Monday, September 26, 2022
Home Health - Food બ્રેસ્ટફીડિંગ તમારા બાળકનો આઈક્યૂ વધારી આપે

બ્રેસ્ટફીડિંગ તમારા બાળકનો આઈક્યૂ વધારી આપે

આપણે જાણીએ છીએ કે બ્રેસ્ટફીડિંગ કરતું બાળક વધારે તંદુરસ્ત, બળવાન, ખડતલ બને છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રેસ્ટફીડિંગથી બાળકનો આઈક્યૂ (બુદ્ધિઆંક) વધે છે અને માતાને બ્રેસ્ટ કૅન્સરનું જોખમ ઓછું થાય છે

- Advertisement -

ચાલો, બ્રેસ્ટફીડિંગથી બાળકને ખરેખર કયા કયા લાભ થાય છે એ જોઈએ. છ મહિનાથી એક વર્ષ સુધી બ્રેસ્ટફીડિંગ કરવા મળ્યું હોય એવાં બાળકોને અસ્થમા કે એલર્જીનું જોખમ સાવ ઘટી જાય છે. કાનમાં ઈન્ફેક્શન થતું નથી, શ્વાસનો કોઈ રોગ થતો નથી, ઝાડા-ઊલટી થતાં નથી, ડૉક્ટર પાસે લઈ જવું પડે એવા રોગ થતા નથી. બ્રેસ્ટફીડિંગમાં બાળકને તમારા શરીરનો સ્પર્શ મળતો રહે છે, એકબીજાની આંખો મળતી રહે છે તેથી બાળકને સલામતીનો અનુભવ થાય છે. તેનું કારણ વિના રડવાનું બંધ થઈ જાય છે. તે મોટેભાગે હસતું-રમતું અને શાંત રહે છે. બાળક મેદસ્વી થતું નથી કે દૂબળું-પાતળું પણ રહેતું નથી. મોટી ઉંમરે થતા ડાયાબિટીસનું જોખમ ટળી જાય છે. આ સર્વાંગી તંદુરસ્તી અને સલામતીની લાગણીના કારણે તેનો બૌદ્ધિક વિકાસ ખૂબ સારો થાય છે. સામાન્ય બાળકો કરતાં તેનો બુદ્ધિ-આંક (આઈક્યૂ) જીવનભર વધારે રહે છે. જેટલા વધારે મહિના બ્રેસ્ટફીડિંગ કરવા મળ્યું હોય એટલો બુદ્ધિ-આંક વધારે જોવા મળે છે. બ્રેસ્ટફીડિંગ ન કરવા મળ્યું હોય તેનો બુદ્ધિ-આંક સરેરાશથી ઓછો જ રહે છે.

બ્રેસ્ટફીડિંગથી માતાને પણ સંખ્યાબંધ લાભ

બ્રેસ્ટફીડિંગથી માતાને પણ ખૂબ ફાયદા થાય છે. બ્રેસ્ટફીડિંગ તમારા શરીરની વધારે કેલરી વાપરતું રહે છે તેથી પ્રેગ્નન્સી વખતે વધી ગયેલું વજન તરત ઊતરવા લાગે છે અને એક વર્ષમાં તો તમે પહેલાં જેવા જ એકવડિયા શરીરના થઈ જાઓ છે. બ્રેસ્ટફીડિંગથી માતાના લોહીમાં ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થતો રહે છે તેથી ગર્ભાશય સંકોચાતું રહે છે અને ઝડપથી તેના મૂળ કદમાં આવી જાય છે. એક વર્ષથી વધુ સમય બ્રેસ્ટફીડિંગ કરાવનાર માતાઓને બ્રેસ્ટ કૅન્સર અને ઓવેરિયન(અંડાશયનું) કૅન્સર થવાનું જોખમ નાબૂદ થતું રહે છે. તાજેતરના સંશોધનના રિપોર્ટ કહે છે કે સરેરાશ બે વર્ષ બ્રેસ્ટફીડિંગ કરાવનાર માતાને ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થતો નથી. આ રોગમાં હાડકાં સાવ પોચાં થઈ જાય છે, કોઈ હાથ પકડીને જરાક જોરથી ખેંચે તો પણ હાડકું ભાંગી જાય છે.

લાંબો સમય બ્રેસ્ટફીડિંગ કરાવનાર માતાના લોહીમાં પ્રોલૅક્ટિન હોર્મોન રિલીઝ થતો રહે છે તેથી તાણ ઓછી થઈ જાય છે અને નિરાંત સાથે, બધું સારું જ થશે એવી લાગણી થતી રહે છે. જેટલું વધારે બ્રેસ્ટફીડિંગ કરાવે તેટલો માતાનો આત્મવિશ્વાસ વધતો જાય છે. તમારા શરીર, મન અને આત્માને નિરાંત અને વિશ્વાસની લાગણીનો અનુભવ થતાં તમારો સ્વભાવ આનંદી અને ઉત્સાહી બની જાય છે. આ પરિવર્તન તમારા આખા શરીરનો દેખાવ બદલી દે છે. તેથી આખો પરિવાર તમને નવી નજરે જોતો થઈ જાય છે.

- Advertisement -

બ્રેસ્ટફીડિંગ કરાવતાં માતા-બાળકનો પરસ્પર જે આત્મીયતાનો તાંતણો જોડાય છે તેથી બંને એકબીજાની આંખોમાં જોતાં જ મનની વાત સમજવા લાગે છે.

કયા સંજોગોમાં બ્રેસ્ટફીડિંગ નુકસાન કરે?

બ્રેસ્ટફીડિંગ આદર્શ હોવા છતાં કેટલીક મૅડિકલ સ્થિતિમાં બ્રેસ્ટફીડિંગ કરાવવાથી ફાયદાને બદલે નુકસાન થઈ જાય છે તેથી એવી સ્થિતિમાં બ્રેસ્ટફીડિંગ ન કરાવવું. જો તમે એચઆઈવી પોઝિટિવ એટલે કે એઈડ્ઝનો ચેપ ધરાવતા હોવ તો બ્રેસ્ટફીડિંગથી એનો ચેપ બાળકને પણ મળી શકે, માટે એઈડ્ઝ હોય તો બ્રેસ્ટફીડિંગ ન કરાવવું. જો તમને ટીબી થયો હોય અને તેની દવા ચાલુ ન કરી હોય તો બ્રેસ્ટફીડિંગ ન કરાવવું. નહીંતર બાળકને પણ ટીબીનો ચેપ વારસામાં મળશે. હા, ટીબીનો ઈલાજ ચાલુ કર્યો હોય અને દવા ખાવાનું ચાલુ કર્યાને વીસ દિવસથી વધારે થઈ ગયા હોય તો બ્રેસ્ટફીડિંગ કરાવવું જોખમી નથી રહેતું. જો તમને કૅન્સર થયું હોય અને કેમોથેરાપીની સારવાર ચાલુ હોય તો તમારે બ્રેસ્ટફીડિંગ ન કરાવવું. જો તમે કોકેન કે મારીજુઆના જેવી નશીલી દવાઓ લેતા હોવ તો તમારે બાળકને બ્રેસ્ટફીડિંગ ન કરાવવું.

જો તમે માઈગ્રેન, માથાનો લાંબા સમયથી ચાલતો દુખાવો, પાર્કિન્સન્સ અને આર્થરાઈટીસ રોગોની દવાઓ લેતા હોવ તો તમારે તમારા બાળકને બ્રેસ્ટફીડિંગ ન કરાવવું. આ બધા રોગની દવાઓ તમારા હોર્મોનમાં ફેરફાર કરતી હોવાથી બાળકના હોર્મોન ડેમેજ થવાનું જોખમ ઊભું થાય છે.

આ સિવાયનો કોઈ પણ રોગ હોય અને તમે તેની દવા લેતા હોવ તો બ્રેસ્ટફીડિંગ કરાવવામાં કોઈ જોખમ નથી.

બ્રેસ્ટફીડિંગ કરાવતી માતાએ શું ખાવું જોઈએ?

બ્રેસ્ટફીડિંગ કરાવતી માતાએ દિવસમાં બે-ત્રણ વખત ભોજન કરવું. ખાવામાં પ્રોટીન ધરાવતી વસ્તુઓ ખાસ ખાવી. માંસાહારી માતાઓને એમાંથી જ ભરપૂર પ્રોટીન મળી જશે. શાકાહારી માતાઓએ દૂધ, દહીં, ચીઝ, કઠોળ, તલ, શીંગ ઉપરાંત તરબૂચનાં બી, ટેટીનાં બી, કોળાનાં બી વગેરે ભરપૂર લેવાં. ભોજનમાં ત્રણેય વખત ડાર્ક ગ્રીન અને પોપટી રંગના શાકભાજી ખાસ ખાવાં. ગુવાર, ચોળી, સરગવો વગેરે શાક પણ અઠવાડિયે ત્રણ વખત ખાવાં. સવારે નાસ્તામાં અને બપોરના ભોજન પછી ત્રણેક વાગ્યે ફ્રૂટ ખાવું. ફ્રૂટ મોંઘું-સસ્તું હોવાથી ફેર નથી પડતો, સિઝનનું જે ફ્રૂટ મળતું હોય એ ખાવું વધારે લાભપ્રદ છે.

ઘઉંના ફાડામાંથી બનતું થૂલું, ઓટ્સ વગેરે ભોજનમાં રોજેરોજ એક વખત જરૂર લેવાં જોઈએ. પાણી તરસ લાગે એટલું પીવું જોઈએ. ઘણી માતાઓ માને છે કે એક ગ્લાસ પાણી પીને બ્રેસ્ટફીડ કરાવવાથી દૂધ સારું આવે, પરંતુ એ માત્ર માન્યતા છે. એ રીતે દૂધ વધારે આવતું નથી. પાણી પીવાથી નુકસાન પણ નથી.

શાકાહારી માતાઓએ આયર્ન અને ઝિંકનો પુરવઠો જાળવી રાખવા માટે સૂકું કઠોળ, સૂકો મેવો, શીંગ-ચણા, વિવિધ જાતનાં બી, ચીઝ વગેરે ભોજનમાં નિયમિત લેવાં. ભોજનમાં મીઠા લીમડા(કડીપત્તાં)નાં પાંચ-સાત પાન ચાવીને ખાવાથી વિટામિન બી-ટ્વેલ્વની ખોટ પડતી નથી.

તમારો ખોરાક એ રીતે નક્કી કરો કે રોજ તમને પાંચસોથી છસો કેલરી વધારે મળતી રહે. જો તમે આરામમાં હોવ તો રોજની 1800થી 2000 કેલરી મળે એવો ખોરાક રોજ લેવો. જો તમે ઘરકામ કરતા હોવ તો રોજ 2000થી 2200 કેલરી મળે એવું ભોજન લેવું. જો તમે શરીરને શ્રમ પડે એવું કામ કરતા હોવ તો તમારે રોજ 2200થી 2400 કેલરી મળે એવું ભોજન કરવું.

બ્રેસ્ટફીડિંગ કરાવતા હોવ ત્યાં સુધી ચા-કૉફી ઓછાં પીવાં, ચા અને કોફીમાં કેફિન હોય છે. તે તમારા બ્રેસ્ટ મિલ્કમાં આવીને બાળકના શરીરમાં પણ જશે અને તેને નુકસાન કરશે. આલ્કોહોલથી તો બિલકુલ દૂર જ રહેવું

Source link

- Advertisement -
RELATED ARTICLES

સરળતાથી વજન ઘટાડવા નવરાત્રિના ઉપવાસમાં આ ટિપ્સ અજમાવો

ભરપૂર પ્રમાણમાં પાણીનું સેવન વજન ઘટાડશે ફળ અને સૂકા મેવાનું સેવન વધારશે સ્ટેમિના દહીં, લસ્સીની સાથે સિંધવ મીઠાનો કરો પ્રયોગ આજથી પવિત્ર એવી નવરાત્રિનો અવસર શરૂ થયો...

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

કબજિયાતને દૂર કરવાની સાથે જાણો ગુલાબની પાંદડીના 10 ફાયદા

ગુલાબની પાંદડીઓ વજન ઓછું કરવામાં મદદ કરે છે. સ્કીન સંબંધી સમસ્યાઓ જેમકે પિંપલ્સ ઠીક કરવામાં મદદ કરે છે. ગુલાબની પાંદડીઓના સેવનથી એક્ટિવનેસ જળવાઈ રહેશે. ગુલાબની પાંદડીનો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!