Tuesday, September 27, 2022
Home Gujarat ભાવનગરના કુંભારવાડામાં છરીના આડેધડ ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા

ભાવનગરના કુંભારવાડામાં છરીના આડેધડ ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા

  • બોલાચાલીમાં કરાયેલો હુમલો જીવલેણ સાબિત થયો
  • પિતા પુત્રને સારવારમાં લઈ જાય તે પૂર્વે યુવકે આંખો મીંચી દીધી
  • પોલીસે હત્યાનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતાં શખસે આ જ વિસ્તારમાં રહેતા યુવાન સાથે અગ્મ્ય કારણોસર થયેલી બોલાચાલીની દાઝમાં તેના પર મધ્યારત્રિએ છરીથી આડેધડ હુમલો કરતાં યુવક લોહીથી લથપત પડયો હતો. જો કે, યુવકના પિતા પુત્રને લઈ રિક્ષામાં હોસ્પિટલ પહોંચતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે, બનાવ હત્યામાં પરિણમતાં બોરતળાવ પોલીસે હુમલાખોર વિરૂદ્વ હત્યાની કલમ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયા રોડ મફ્તનગર શેરી નંબર 15 રામાપીર વાળા ખાચામાં રહેતા સુરેશભાઈ કાવાભાઈ ગોહેલએ શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગત રાત્રિના રાત્રિના સમયે પોતાના ઘરે સુતા હતા ત્યારે અંદાજે 12:45 કલાક આસપાસ તેમને કુંભારવાડા બાનુબેનની વાડી પાસે આવવાનો ફોન આવ્યો હતો. તે ત્યાં તેમના પત્ની સાથે પહોંચ્યા ત્યારે લોહીથી લથપત હાલતમાં તેમના પુત્ર સાહિલ (ઉ.વ.આશરે 20) જમીન પર પડયો હતો.

પિતા સુરેશભાઈ લોહીથી લથપત પુત્ર સાહિલને રિક્ષામાં લઈ સારવાર અર્થે ભાવનગરની સર ટી.હોસ્પિટલે પહોંચ્યા હતા ત્યારે સર ટી.હોસ્પિટલના તબીબે સાહિલને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગે સુરેશભાઈએ બોરતળાવ પોલીસ મથકમાં કુંભારવાડા બાનુબેનની વાડી ખાતે રહેતા નીતિન ઉર્ફે લબક મકવાણા વિરૂદ્વ તેમના પુત્ર સાહિલ સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જેની દાઝ રાખી ગત મધ્યરાત્રિએ નીતિન ઉર્ફે લબક મકવાણાએ સાહિલ સુરેશભાઈ ગોહેલ પર ઉશ્કેરાઈ જઈ તેના છરીના આડેધડ ઘા ઝીંકી તેની સ્થળ પર કરપીણ હત્યા નિપજાવી હતી. બનાવ અંગે પોલીસે હુમલાખોર શખસ વિરૂદ્વ હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!