Wednesday, September 28, 2022
Home National SCO સમિટમાં મળ્યા પીએમ-જિનપીંગ | કેપ્ટન અમરિંદર સિંહનું થઇ શકે છે ભગવાકરણ

SCO સમિટમાં મળ્યા પીએમ-જિનપીંગ | કેપ્ટન અમરિંદર સિંહનું થઇ શકે છે ભગવાકરણ

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ રહી છે. આ સમિટમાં વડાપ્રધાન મોદી ની સાથે સાથે અનેક દેશોના વડાઓએ હાજરી આપી હતી તો આગામી SCO સમિટની બેઠક ભારતમાં યોજાવા જઈ રહી છે જેને લઈને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદીને શુભેચ્છાઓ આપી હતી. તો આ SCO સમિટ પર સમગ્ર દુનિયાનું ધ્યાન છે. તો બીજી તરફ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે જેને લઈને દેશભરમાં કાર્યક્રમો યોજવાના છે તો ગુજરાતમાં પણ કાંઇક આગવી રીતે પીએમ મોદીનો જન્મ દિવસ ઉજવવામાં આવનાર છે. તો બીજી બાજુ, જીગ્નેશ મેવાણી સહીત 19 લોકોને કોર્ટે આજે 6 મહિનાની સજા ફટકારી છે. તો, દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં વધુ એક આંદોલનના મંડાણ થવા જઈ રહ્યા છે. પડતર માંગણીઓને લઈને અમરેલી જિલ્લા એસટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હડતાળ પર જવાની જાહેરાત કરવામાં આવી છે…ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે ભારતને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું પ્રમુખપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા. શી જિનપિંગે કહ્યું કે, ચીન ભારતને આવતા વર્ષે કોન્ફરન્સનું આયોજન કરવામાં મદદ કરશે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ રહી છે. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અન્ય SCO સભ્ય દેશોના નેતાઓ સાથે કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ સંમેલનમાં પ્રાદેશિક સુરક્ષા પડકારો, વેપાર અને ઉર્જા પુરવઠાને પ્રોત્સાહન અને સમર્થન સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા શબ્દોમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અફઘાનિસ્તાનને આપવામાં આવતી મદદ રોકવા અંગે વડા પ્રધાન શાહબાઝ શરીફને ઘણું સંભળાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે સભ્ય દેશોએ એકબીજાને ટ્રાન્ઝિટ અધિકાર આપવા જોઈએ.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના વડા કેપ્ટન અમરિંદર સિંહે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. હકીકતમાં, કેપ્ટન અમરિંદર સિંહ તેમની નવી પાર્ટી લોક કોંગ્રેસને બીજેપીમાં વિલય કરવા જઈ રહ્યા છે. તેની સત્તાવાર જાહેરાત આ મહિનાની 19 તારીખે થઈ શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં બીજેપીનું પ્રાથમિક સભ્યપદ લેશે.
17 સપ્ટેમ્બરે પીએમ મોદીનો 72મો જન્મદિવસ આવી રહ્યો છે. આ પ્રસંગને વધાવી લેવા માટે ભાજપે દેશ અને રાજ્યવ્યાપી મોટી તૈયારીઓ કરી છે. એક બાજુ દેશમાં રક્તદાન, હેલ્થ ચેકઅપ, દોડ સહિતના ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે તો બીજી તરફ પ્રદેશ ભાજપ પણ પોતપોતાની રીતે કાર્યક્રમની જાહેરાત કરી રહ્યા છે.
જીજ્ઞેશ મેવાણી સહિત 19ને 6 માસની સજા થઇ છે. જેમાં સુબોધ પરમાર, રાકેશ મહેરિયાને 6 માસની સજા થઇ છે. તેમજ મહેસાણા બાદ વધુ એક કેસમાં જીજ્ઞેશ મેવાણીને સજા કરવામાં આવી છે. તથા ચક્કાજામ કરવાના કેસમાં 6 માસ ઉપરાંત દંડની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2016માં અમદાવાદમાં ચક્કાજામ કરવાનો કેસ હતો. તથા કોર્ટે જીજ્ઞેશ મેવાણીના જામીન મંજૂર કર્યા છે.
દહેજ માગવાના આરોપ સાથે થયેલી ફરિયાદમાં હાઈકોર્ટના સ્ટે છતા ભાવનગર મહિલા પોલીસ સ્ટેશને કોર્ટમાં ચાર્જશીટ કરતા, પોલીસ સામે થયેલી કન્ટેમ્પ્ટની અરજીમાં રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબથી હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર ફરીથી સોગંદનામુ કરે અને હાઈકોર્ટના વકીલ આ કેસ અંગે માહિતી મેળવે.
એસટીના યુનિયનો દ્વારા આપવામાં આવેલા અચોક્કસ મુદ્દતના હડતાલના કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના 1700 એસટી કર્મચારીઓ જોડાશે જેના કારણે તા.22ની મધરાતથી તમામ એસટી બસના પૈડા થંભી જશે. આ પહેલા તા. 17ના કાળીપટ્ટી બાંધીને વિરોધ કરાશે.
વિપુલ ચૌધરીના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા છે. તેમજ મહેસાણા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં 10 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. તેમજ 23 તારીખ બપોરે 3 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર થયા છે.
સુરત જિલ્લાના કુંભારિયા પાસે થોડા સમય અગાઉ એક સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં 4 શખ્સોએ પોતાના પ્રેમી સાથે બેઠેલી પ્રેમિકા સાથે ગેંગરેપ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે આરોપીઓના સ્કેચ તૈયાર કરાવ્યા અને તેને આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરુ કરી દીધું છે. જેના ભાગ રૂપે ગાંધીનગરના કલેકટર ડો. કુલદીપ આર્યની અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરના ડીડીઓ સુરભી ગૌતમને જિલ્લા કલેકટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગુજરાતમાં રમાઇ રહેલાં નેશનલ ગેમ્સ અન્વયે ભાવનગરમાં 4 ગેમ હેન્ડ બોલ, 33 બાસ્કેટ બોલ, 55 બાસ્કેટ બોલ, વોલીબોલની રમત રમાવાની છે. જેની તૈયારીઓની સમીક્ષા માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એસ.સી. શર્માના નેતૃત્વમાં ભાવનગર ખાતે જ્યાં આ ગેમ્સ રમાવાની છે તેવાં સીદસર ખાતેના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની આજે વહેલી સવારે મુલાકાત લીધા બાદ ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાયની મુલાકાત લીધી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!