Monday, September 26, 2022
Home National ભારતમાં પણ હવે જોવા મળશે ચિત્તા, જન્મદિવસે વડાપ્રધાન દેશને આપશે ભેટ

ભારતમાં પણ હવે જોવા મળશે ચિત્તા, જન્મદિવસે વડાપ્રધાન દેશને આપશે ભેટ

  • વડાપ્રધાન મોદી ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં પ્રવેશ કરાવશે
  • દક્ષિણ આફ્રિકાથી આઠ ચિત્તા લાવવાના છે
  • મુઘલ સમ્રાટ અકબર પાસે લગભગ 1000 જેટલા ચિત્તા હતા

PM મોદી પોતાના જન્મદિન એટલેકે 17 સપ્ટેમ્બર મધ્યપ્રદેશ રહેવાના છે. આ અવસરે વડાપ્રધાન તેમના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં આવતા ચિત્તાઓને મળશે. આ દિવસે દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓની એક ટીમ શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં આવી રહી છે. વડાપ્રધાન મોદી આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં પ્રવેશ કરાવશે.

- Advertisement -

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કેબિનેટ બેઠકની અધ્યક્ષતામાં આ માહિતી આપી હતી. દક્ષિણ આફ્રિકાથી આઠ ચિત્તા અહીં લાવવાના છે. આ ચિત્તા દક્ષિણ આફ્રિકાથી હવાઈ માર્ગે જોહાનિસબર્ગ પહોંચશે અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવશે. ત્યારપછી આ ચિત્તાઓને ચાર્ટર પ્લેન દ્વારા દિલ્હીથી ગ્વાલિયર લાવવાની યોજના છે, ત્યારબાદ તે ચિત્તાઓને રોડ કે હવાઈ માર્ગે કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે. વડાપ્રધાનના રોકાણ દરમિયાન શ્યોપુરમાં કુલ સાત હેલિપેડ બનાવવામાં આવનાર છે, જેમાંથી ત્રણ હેલિપેડ નેશનલ પાર્કની અંદર અને ચાર બહાર તૈયાર કરવામાં આવશે

ફિરોઝ શાહ તુગલકને મધ્યયુગ સમયમાં શિકારના હેતુઓ માટે ચિત્તાઓને રાખનાર પ્રથમ શાસક માનવામાં આવે છે. મુઘલ સમ્રાટ અકબર પાસે લગભગ 1000 જેટલા ચિત્તા હતા. દેશમાં છેલ્લો ચિત્તો 1947માં હાલના છત્તીસગઢમાં મૃત્યુ પામ્યો હતો, જે અગાઉ મધ્ય પ્રદેશનો ભાગ હતો અને 1952માં આ પ્રજાતિને લુપ્ત જાહેર કરવામાં આવી હતી.

‘ભારતમાં આફ્રિકન ચિતા પરિચય પ્રોજેક્ટ’ની કલ્પના 2009માં કરવામાં આવી હતી. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓ માટે સારો શિકાર છે. જાન્યુઆરી 2022માં, પર્યાવરણ મંત્રી ભૂપેન્દર યાદવે કુનો નેશનલ પાર્ક પર ભાર મુકીને ભારતમાં ચિત્તાઓને ફરીથી લાવવા માટેનો એક્શન પ્લાન શરૂ કર્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!