Monday, September 26, 2022
Home National ચાઇનીઝ લોન એપ કેસ : પેટીએમ, રેઝરપે સહિત ઘણી કંપનીઓમાં દરોડા

ચાઇનીઝ લોન એપ કેસ : પેટીએમ, રેઝરપે સહિત ઘણી કંપનીઓમાં દરોડા

  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 46.67 કરોડ જપ્ત કર્યા
  • ઈઝીબઝનાં ખાતામાંથી સૌથી વધુ રકમ જપ્ત
  • 14 સપ્ટેમ્બરથી EDએ સતત દરોડા પાડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં જ ચાઇનીઝ લોન એપ કેસમાં કરાયેલી દરોડાની કાર્યવાહી બાદ વિવિધ બેન્ક ખાતા અને ઇઝીબઝ, રેઝરપે, કેશફ્રી અને પેટીએમના મર્ચન્ટ એકમોના વર્ચ્યુઅલ એકાઉન્ટ્સમાં રખાયેલા 46.67 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા હેઠળ કરાઇ છે.

- Advertisement -

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જાણકારી આપી

ઈડીએ આપેલી જાણકારીમાં કહેવાયું હતું કે ઇઝીબઝ પ્રાઇવેટ લિમિટેડ, પુણેના ખાતામાંથી 33.36 કરોડ, રેઝરપે સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ, બેંગલોરના એકાઉન્ટમાંથી 8.21 કરોડ, કેશફ્રી પેમેન્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બેંગલોરના 1.28 કરોડ અને પેટીએમના નવી દિલ્હીના વર્ચ્યુઅલ ખાતામાંથી 1.11 કરોડ જપ્ત કરાયા છે.

કથિત ગેરરીતિના મામલે દરોડા પડાયા

આ મહિનાની શરૂઆતમાં જ એજન્સીએ રેઝરપે, પેટીએમ અને કેશફ્રીના બેંગલોર સ્થિત પરિસરો પર ચાઇનીઝ એપ આધારિત ફાઇનાન્સ કંપનીઓના સંચાલનમાં કથિત ગેરરીતિના મામલે દરોડાની કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન 17 કરોડ રૂપિયાની મતા જપ્ત કરાઇ હતી.

- Advertisement -

મની લોન્ડરિંગ કેસના કારણે દરોડા

આ મામલે સૌથી તાજેતરમાં 14 સપ્ટેમ્બરે દિલ્હી, મુંબઇ, ગાઝિયાબાદ, લખનઉ અને ગયામાં દરોડાની કાર્યવાહી કરાઇ હતી. મની લોન્ડરિંગનો આ કેસ એપ બેઝ ટોકન એચપીઝેડ સાથે જોડાયેલો છે. ઇડીએ કહ્યું હતું કે, અભિયાન હેઠળ તેના અધિકારીઓએ દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ, પુણે, ચેન્નાઇ, હૈદરાબાદ, જયપુર, જોધપુર ને બેંગલુરુમાં બેન્કો અને પેમેન્ટ ગેટવેના સોળ પરિસરની જડતી લીધી હતી. અને દરોડા દરમિયાન ઘણાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા.

જપ્ત કરાયેલી રકમ અમારી નથીઃ પેટીએમ

રકમ જપ્ત કરાવા અંગે પેટીએમ તરફથી કહેવાયું હતું કે લોન એપ કેસમાં ઇડી દ્વારા જપ્ત કરવામાં આવેલી રકમ પેટીએમની નથી. તે રકમ સ્વતંત્ર મર્ચન્ટ્સના ખાતામાં પડી રહેલી રકમ છે, જેની તપાસ કરાઇ રહી છે. તો બીજી તરફ કેશફ્રી પેમેન્ટ્સના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે આ મામલે ઇડી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં સહકાર કરવાનું ચાલું રાખીશું. ઇડીએ કહ્યું હતું કે એચપીઝેડ ટોકન દ્વારા ગ્રાહકોને બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સી માઇનિંગમાં રોકાણ બદલ તગડા નફાનું વચન અપાયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!