Monday, September 26, 2022
Home Gujarat નર્મદા ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણાં કર્યા

નર્મદા ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણાં કર્યા

  • નર્મદા ડેમ 2019,2020 પછી ત્રીજીવાર આ વર્ષે છલકાયો
  • સરદાર સરોવરમાં જળસ્તર 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ
  • ઊંચાઈથી ફેટો લેતા તસવીરકારને CMઈ કહ્યું, ભાઈ મને તમારી સુરક્ષાની ચિંતા થાય છે

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવભરી ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સરદાર સરોવર નર્મદા ડેમ 2019 અને 2020 પછી આ વર્ષે ત્રીજીવાર પૂર્ણ જળાશય સપાટીએ છલકાયો છે.

- Advertisement -

એકતાનગર ખાતે નમામી દેવી નર્મદે ના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. આ હર્ષના પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પુરોહિતો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે શ્રાધ્ધા અને ભાવ સાથે નર્મદા પૂજન કર્યું હતું અને આખા ગુજરાતના ક્ષેમકુશળની પ્રાર્થના કરી હતી. તેમણે નર્મદા માતાને શ્રાીફ્ળ, દૂધ, ચૂંદડી અને પુષ્પો તથા પવિત્ર દ્રવ્યો અર્પણ કરી જળને વધાવ્યું હતું.

ડેમમાં પાણીથી રાજ્યના ગામો, નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્ડ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈના હેતુ માટે પાણી મળશે.

ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફ્લામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદા જળ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતના 9104 ગામો, 169 શહેરો અને 7 મહાનગરપાલિકા મળી રાજ્યની 4 કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે. 63,483 કિલોમીટર લંબાઇના નહેરના કામો પૂર્ણ થઇ ગયા છે તેના પરિણામે કચ્છ સહિત રાજ્યના 17 જિલ્લાના 78 તાલુકાની 16.99 લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે. આ અવસરે રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી, સંસદ સભ્ય મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, મુખ્ય ઈજનેર કાનૂન્ગો સહિત વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઊંચાઇથી ફેટો લેતા તસવીરકારને CMએ સ્નેહથી કહ્યું, ભાઈ મને તમારી સુરક્ષાની ચિંતા થાય છે

- Advertisement -

એકતાનગર (કેવડીયા કોલોની) ખાતે જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 146.5 મીટરની ઊંચાઈએ આવેલા પોઇન્ટ પરથી સરદાર સરોવર જળાશયનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે એક ફેટોગ્રાફ્ર અસલામત પાળી પર ચડીને એમનો ફેટો લઈ રહ્યો હતો. એ જોઈને મુખ્યમંત્રીએ તુરત જ પ્રેમપૂર્વક એમને નીચે ઉતરી સલામત જગ્યાએથી ફેટો લેવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્નેહ મિશ્રિાત ચિંતા સાથે કહ્યું હતું કે, ભાઈ, મને તમારી સુરક્ષાની ચિંતા થાય છે. મુખ્યમંત્રીની આ સંવેદનશીલતા ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!