Wednesday, September 28, 2022
Home International ચીન 2025માં વ્યક્તિ દીઠ 2.87 લાખ ડોલરમાં અવકાશની સહેલ કરાવશે : ભારત

ચીન 2025માં વ્યક્તિ દીઠ 2.87 લાખ ડોલરમાં અવકાશની સહેલ કરાવશે : ભારત

  • એલન મસ્કની સ્પેસએક્સ સહેલાણીઓને નજીકનાં ભવિષ્યમાં ચંદ્રનો આંટો ખવડાવવા તૈયાર
  • એલન મસ્ક, જૅફ બેજોસ અને રિચાર્ડ બ્રાન્સને મુસાફરોને અવકાશની સહેલ કરાવી દીધી
  • યાન્ગ યિકિયાન્ગ નામના સિનિયર રોકેટ સાયન્ટિસ્ટે CAS કંપનીની સ્થાપના કરી

અવકાશયાત્રામાં ખાનગી કંપનીઓએ ઝંપલાવ્યા પછી હવે સ્પેસ ટૂરિઝમ આકાર પામી રહ્યું છે. ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA) 2025થી નિયમિત રીતે અવકાશી સહેલ કરાવતા ઉડ્ડયન ચાલુ કરશે. તેમાં એક સીટની અંદાજિત ફી 2,87,200 ડોલર (આશરે 2,29,01,184 રૂપિયા)થી 4,30,800 ડોલર(આશરે 3,43,51,776 રૂપિયા) વચ્ચે રાખવામાં આવશે. CNSA તેને સબઓર્બિટલ ફ્લાઈટ્સ કહે છે. ચીનના આ સાહસમાં યુનાઈટેડ આરબ અમીરાત્સ (UAE)એ પણ હાથ મિલાવ્યા છે. બંને દેશ મળીને ચંદ્ર મિશન પણ કરવાના છે.

- Advertisement -

ચીની ઉદ્યોગ સાહસિક આગવી તૈયારીમાં

યાન્ગ યિકિયાન્ગ નામના સિનિયર રોકેટ સાયન્ટિસ્ટે CAS કંપનીની સ્થાપના કરી છે તે પણ અવકાશી સહેલના ત્રણ મોડ પર અખતરા કરી રહ્યા છે. CNSA અને CAS બંને કંપનીઓ જૅફ બેજોસના બ્લ્યૂ ઓરિજિનની જેમ અવકાશના ઉંબરે એટલે કે ધરતીથી 100 કિલોમીટર ઊંચે લઈ જઈને મુસાફરોને પાછા લઈ આવશે. 100 કિલોમીટર ઊંચાઈને કાર્મેન લાઈન કહેવામાં આવે છે. ત્યાંથી આગળ અવકાશ ચાલુ થઈ જાય છે.

ત્રણ અમેરિકન કંપનીઓની અવકાશી સહેલ ચાલુ

અત્યારે જેફ બેઝોસની બ્લ્યૂ ઓરિજિન અને રિચાર્ડ બ્રાન્સની વર્જિન ગૅલૅક્ટિક કંપની સાહસિક મુસાફરોને ટિકિટ લઈને રોકેટમાં બેસાડી અવકાશનો આંટો ખવડાવવા તૈયાર થઈ ગયા છે. જૅફ બેજોસની બ્લ્યૂ ઓરિજિન કંપનીએ તો ચાલુ વર્ષમાં અવકાશની દસ-દસ મિનિટની ત્રણ યાત્રાઓ સફળતાપૂર્વક પાર પાડી દીધી છે. વર્જિન ગૅલૅક્ટિક કંપનીએ એક યાત્રા પૂર્ણ કરી લીધી છે અને હવે બીજી સહેલની તૈયારી ચાલી રહી છે. એલન મસ્કની સ્પૅસ ઍક્સ કંપનીએ ટિકિટ ખરીદનાર ચાર સાહસિકોને ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં બેસાડીને ત્રણ દિવસની સહેલ કરાવી હતી.

- Advertisement -

ભારત સરકારે પણ તૈયારી ચાલુ કરી

ચીનની જાહેરાત પછી ભારત સરકારે પણ સંકેત આપ્યા છે કે ISROના સહયોગથી નજીકના ભવિષ્યમાં ટિકિટ ખર્ચનાર મુસાફરોને અવકાશની સહેલ કરાવવાની ફ્લાઈટ્સ ચાલુ કરવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!