Monday, September 26, 2022
Home Gujarat Vadodara સાવલીમાં ધોરણ 9, 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સાવલીમાં ધોરણ 9, 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સાવલી હાઇસ્કુલ સાવલીમાં શિક્ષણ વિભાગ, શ્રમ, કૌશલ્યવિભાગ રોજગાર, આરોગ્ય, પરીવારકલ્યાણ વિભાગ ના સહયોગથી તાલુકાકક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી બનાવવા નવી દિશા નવું ફલક માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

રાજ્યસરકાર દ્વારા રાજ્યના અલગઅલગ તાલુકામાં ધોરણ ૯, ૧૦, ૧૨માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય કારકિર્દી નિર્માણ માટે યોગ્ય દિશા મળે તે આશયથી નવીદિશા નવુફલક અંતર્ગત 1 થી 6 જૂન સુધી મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની વરચુઅલ હાજરીમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું.

- Advertisement -

સાવલીમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

જે અંતર્ગત સાવલી તાલુકા કેળવણી મંડળ સંચાલિત સાવલી હાઇસ્કુલ સાવલીમાં શિક્ષણ વિભાગ દ્વારા શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ, આરોગ્ય, પરીવાર કલ્યાણ, કૃષિ અને પશુપાલન વિભાગ ના સહયોગ થી તાલુકા કક્ષાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે નવી દિશા નવું ફલક અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો ધોરણ ૯, ૧૦, ૧૨ પછી રોજગારલક્ષી ભણતર અને વિવિધ પ્રકારના કોર્ષ તેની વિશેષતા અને પ્રવેશ કેવીરીતે ક્યાં મેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જેમાં 700 થી વધુ વિદ્યાર્થીઓ ને આરોગ્ય વિભાગ ના મેડિકલઓફિસર ધીરેન બારોટ, રોજગાર અને તાલીમ વિભાગ વડોદરાના ઝાહીદ રાજ સાવલી આઇટીઆઈ ના એલ.વી. ચારણ કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ પરીખ, આચાર્ય મુકેશ પટેલએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી પ્રેરિત કર્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી એ ઓન સ્ક્રીન વર્ચ્યુઅલ હાજરી આપી ભવિષ્ય નિર્માણ માર્ગદર્શન સેમિનાર માં માર્ગદર્શન મેળવી સફળકારગીરદી નું નિર્માણ કરે તે માટે વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા

અહેવાલ : સૈયદ મુસ્તાક અલી, સાવલી
- Advertisement -
RELATED ARTICLES

વડોદરા શહેર ના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગાય ભેટી મારતા વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેને લઈને આજે કોંગ્રેસના નેતાઓ દ્વારા પરિવારની મુલાકાત કરવામાં આવી

વડોદરા શહેર માં ભેટી આંખે ગંભીર ઇજા પામનાર આર્થિક સહાય ચૂકવવાની વિપક્ષ નેતા માગણી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખીને વિદ્યાર્થીને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!