Saturday, October 1, 2022
Home Gujarat ડીસામાં સાઈકલ પર શાળાએ જતાં ભાઈ-બહેનને ટેન્કરે કચડયા : ભાઈનું મોત

ડીસામાં સાઈકલ પર શાળાએ જતાં ભાઈ-બહેનને ટેન્કરે કચડયા : ભાઈનું મોત

  • બે બહેનો વચ્ચે એકના એક ભાઈના મોતથી પરિવારજનોમાં આક્રંદ
  • ભાઈનું મોત જોઈ બેભાન થયેલી બહેનને સારવાર અર્થે ખસેડાઈ
  • ગંભીર થતાં વિદ્યાર્થીએ સ્થળ પર દમ તોડયો ટોળાંનો ટેન્કરને સળગાવવાનો પ્રયાસ

ડીસા કાંટ રોડ પર એરપોર્ટ નજીક બુધવારે ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લેતા ટેન્કરનું ટાયર વિદ્યાર્થી પર ફરી વળ્યું હતું. જેમાં 20 ફૂટ ઢસડાતા વિદ્યાર્થીનું ધટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે પાછળ બેઠેલી બહેન ભાઈનું મોત જોઈ બેભાન થઈ જતાં સારવાર અપાઈ હતી.

- Advertisement -

ડીસાની કલાપી નગરમાં રહેતા મોતીજી પ્રજાપતિનો એકનો એક પુત્ર મનસુખ અને તેની બહેનને સાયકલ લઈને શાળાએ જઈ રહ્યો હતો તે સમયે એરપોર્ટ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થી ભાઈ-બહેનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટેન્કરના ટાયરની નીચે ભાઈ મનસુખ આવી જતા 20 ફૂટ ઢસડાયો હતો. ટાયર નીચે આવી જતા તેની ખોપડી ફાટી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યુ હતુ જ્યારે બહેનનો આબાદ બચાવ થયો હતો. ભાઈનું કમકમાટી ભર્યું મોત જોઈ બહેન ત્યાં બેભાન થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોના ટોળેટોળા આવી ટેન્કરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવી મામલો થાળે પાડયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર મનસુખ બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. મનસુખ ડીસાની મોર્ડન સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હતો તેના અચાનક મૃત્યુથી પરિવારજનોના કલ્પાંતથી હ્ય્દયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ડીસા ઉત્તર પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા કાંટ રોડ સ્ટેટ હાઈવે પર આવેલો છે. જ્યાં ત્રણ માસ અગાઉ બન્યા બાદ વરસાદને લીધે અમી સોસાયટી આગળ ખાડો પડી જતા વિદ્યાર્થી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે ટેન્કરએ ટક્કર મારતા અકસ્માત થતાં સ્ટેટ હાઈવેની બેદરકારીએ વિદ્યાર્થીનો ભોગ લેવાયાની ચર્ચા જાગી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!