Sunday, September 25, 2022
Home National આવતીકાલે ગ્વાલિયરમાં લેન્ડ થશે ચિતાનું વિશેષ વિમાન, PM મોદી કરાવશે એન્ટ્રી

આવતીકાલે ગ્વાલિયરમાં લેન્ડ થશે ચિતાનું વિશેષ વિમાન, PM મોદી કરાવશે એન્ટ્રી

  • ભારતમાંથી લુપ્ત થઈ ગયેલા દુર્લભ જંગલી પ્રાણી ચિત્તાની ભારતમાં એન્ટ્રી
  • નામીબિયાથી વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ દ્વારા ભારત લવાશે
  • પાંચ માદા અને ત્રણ નરને કુનો નેશનલ પાર્કમાં લવાશે

ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા (Cheetah) ભારતમાં પરત ફરવા જઈ રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકાર (GOI) એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી (Namibia) વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ (Special Charter Aircraft) દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.

- Advertisement -

આવતીકાલે ચિતાની ફ્લાઈટ મધ્યપ્રદેશના (Madhya Pradesh) ગ્વાલિયરમાં (Gwalior) ઉતરશે. અગાઉ રાજસ્થાનના (Rajasthan) જયપુરમાં (Jaipur) વિમાનને લેન્ડ કરવાની યોજના હતી, પરંતુ લોજિસ્ટિકલ સમસ્યાઓના (Logistic Problems) કારણે તેને ગ્વાલિયરમાં લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરની સવારે, ચિત્તાઓનું વિમાન ગ્વાલિયરમાં ઉતરશે, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) લઈ જવામાં આવશે. નામીબિયાથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે, જેમાં પાંચ માદા અને ત્રણ નરનો સમાવેશ થાય છે.

આ કારણે પ્લેન ગ્વાલિયરમાં લેન્ડ થશે

- Advertisement -

કહેવામાં આવી રહ્યું છે કે ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્કનું અંતર જયપુરની સરખામણીમાં ઓછું છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે ચિત્તાઓને ટુંક સમયમાં નેશનલ પાર્કમાં શિફ્ટ કરી શકાય. ચિત્તાઓને ત્રણ અલગ-અલગ હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચિત્તાઓને નેશનલ પાર્કમાં શિફ્ટ કરવાના કાર્યક્રમમાં સામેલ થશે. આવતીકાલે પીએમ મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદી આઠમાંથી બે ચિત્તાની વાડામાં એન્ટ્રી કરાવશે.

ખાસ વિમાન દ્વારા ચિત્તાઓને પરત લાવવામાં આવી રહ્યા છે

જે પ્લેન દ્વારા ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે તે ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. પ્લેનના ચહેરાને ચિત્તાના ચહેરાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ચિત્તાઓને નામીબિયન એનજીઓ ચિતા સંરક્ષણ ફંડ (CCF)ની મદદથી ભારત લાવવામાં આવી રહી છે.

આ પ્રોજેક્ટ પર પહેલીવાર 2009માં વાતચીત શરૂ થઈ હતી. 2020માં, સુપ્રીમ કોર્ટે નામિબિયાથી ચિત્તાઓને ભારતમાં લાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ.91 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પહેલીવાર બનશે જ્યારે કોઈ માંસાહારી પ્રાણીને એક મહાદ્વીપમાંથી બીજા મહાદ્વીપમાં લાવવામાં આવશે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!