Sunday, September 25, 2022
Home Gujarat સત્યાગ્રહ છાવણી પાસે પોલીસ પરિવાર અને LRD મહિલા ઉમેદવારોનું ચક્કાજામ

સત્યાગ્રહ છાવણી પાસે પોલીસ પરિવાર અને LRD મહિલા ઉમેદવારોનું ચક્કાજામ

  • સ્વર્ણિમ પાર્કમાં આરોગ્ય કર્મચારીઓએ ભુખ હડતાલ
  • આરોગ્ય કર્મચારીઓની ભુખ હડતાલનો આજે ત્રીજો દિવસ
  • રસ્તા પર બેસી જઈ LRD મહિલાઓએ ટ્રાફિક જામ કર્યો

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આજે પોલીસ પરિવાર અને LRD મહિલા ઉમેદવારોએ રસ્તા પર ચક્કાજામ કર્યુ હતું. આંદોલનકર્તાઓ રસ્તા પર બેસી જતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેઓની અટકાયત કરી હતી. બીજતરફ સ્વર્ણિમ પાર્ક ખાતે આજે આરોગ્ય કર્મચારીઓએ ભુખ હડતાલ શરૂ રાખી હતી.

- Advertisement -

આજે વિધાનસભા બે દિવસના ટુંકા સત્રનો અંતિમ દિવસ હતો. આ દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે LRD મહિલા ઉમેદવારો અને પોલીસ પરિવાર દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. LRD મહિલાઓ વર્ષ 2018માં લેવાયેલી LRDની ભરતીમાં થયેલા અન્યાય મામલે ન્યાય અપાવવા માંગ સાથે પાટનગરમાં છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહી છે. તેઓએ સત્યાગ્રહ છાવણી ખાતે ધામા નાખ્યા છે. મહિલા ઉમેદવારોનો આરોપ છેકે, 1 ઓગષ્ટ 2018નો ઠરાવ ચાલુ ભરતી દરમિયાન રદ્દ થતા 313 જેટલી બિનઅનામત મહિલા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેવુ પડયુ છે. તેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઇ ગયા છે. તેમ છતા હજુ ઓર્ડર મળ્યો નથી. આજે આ મહિલા ઉમેદવારો વિફરી હતી. તેઓએ ઘ રોડ પર રસ્તા પર આવીને ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર બેસી જતા બંને તરફનો ટ્રાફિક થમી ગયો હતો. મહિલા ઉમેદવારોએ ન્યાય આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. બીજીતરફ બંદોબસ્તમાં રહેલી પોલીસે ત્યારબાદ આ મહિલા ઉમેદવારોને દુર કરી ડિટેઇન કરી હતી.

જ્યારે પોલીસ પરિવારના સદસ્યો રહેમરાહે નોકરીની માંગણીને લઇને આંદોલન પર ઉતર્યા હતા. તેઓઅ ે પણ આજે સત્યાગ્રહ છાવણી ખાતે ઘ રોડ પર આંદોલન કર્યુ હતું. એક સમયે આ આંદોલનકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે રસ્તો બ્લોક થઇ ગયો હતો. ટ્રાફિક અટવાઇ જતા પોલીસે આંદોલનકારીઓને ખદેડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષે ઘર્ષણ થયુ હતું. પોલીસે અહિથી 200 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

જ્યારે પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓનું પણઆંદોલન આજે શરૂ રહ્યુ હતું. તેઓ બે દિવસથી ભુખહડતાલ પર છે. સ્વર્ણિમ પાર્ક ખાતે આરોગ્યના કર્મચારીઓએ ડેરાતંબુ તાણ્યા છે. તેઓએ આજે પોતાની માંગણીઓને લઇને સુત્રોચ્ચાર કર્યા હતા. આવતીકાલે પણ તેઓ દ્વારા ભુખ હડતાલ શરૂ રાખવામાં આવશે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!