Tuesday, September 27, 2022
Home National BJPની નાવ પર સવાર થશે કેપ્ટન અમરિંદર સિંહ, 19 તારીખે કરશે એલાન

BJPની નાવ પર સવાર થશે કેપ્ટન અમરિંદર સિંહ, 19 તારીખે કરશે એલાન

  • કેપ્ટન અમરિંદર સિંહ તેમની નવી પાર્ટી લોક કોંગ્રેસને બીજેપીમાં વિલય કરશે
  • નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં જોડાશે
  • પંજાબના અડધા ડઝનથી વધુ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા કેપ્ટન અમરિંદર સિંહે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. હકીકતમાં, કેપ્ટન અમરિંદર સિંહ તેમની નવી પાર્ટી લોક કોંગ્રેસને બીજેપીમાં વિલય કરવા જઈ રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત આ મહિનાની 19 તારીખે થઈ શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં બીજેપીનું પ્રાથમિક સભ્યપદ લેશે.

- Advertisement -

વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયો હતો

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કેપ્ટન ખૂબ જ ચિંતિત હતા. એટલા માટે તેમણે હવે ભાજપ સાથે જવાનું મન બનાવી લીધું છે. તેમની સાથે પંજાબના અડધા ડઝનથી વધુ પૂર્વ ધારાસભ્યો પણ તે જ દિવસે ભાજપમાં જોડાશે.

 પુત્ર અને પુત્રી પણ સામેલ થશે

કેપ્ટન અમરિન્દર સિંહના પુત્ર રાનીન્દર સિંહ, પુત્રી જય ઈન્દર કૌર અને પૌત્ર નિર્વાન સિંહ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપ સાથે કેપ્ટન અમરિન્દર સિંહના સંબંધો ખૂબ જ ગાઢ છે અને વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ જ આ અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી.

- Advertisement -

પોતાની સીટ પણ બચાવી શક્યા ન હતા

કોંગ્રેસ છોડીને આવેલા કેપ્ટન અમરિંદર સિંહ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. તેમની પાર્ટીના ઘણા ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં કેપ્ટન કંઈ ખાસ ઉકાળી શક્યા નહી. તેઓ તેમની પટિયાલા બેઠક પણ આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી સામે હારી ગયા હતા. અજીત પાલ સિંહ કોહલીએ મોટા અંતરથી હરાવ્યા હતા. કેપ્ટનને 28007 વોટ મળ્યા. જ્યારે કોહલીને 47,704 વોટ મળ્યા હતા.

કોંગ્રેસમાં પત્ની

કૅપ્ટન અમરિંદર સિંહને ગયા વર્ષે કૉંગ્રેસ દ્વારા મુખ્ય પ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા જ્યારે પંજાબ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે તેમના મતભેદ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. જણાવી દઈએ કે તેમની પત્ની હજુ પણ કોંગ્રેસ સાંસદ છે અને તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!