Sunday, September 25, 2022
Home Gujarat સરદાર સરોવર ડેમ છલકાયો: મુખ્યમંત્રીએ માં નર્મદાના વધામણાં કર્યા

સરદાર સરોવર ડેમ છલકાયો: મુખ્યમંત્રીએ માં નર્મદાના વધામણાં કર્યા

  • CM ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
  • નર્મદા ડેમમાં હાલ 2,11,066 ક્યુસેક પાણીની આવક
  • 23 દરવાજા મારફતે 1,50,000 ક્યુસેક નદીમાં છોડાયું

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે ડેમની જળસપાટી મહત્તમ સ્તર પર પહોંચી છે. ડેમમાં હાલ પાણીનું સ્તર 138.68 મીટરે પહોંચ્યું છે. આથી ડેમના 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરદાર સરોવર ડેમની મુલાકાતે પહોંચ્યા હતા અને માં નર્મદાના વધામણા કર્યા હતા.

- Advertisement -

નર્મદા ડેમમાં હાલ 2,11,066 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આથી 23 દરવાજા મારફતે 1,50,000 ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આજે આ ઐતિહાસિક પળને માણવા અને નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી સરદાર સરોવર ડેમ પર પહોંચ્યા હતાં અને બ્રાહ્મણો દ્વારા પૂજા કરી માં નર્મદાના નીરના વધામણાં કર્યા હતા. સાથે જ શ્રીફળ, ચૂંદડી અને પુષ્પ ચઢાવી માતાજીની આરતી કરી હતી. મુખ્યમંત્રીની સાથે સાંસદ ગીતાબેન રાઠવા સહિતના ભાજપના અનેક આગેવાનો ડેમ પર પહોંચ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકાર નર્મદા ડેમ છલોછલ ભરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદીવસ નિમિત્તે ભેટ આપશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

Recent Comments

- Advertisment -
error: Content is protected !!