Tuesday, September 27, 2022
Home Life-Style નવરાત્રીમાં ગ્લોઇંગ ત્વચા મેળવવા કરો બોડી પૉલિશિંગ

નવરાત્રીમાં ગ્લોઇંગ ત્વચા મેળવવા કરો બોડી પૉલિશિંગ

  • પાર્લર કે સ્પામાં જઇને રૂપિયા ખર્ચવા કરતાં ઘરે બોડી પૉલિશિંગ કરવું બહુ સરળ છે
  • બોડી પૉલિશિંગ દરમિયાન કોણી, ઘૂંટણ, બગલ, બૅક અને પગની એડીઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ
  • બોડી પૉલિશિંગ કરાવવાથી કોઇ પણ જાતની સાઇડ ઇફેક્ટ થતી નથી

નવરાત્રિમાં આપણે ફેસ અને હાથ-પગની ત્વચાની કેર કરીએ છીએ. બેક પૉલિશિંગ કરાવીએ છીએ. એની સાથે શરીરની ત્વચાને સાફ કરવી એટલી જ જરૂરી છે. એ માટે બોડી પૉલિશિંગ કરવું જોઇએ. બોડી પૉલિશિંગ સ્કિન માટેની એક ટ્રીટમેન્ટ છે. જેનો ઉપયોગ શરીરની ત્વચાને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. એનાથી ત્વચા સ્વસ્થ બને છે અને તેની ચમક વધે છે. આ પ્રક્રિયામાં શરીરની ત્વચાને સ્ક્રબની મદદથી એક્સફોલિએટ કરવામાં આવે છે. આ ઉપરાંત આખા શરીરને મોઇશ્ચરાઇઝ મળે છે. જેથી ત્વચા હાઇડ્રેટ રહે. આખા શરીર પર સ્ક્રબ કરવાથી ત્વચાની મૃત કોશિકાઓ દૂર થાય છે. સ્ક્રબ કર્યા બાદ શરીર પર ગ્લો પેક પણ લગાવવામાં આવે છે. બોડી ઓઇલથી મસાજ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી ત્વચામાં ઇન્સ્ટન્ટ ગ્લો જોવા મળે છે.

- Advertisement -

બોડી પૉલિશિંગના ફાયદા

બોડી પૉલિશિંગ ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવામાં અને ગરમી દરમિયાન થતા ટેનિંગને ઘટાડવામાં મદદ કરે છે. બોડી પૉલિશિંગથી ગ્લોઇંગ સ્કિન મળે છે. ત્વચા પર રહેલા ડાઘ-ધબ્બા દૂર થાય છે. બોડી પૉલિશિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આખા શરીરની ત્વચાની રંગતને એકસમાન કરે છે. આ ટ્રીટમેન્ટથી શરીરમાં બ્લડ સરક્યુલેશન સારું થાય છે. તાણ અને થાકને દૂર કરે છે.

ઘરે કરો બોડી પૉલિશિંગ

પાર્લર કે સ્પામાં જઇને રૂપિયા ખર્ચવા કરતાં ઘરે બોડી પૉલિશિંગ કરવું બહુ સરળ છે. ઘરે અમુક સરળ ટિપ્સનો ઉપયોગ કરી બોડી પૉલિશિંગ કરી શકો છો. એ માટે સૌથી પહેલાં નવશેકા પાણીથી સ્નાન કરી લો. એ પછી આખા શરીર પર સારી રીતે સ્ક્રબ લગાવો અને સ્ક્રબ લગાવ્યા પછી 15 મિનિટ સુધી એમ જ છોડી દો. 15 મિનિટ પછી હાથને પાણીવાળો કરીને સ્ક્રબને હળવા હાથે મસાજ કરવાનું છે. આવું આખા શરીર ઉપર કરો. એ પછી સાદા પાણીથી ત્વચા સાફ કરી લો. હવે શરીર પર ગ્લોઇંગ પેક લગાવવાનો છે. પેક લગાવ્યા બાદ તેને સૂકવવા દો. સુકાઇ જાય એટલે કોટન વડે અથવા ભીના કોટન કપડાં વડે ત્વચાને સ્વચ્છ કરી લો. આ પ્રક્રિયા પૂર્ણ થઇ જાય એ પછી છેલ્લે તમારા શરીર પર એન્સેશિયલ ઓઇલથી માલિશ કરો. ઓછામાં ઓછું દસ મિનિટ સુધી માલિશ કરો. ઘરે બોડી પૉલિશિંગ કરતી વખતે લૂફાનો ઉપયોગ કરવો જોઇએ. એનાથી રોમછિદ્ર ખૂલી જશે અને બોડી પૉલિશિંગમાં સારું રિઝલ્ટ મળશે. આ ટ્રીટમેન્ટ કર્યા બાદ એકથી બે કલાક સુધી સાબુનો ઉપયોગ ન કરવો જોઇએ. હા, તમે શાવર લઇ શકો છો. બોડી પૉલિશિંગ દરમિયાન કોણી, ઘૂંટણ, બગલ, બૅક અને પગની એડીઓનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બોડી પૉલિશિંગ કરાવવાથી કોઇ પણ જાતની સાઇડ ઇફેક્ટ થતી નથી.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!