Tuesday, September 27, 2022
Home National ચંદીગઢ: 60 યુવતીઓનો નહાતો વીડિયો વાયરલ, આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ

ચંદીગઢ: 60 યુવતીઓનો નહાતો વીડિયો વાયરલ, આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ

  • યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની પર આરોપ છે કે તેણે નહાતી વખતે છોકરીઓનો વીડિયો વાયરલ કર્યો
  • યુવતીઓનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કરનાર યુવક શિમલાનો રહેવાસી છે
  • વાયરલ વીડિયોને લઈને ખાનગી યુનિવર્સિટીમાં ભારે હોબાળો 

પંજાબના મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડી સાંજે વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે એક વિદ્યાર્થિનીએ નહાતી વખતે ઘણી વિદ્યાર્થિનીઓનો વીડિયો વાયરલ કર્યો છે. પોલીસે આ મામલામાં FIR નોંધી આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી લીધી છે.

- Advertisement -

ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીમાં ભારે હોબાળો થયો હતો. આરોપ છે કે ગર્લ્સ હોસ્ટેલની એક યુવતીએ નહાતી વખતે અન્ય 60 યુવતીઓનો વીડિયો બનાવીને યુવકોને મોકલી દીધો હતો. છોકરાઓએ તે વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી છોકરીઓના ઘણા સમય સુધી નહાતી વખતે એક વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ મામલો દબાવવા માટે તેમના પર દબાણ કરી રહ્યું છે. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ મોડી રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાયરલ વીડિયોને લઈને 8 છોકરીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના પણ સમાચાર છે.

- Advertisement -

કહેવામાં આવી રહ્યું છે કે, જે યુવતી પર અન્ય છોકરીઓના વીડિયો વાયરલ કરવાનો આરોપ છે તેને હોસ્ટેલના રૂમમાં બંધ રાખવામાં આવી છે. હંગામો એટલો વધી ગયો હતો કે સુરક્ષાકર્મીઓએ યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસના વાહનો પલટી નાખ્યા હતા, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે યુવતીઓનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ કરનાર યુવક શિમલાના રહેવાસી છે. આરોપી યુવતી ખાનગી યુનિવર્સિટીમાં ગર્લ્સના બાથરૂમની અંદરથી વીડિયો બનાવતી વખતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે, જેનો વીડિયો યુનિવર્સિટીના વિદ્યાર્થીએ યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!