Tuesday, September 27, 2022
Home International બ્રિટનના લિસેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે અથડામણ, બેની ધરપકડ

બ્રિટનના લિસેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે અથડામણ, બેની ધરપકડ

  • શનિવારે અને રવિવારે બન્ને જૂથો વચ્ચે અથડામણને પગલે શહેરમાં તંગદિલી
  • હુમલાખોરોએ કાળા રંગના માસ્ક અને હૂડ પણ પહેર્યા હોવાનું જણાયું
  • પૂર્વીય લિસેસ્ટર ક્ષેત્રમાં પોલીસ પગલાં બાદ કુલ 27 લોકોની ધરપકડ કરવામાં આવી

બ્રિટનના લિસેસ્ટરમાં ફરી એકવાર હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણના સમાચાર છે. શનિવારે અને રવિવારે સવારે શહેરમાં બન્ને જૂથો વચ્ચે અથડામણને પગલે શહેરમાં ગંભીર અવ્યવસ્થા પ્રસરી ગઈ હતી. પોલીસે અથડામણમાં સામેલ બે લોકોની ધરપકડ કરી છે અને સાથે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. એક અહેવાલ અનુસાર ગયા સપ્તાહના અંતમાં એક વિરોધ પ્રદર્શન થયા બાદ મામલો વધારે બગડયો હતો. વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે પોલીસ ભીડના બે સમૂહને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ અથડામણમાં લોકોએ કાચની બોટલો ફેંકી હતી અને કેટલાક લોકો હાથમાં લાઠી અને ડંડા સાથે દેખાતા હતાં. ઘટનાને નજરે નિહાળનારી એક મહિલાએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ કાળા રંગના માસ્ક પહેર્યા હતાં.

- Advertisement -

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિવાદનું કારણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે દુબઇમાં મેચને પરિણામે સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે અશાંતિ ફેલાઈ છે. તેને ધ્યાનમાં રાખીને મહિનાની શરૂઆતમાં પણ પોલીસે કડક પગલાં ભર્યા હતાં અને પૂર્વીય લિસેસ્ટર ક્ષેત્રમાં પોલીસ પગલાં બાદ કુલ 27 લોકોની ધરપકડ કરવામાં આવી.

એક વ્યક્તિ ધારદાર હથિયાર સાથે પકડાયો હતો

પોલીસે કહ્યું કે જે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાંના એક પર હિંસક અથડામણનું કાવતરું ઘડવાનો આરોપ છે અને બીજા પાસે ધારદાર હથિયાર રાખવાનો સંદેહ હતો. લિસેસ્ટરમાં ધાર્મિક ઇમારતની બહાર એક માણસના હાથમાંથી ઝંડો ખેંચી લેવાનો વીડિયો વાઇરલ થયો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!