ મુલાકાત કરી અને વિપક્ષી એકતા અંગે ચર્ચા કરી. જનતા દળના નેતેશ કુમારે આ મહિનાની શરૂઆતમાં તેમની દિલ્હી મુલાકાત દરમિયાન યેચુરી સાથે મુલાકાત કરી હતી.

2024ની લોકસભા ચૂંટણીની તૈયારી વિરોધ પક્ષોએ શરૂ કરી

વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વિરોધ પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. ત્યારે બિહારની સત્તારૂઢ આરજેડીનું માનવું છે કે નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય નેતા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!