Saturday, October 1, 2022
Home Gujarat ગિફ્ટ સિટી ખાતે 'IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ'નું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

ગિફ્ટ સિટી ખાતે 'IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ'નું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રી

  • ગુજરાત IT/ITeS નીતિ થકી ગુજરાતમાં IT ક્ષેત્રમાં અપ્રતિમ મૂડીરોકાણ થયા
  • નવી IBM ઇન્ડિયા સૉફ્ટવેર લેબ ડિજિટલ પરિવર્તનને વેગ આપશે
  • IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ IT પ્રોફેશનલ્સ માટે નવિન નોકરીઓનું સર્જન કરશે

ભારતે ગ્લોબલ આઇટી ઇકોસિસ્ટમમાં લીડર તરીકે પોતાની ઓળખ બનાવી છે. ત્યારે, ગુજરાત પણ વિશ્વ સાથેની સ્પર્ધામાં પ્રવેશી ચૂક્યું છે. તેના ભાગરૂપે, ગાંધીનગર પાસે આવેલા ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી) ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ’નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતે ગ્લોબલ આઇટી ઇકોસિસ્ટમમાં લીડર તરીકે પોતાની ઓળખ બનાવી છે ત્યારે ગુજરાત વિશ્વ સાથેની સ્પર્ધામાં પ્રવેશી ચૂક્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાહસિક નેતૃત્વ હેઠળ ભારતીય IT ક્ષેત્રે રોજગાર અને આર્થિક મૂલ્ય નિર્માણના સંદર્ભમાં વૈશ્વિક IT લેન્ડસ્કેપમાં આપણા રાષ્ટ્રને નેતૃત્વની સ્થિતિએ સ્થાન અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ફેબ્રુઆરી-2022માં ગુજરાત IT/ITeS નીતિ (2022-27) લોન્ચ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ખુબ જ ટૂંકા સમયગાળામાં IT ક્ષેત્રમાં ખુબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ ગુજરાતમાં થયા છે. છેલ્લા છ મહિનામાં ગુજરાતમાં 15થી વધારે MOU થયા છે.

- Advertisement -

મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, ટોચની IT કંપની IBM એ એડવાન્સ રિસર્ચ અને ઇનોવેશન ફેસિલિટી સોફ્ટવેર લેબનો ગિફ્ટ સિટીમાં પ્રારંભ કર્યો છે. આ લેબ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૌશલ્ય નિર્માણને વેગ આપશે અને ગુજરાતના કુશળ યુવા આઈટી પ્રોફેશનલ્સ માટે નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે. ગુજરાત IT/ITeS પોલિસી અંતર્ગત AI, CLOUD, IoT, બ્લોકચેન જેવી નવીન ટેક્નોલોજીઓમાં જાગરુકતા ધરાવતા કુશળ IT મેનપાવર તૈયાર કરવા અને તેમના માટે મૂલ્ય આધારિત નવીનતા માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, નવી IBM ઇન્ડિયા સૉફ્ટવેર લેબ રાજ્યની ડિજિટલ મહત્ત્વાકાંક્ષાઓને ઉત્પ્રેરિત કરશે, તે ઉપરાંત યુવાનો માટે નોકરીની નવીન તકો પણ ઊભી કરશે અને તેના ટેક-સેવી વ્યાવસાયિકોની ડિજિટલ કુશળતાને મજબૂત કરી રાજ્યના ડિજિટલ પરિવર્તનને વેગ આપશે. રાજ્યમાં અનેક યુવા પ્રતિભાઓ છે જે ડિજિટલ ટેક્નોલોજીમાં અત્યંત કુશળ છે અને નાગરિકો અને વ્યવસાયોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરા, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રે, IBM કંપનીના સિનિયર વાઇસ પ્રેસડેન્ટ ટોમ રોસામેલિયા, સીએચઆરઓ નિકલ લેમોરા, IBM સોફ્ટવેરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્મા સહિત IBMના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!