Monday, September 26, 2022
Home National બિહારના રાજકારણમાં હડકંપ : નાયબ મુખ્યમંત્રીને ફરી જેલમાં ધકેલવા CBIએ કરી તૈયારી

બિહારના રાજકારણમાં હડકંપ : નાયબ મુખ્યમંત્રીને ફરી જેલમાં ધકેલવા CBIએ કરી તૈયારી

  • ના.મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ સામે જૂના કેસ મુદ્દે કાર્યવાહી
  • તેજસ્વી યાદવના જામીન રદ કરવા CBIની દિલ્હી કોર્ટમાં અરજી
  • યાદવ 2018ના IRCTC ટેન્ડર કૌભાંડમાં જામીન પર બહાર છે

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સીબીઆઈએ તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. ત્યારબાદ કોર્ટે તેજસ્વી યાદવને પણ નોટિસ પાઠવી છે. આ અરજી બાદ સીબીઆઈની વિશેષ કોર્ટે તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યા છે. CBIની સ્પેશિયલ કોર્ટમાં આપવામાં આવેલી અરજી બાદ બિહારના રાજકારણમાં હડકંપ મચ્યો છે. ઉલ્લેખનિય છે કે, તેજસ્વી યાદવ પર IRCTC ટેન્ડર કૌભાંડનો આરોપી છે અને હાલ જામીન પર બહાર છે.

- Advertisement -

તેજસ્વી યાદવ પર સંકટ

વિશેષ CBI જજ ગીતાંજલિ ગોયલે તેજસ્વી યાદવને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કોર્ટે તેજસ્વીને કહેવામાં આવ્યું છે કે, શા માટે તેમની જામીન રદ કરવામાં ન આવે. CBI સૂત્રોનું કહેવું છે કે આ અરજી IRCTC ટેન્ડર કૌભાંડને લઈને આપવામાં આવી છે.

તેજસ્વી 2018થી જામીન પર બહાર

દરમિયાન તેજસ્વી યાદવ IRCTC ટેન્ડર કૌભાંડ કેસમાં વર્ષ 2018થી જામીન પર બહાર છે. આ કેસમાં સીબીઆઈએ પહેલા જ તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કલમ 420, 120બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.

- Advertisement -

…તો તેજસ્વીને 7 વર્ષની જેલ થશે

આ કેસમાં જો કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલમાં યોગ્ય પુરાવા અને સાક્ષીઓ સામે આવે તો તેજસ્વી મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો કેસ સાચો સાબિત થાય તો તેજસ્વી પર વિવિધ જે કલમો લગાવાઈ છે, જેમાં તેઓને સાત વર્ષની જેલ થઈ શકે છે. આ કેસમાં જ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેજસ્વી અને તેની માતા રાબડી દેવીને જામીન આપ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

નવલાં નોરતામાં ખોડલધામમાં ભક્તિમય માહોલ, પાટીદાર ભક્તોએ કરી પદયાત્રા

આજથી નવ દિવસ મહા આરતી ધજા રોહણ સહિતના કાર્યક્રમોખોડલધામ ખાતે આજે સવારથી જન સમુદાય ઉમટી પડ્યો નરેશ પટેલની આગેવાનીમાં પદયાત્રા યોજાય હતી પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર...

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત | કુલ્લુમાં અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં...

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!