Saturday, October 1, 2022
Home National અમદાવાદના મેમનગરમાં BRTS બસમાં આગ લાગી | લખનૌમાં દુર્ઘટના 9નાં મોત

અમદાવાદના મેમનગરમાં BRTS બસમાં આગ લાગી | લખનૌમાં દુર્ઘટના 9નાં મોત

અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ નજીક આજરોજ સવારે એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં BRTS બસ બળીને સંપૂર્ણપણે ખાક થઇ ગઈ હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટો અકસ્માત થયો છે. હઝરતગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા છે. કરૂણતા એ છે કે આ ઘટનામાં બે બાળકોના પણ મોત થયા હતા. સીંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ મગફળીના ભાવમાં દર વર્ષે નજીવો વધારો થાય છે ત્યાં આ વર્ષે સીંગતેલના ભાવ અધધ વધારો નોંધાયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે.સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: અમદાવાદના મેમનગરમાં BRTS બસમાં આગ લાગી

અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ નજીક આજરોજ સવારે એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં BRTS બસ બળીને સંપૂર્ણપણે ખાક થઇ ગઈ હતી. બસમાં આગ લાગતા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ સિવાય રસ્તા ઉપરના રાહદારીઓ અને વાહનચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો: લખનૌમાં દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત 9નાં મોત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મોટો અકસ્માત થયો છે. હઝરતગંજ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 9 લોકોના મોત થયા છે. કરૂણતા એ છે કે આ ઘટનામાં બે બાળકોના પણ મોત થયા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયાની રાહતની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

વધુ વાંચો: રાજકોટમાં સીંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 40 રૂપિયાનો વધારો

સીંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ મગફળીના ભાવમાં દર વર્ષે નજીવો વધારો થાય છે ત્યાં આ વર્ષે સીંગતેલના ભાવ અધધ વધારો નોંધાયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો થયો છે. તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી છે.

વધુ વાંચો: વાપી GIDCની સુપ્રીત કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી

વલસાડ જિલ્લાના વાપી જી.આઈ.ડી,સી.માં આવેલી સુપ્રીત કેમિકલ કંપનીમાં આજરોજ વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેને લીધે GIDC વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેમિકલ પ્લાન્ટમાં આગ લાગી હોવાની જાણ થતા 10 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની તજવીજ હાથ ધરી હતી. 

વધુ વાંચો: આવતીકાલે ગ્વાલિયરમાં લેન્ડ થશે ચિતાનું વિશેષ વિમાન, PM મોદી કરાવશે એન્ટ્રી

ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા (Cheetah) ભારતમાં પરત ફરવા જઈ રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા. ભારત સરકાર (GOI) એ ચિતાના પુનઃસ્થાપન માટે પહેલ કરી છે. હવે તેમને નામીબિયાથી (Namibia) વિશેષ ચાર્ટર એરક્રાફ્ટ (Special Charter Aircraft) દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો: કાનપુર પંજાબ નેશનલ બેંકની મોટી લાપરવાહી, 42 લાખની નોટો થઇ ફેલ

લોકો તેમના પૈસા સુરક્ષિત રાખવા માટે બેંકમાં મૂડીને જમા કરાવે છે. બેંકો ખુબજ જવાબદારીપૂર્વક પોતાની પાસે રાખેલી નોટો કેવી રીતે રાખે છે, તેનો એક નજારો ઉત્તર પ્રદેશના કાનપુરમાં જોવા મળ્યો છે. શહેરના પાંડુ નગર સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં રાખવામાં આવેલી ચલણી નોટો જે 42 લાખ રૂપિયાની કિંમતની હતી લાપરવાહીના કારણે પાણીમાં ભીંજાઇ ગઇ અને પછી પસ્તીમાં પણ ન ચાલે એ હદે ખરાબ થઇ ગઇ.

વધુ વાંચો: પોલીસવાળાઓએ આ બહેનોને આંગળી અડાડી તો આંગળી કાપી નાંખીશું: ગેનીબેન

બનાસકાંઠાના થરાદ-વાવ તાલુકાના આંગણવાડી કાર્યકરના પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આંગણવાડી બહેનોને મળવા પહોંચેલા બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેને પોલીસને પડકારતું નિવેદન આપ્યું હતું.

વધુ વાંચો: આજથી ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ, PM મોદી સમરકંદ પહોંચ્યા

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની એક મહત્વપૂર્ણ બેઠક આજે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાશે. આ દરમિયાન SCOમાં સુધારા અને વિસ્તરણ, પ્રાદેશિક સુરક્ષા, સહયોગ, જોડાણને મજબૂત કરવા અને વેપારને પ્રોત્સાહન આપવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી, સમરકંદ બેઠક સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!