Tuesday, September 27, 2022
Home International બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

  • વિશ્વભરમાંથી લગભગ 500 પ્રતિનિધિઓ,VIP મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે
  • રાણીના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબીમાં શરૂ થશે
  • રાજકીય સન્માન અને શાહી સમારંભો સાથે દફનાવવામાં આવશે

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિશ્વભરમાંથી લગભગ 500 પ્રતિનિધિઓ અને VIP મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. રાણીના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબીમાં શરૂ થશે. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ માટે વિવિધ પાર્કમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. રાણીના અંતિમ વિદાયની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે અવસાન થયું હતું.

- Advertisement -

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને આજે સવારે 10.44 કલાકે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરથી વેસ્ટમિન્સ્ટર એબી સુધી લઈ જવામાં આવશે. આ પછી સવારે 11 વાગ્યે વેસ્ટમિંસ્ટર એબી ખાતે રાણીના અંતિમવિધિ શરૂ કરવામાં આવશે. આ પછી સવારે 11.55 કલાકે 2 મિનિટનું મૌન પાળવામાં આવશે.

- Advertisement -

આ પછી અંતિમ દર્શન યાત્રા કાઢવામાં આવશે, જે બપોરે 12.15 વાગ્યે શરૂ થશે. રાણીના તાબૂતને લંડનના વેસ્ટમિન્સ્ટર એબીથી વેલિંગ્ટન આર્કમાં લાવવામાં આવશે. અંતિમ દર્શન યાત્રા બ્રોડ સેન્ક્ચ્યુરી, પાર્લામેન્ટ સ્ક્વેર, વ્હાઇટહોલ, હોર્સ ગાર્ડસ પરેડ, હોર્સ ગાર્ડસ રોડ, ધ મોલ અને કોન્સ્ટીટ્યુશન હિલમાંથી પસાર થશે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના તાબૂતને આલ્બર્ટ મેમોરિયલ સુધી લઈ જવામાં આવશે. આ પછી વિન્ડસરની યાત્રા શરૂ થશે. સોમવારે સાંજે, સ્વર્ગસ્થ રાણીને તેમના સ્વર્ગસ્થ પતિ પ્રિન્સ ફિલિપની સાથે કિંગ જ્યોર્જ VI મેમોરિયલ ચેપલ ખાતે રાજકીય સન્માન અને શાહી સમારંભો સાથે દફનાવવામાં આવશે.



Source link

- Advertisement -
RELATED ARTICLES

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!