Monday, September 26, 2022
Home National ચાઇલ્ડ પોર્ન વિરુદ્ધ CBIનું ઓપરેશન મેઘચક્ર, 20 રાજ્યમાં 56 સ્થળે દરોડા

ચાઇલ્ડ પોર્ન વિરુદ્ધ CBIનું ઓપરેશન મેઘચક્ર, 20 રાજ્યમાં 56 સ્થળે દરોડા

  • સિંગાપુર- ન્યૂઝી.ના ઇન્ટરપોલના ઇનપુટના આધારે કાર્યવાહી
  • CBI એપ્રિલમાંઆંતરરાષ્ટ્રીય એન્ટિ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ ડેટાબેઝનો ભાગ બની હતી
  • ઇન્ટરનેશનલ ઇન્ટરપોલ યુનિટ પાસે લગભગ 27 લાખ કરતા વધારે ફોટો અને વીડિયોનો ડેટાબેઝ

ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટિરિયલ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ દેશના 20 રાજ્યમાં 56 સ્થળે દરોડાની કાર્યવાહી કરી હતી. આ દરોડા ઓપરેશન મેઘચક્ર હેઠળ પડાયા છે. સિંગાપુર અને ન્યૂઝીલેન્ડના ઇન્ટરપોલ એકમના ઇનપુટના આધારે સીબીઆઇએ આ ઓપરેશનને અંજામ આપ્યો છે.CBIએ જાણકારી આપી હતી ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી ઘણી એવી ગેંગ ચિન્હિત કરી છે, જે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટિરિયલનો બિઝનેસ કરે છે. તે સિવાય આ લોકો બાળકોનું ફિઝિકલી બ્લેકમેલ પણ કરે છે. CBI એપ્રિલમાં ઇન્ટરપોલના આંતરરાષ્ટ્રીય એન્ટિ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ ડેટાબેઝનો ભાગ બની હતી. આધુનિક એનાલિટિક્સ સોફ્ટવેરના ઉપયોગથી આરોપીઓની ઓળખ જલદી થઇ શકશે. તપાસ એજન્સી 67 દેશની એજન્સીઓના એક પસંદગીના સમુહમાં છે, જે આ ડેટાબેઝ સાથે જોડાયેલી છે. અહેવાલો અનુસાર ઇન્ટરનેશનલ ઇન્ટરપોલ યુનિટ પાસે લગભગ 27 લાખ કરતા વધારે ફોટો અને વીડિયોનો ડેટાબેઝ છે, જે દુનિયાભરમાં દર રોજ સાત પીડિતોની ઓળખ કરવામાં મદદ કરે છે. આ ડેટાબેઝ અનુસાર હજુ સુધીમાં 27 હજાર કરતા વધારે પીડિત અને 12 હજાર કરતા વધારે આરોપીની ઓળખ કરવામાં આવી છે. આ સોફ્ટવેર તપાસ અધિકારીઓ સાથે જાણકારી શેર કરવામાં મદદ કરવાની સાથે જ સમય પણ બચાવે છે.

- Advertisement -

19 સપ્ટેમ્બરે સુપ્રીમે માગ્યો હતો જવાબ

ગત 19 સપ્ટેમ્બરના રોજ ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને સોશિયલ મીડિયા પર દુષ્કર્મના વીડિયો અપલોડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન કોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને પૂછયું હતું કે તેને રોકવા માટે કયા પગલાં ઉઠાવવામાં આવ્યા છે. તે સિવાય કોર્ટે ફેસબુક, ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા કંપનીઓને પણ છ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

2021માં ઓપરેશન કાર્બન ચલાવાયું હતું

સીબીઆઇએ સિંગાપુર મારફત આ ગુપ્ત જાણકારી મેળવી હતી. 2021માં સીબીઆઇએ ઓપરેશન કાર્બન ચલાવ્યું હતું. તે દરમિયાન દેશમાં 83 લોકો વિરુદ્ધ 76 ઠેકાણે દરોડા પડાયા હતા અને ધરપકડોને અંજામ અપાયો હતો. અહેવાલો અનુસાર સીબીઆઇએ સીએસઇએમને ઓનલાઇન શેર કરવામાં સામેલ લોકોની તપાસ કરી રહી છે. આવા રેકેટને એક વ્યક્તિ અથવા એક સંગઠનને સ્તર પર પણ ચલાવાય છે. ઓપરેશનનું ખાસ નિશાન ક્લાઉડ સ્ટોરેજ ફેસિલિટી છે, જેની મદદથી પેડલર સગીરો સાથે જોડાયેલી જાતીય સામગ્રીને સર્ક્યુલેટ કરે છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!