Tuesday, September 27, 2022
Home National ચંડીગઢ યુનિવર્સિટી વીડિયોકાંડ : ભૂતકાળમાં થયેલા MMS કાંડ ફરી તાજા થયા

ચંડીગઢ યુનિવર્સિટી વીડિયોકાંડ : ભૂતકાળમાં થયેલા MMS કાંડ ફરી તાજા થયા

  • ડીપીએસ સ્કૂલ અને એન.ડી.તિવારી જેવા એમએમએસકાંડ ભૂતકાળમાં પણ સનસનાટી સર્જી ચૂક્યા છે
  • વર્ષ 2009માં આંધ્રપ્રદેશના રાજ્યપાલ એન. ડી .તિવારીની સેક્સ સીડી બહાર આવી હતી
  • 89 વર્ષના તિવારીને આંધ્રના રાજ્યપાલપદેથી આપવું પડયું હતું રાજીનામુ

ચંડીગઢ યુનિવર્સિટીઓની વિદ્યાર્થીઓના સ્નાન કરતી વખતના વીડિયો તૈયાર કરવાને મુદ્દે હાલમાં દેશભરમાં હોબાળો સર્જાયો છે. વિદ્યાર્થિનીઓ આજે ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરી રહી છે. યુનિવર્સિટી તો છ દિવસથી બંધ છે. આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવીને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. આંદોલને દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. દેશમાં અશ્લીલ વીડિયો વાઇરલ થતાં હોબાળો સર્જાયો હોય તેવું પહેલી જ વાર નથી બની રહ્યું. અવિભાજિત ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન રહેલા અને એક સમયે કોંગ્રેસના ટોચના નેતામાં જેમની ગણના થતી હતી તે એન. ડી. તિવારીને તો 89 વર્ષની ઉંમરે ફજેતીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -

એન. ડી. તિવારી શરમજનક સ્થિતિમાં મુકાયા ત્યારે એન. ડી. તિવારી વર્ષ 2009માં આંધ્રપ્રદેશના રાજ્યપાલ હતા. તેમની કહેવાતી સેક્સ સીડી સામે આવતાં સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં ભૂકંપ આવ્યો હતો. ચોમેર આ સીડીની ચર્ચા હતી. તે સીડીમાં એન. ડી. તિવારી ત્રણ મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. તેલુગુ ચેનલે તે વીડિલો ક્લીપનું પ્રસારણ કર્યું હતું. રાજકીય ભૂકંપ સર્જાતા એન. ડી. તિવારીને રાજ્યપાલપદેથી રાજીનામું આપવું પડયું હતું. જોકે તિવારીએ સીડીમાં દેખાતી વ્યક્તિ પોતે જ હોવાનો ઇનકાર કરી દીધો હતો. તેમનું કહેવું હતું કે સીડી પાછળ વિરોધીઓનો હાથ છે.

દિલ્હીની ડીપીએસ સ્કૂલના વીડિયોકાંડે પણ હલચલ સર્જી હતી

હાલમાં ચંડીગઢ યૂનિવર્સિટીમાં બન્યો છે તેવો કેસ દિલ્હીની ડીપીએસ સ્કૂલમાં પણ બન્યો હતો. વર્ષ 2004માં આ ઘટનાએ મોટો હોબાળો સર્જ્યો હતો. દિલ્હીની આર.કે.પુરમ શાળાના એક સગીર વિદ્યાર્થીએ પોતાની સાથે જ ભણી રહેલી વિદ્યાર્થીનીનો વીડિયો બનાવી લીધો હતો અને પછી તેને વાયરલ કરી દીધો હતો. તે એમએમએસ તો પોર્ન સાઇટ સુધી પહોંચી ગયો હતો. તે વીડિયોને મુદ્દે દેશભરમાં હોબાળો મચ્યો હતો. દિલ્હી પોલીસે મીડિયા અહેવાલો આધારે આ કેસમાં કાર્યવાહી કરી હતી. આ કૌભાંડ એટલું ચર્ચામાં રહ્યું હતું કે ‘સેક્સ ઔર ધોખા’ અને ‘રાગિની એમએમએસ’ જેવી ફિલ્મો પણ આ કાંડ આધારે જ બની હતી.

મિસ જમ્મુ અનારા ગુપ્તાના વીડિયોએ પણ હોબાળો સર્જ્યો હતો

- Advertisement -

આજકાલ ભોજપુરી ફિલ્મોમાં અભિનય આપી રહેલી અનારા ગુપ્તાની એક પોર્ટ સીડી પણ વર્ષ ૨૦૦૪માં ચર્ચામાં આવી હતી. વર્ષ ૨૦૦૧માં મિસ જમ્મૂનો ખિતાબ જીતી ચૂકેલી અનારાની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને 10 દિવસ સુધી અટકાયતમાં રાખી હતી. હકીકતે જે પોર્ન વીડિયો વાઇરલ થયો હતો તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં અનારા ગુપ્તા જોવા મળી રહી છે. જોકે અનારા ગુપ્તાએ તે સમયે એક કેબલ ટીવી ઓપરેટર નરિન્દર કોહલી સામે આરોપ મૂક્યા હતા કે તેણે તેના પર દુષ્કર્મ આચરીને તેને પોર્નના બિઝનેસમાં ધકેલી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!