Tuesday, September 27, 2022
Home National કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડાયા | ભાજપે ‘સેવા પખવાડિયાની’ ઉજવણી શરુ કરી

કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડાયા | ભાજપે ‘સેવા પખવાડિયાની’ ઉજવણી શરુ કરી

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપે ‘સેવા પખવાડિયા’ની ઉજવણી શરૂ કરી દીધી છે. તો આજે દેશને 74 વર્ષ બાદ ચિત્તાની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર નામિબિયાથી આવેલ 8 ચિત્તાને કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા સહિતના અત્યાર સુધીના અગત્યના સમાચાર

- Advertisement -

વધુ વાંચો: પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે ભાજપે ‘સેવા પખવાડિયાની’ ઉજવણી શરુ કરી

આજે પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના શાહીબાગ ખાતે આજરોજ બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.

વધુ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે નવનિર્મિત વસ્ત્રાલ ઓડિટોરિયમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં અવાયું છે. મુખ્યમંત્રી દ્વારા આ નવા ઓડીટોરીયમને ડો.શ્યામાપ્રસાદ મુખર્જી નામ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની સાથે સાથે આ કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા તેમજ અનેક સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સિવાય અમદાવાદના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓને સહાયના ચેક આર્પણ કર્યા હતા.

- Advertisement -

વધુ વાંચો: વલસાડમાં મોપેડ સવાર વિદ્યાર્થીઓ સામસામે ટકરાયા

વલસાડના દાંડીગામના જોગણી માતાના મંદિર નજીક બે મોપેડ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વિદ્યાર્થીને મોઢાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

વધુ વાંચો: રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીના જન્મદિવસને લઈને ભારતીય જનતા પાર્ટીએ જોરદાર તૈયારીઓ કરી છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવવાનું પણ શરૂ થઈ ગયું છે. પાર્ટી અને વિપક્ષના નેતાઓ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વધુ વાંચો: કુનો નેશનલ પાર્કમાં હવે નજર આવશે આફ્રિકન ચિત્તાઓ, જાણો કેવી છે સુરક્ષા

70 વર્ષ બાદ ચિત્તા ભારત પરત ફર્યા છે. આ ચિત્તાઓને નામિબિયાથી (Namibia) વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે. પીએમ મોદી આજે તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવા પહોંચ્યા હતા. લુપ્તપ્રાય શ્રેણીમાં રાખવામાં આવેલા આ ચિત્તા હવે શ્યોપુર કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) જોવા મળશે. કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓ માટે ખાસ વાડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. કુનો નેશનલ પાર્ક એ મધ્યપ્રદેશ (MP) માં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેનું નિર્માણ વર્ષ 1981માં થયું હતું. આ રાષ્ટ્રીય ઉદ્યાન 750 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

વધુ વાંચો: કૂનો નેશનલ પાર્કમાં દેખાશે ચિત્તાની રફ્તાર, 74 વર્ષ બાદ સ્વપ્ન સાકાર

સાત દાયકા બાદ દેશમાં આજથી ફરી એકવાર ચિતા (Cheetah) યુગની શરૂઆત થઈ છે. નામિબિયાના (Namibia) 8 ચિત્તા ગ્વાલિયર એરબેઝ (Gwalior Airbase) પર ઉતર્યા હતા. નામિબિયાના આઠ ચિત્તાઓમાં ત્રણ નર અને પાંચ માદા ચિત્તાનો સમાવેશ થાય છે. પશુચિકિત્સકોએ પહેલા એરપોર્ટ પર ચિત્તાઓના સ્વાસ્થ્યની તપાસ કરી હતી.

વધુ વાંચો: ચીને દોષિત સાજિદ મીરને બ્લેક લિસ્ટ કરવાના પ્રસ્તાવ પર લગાવ્યો પ્રતિબંધ

ચીને મુંબઈ 26/11 હુમલાના દોષી અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને બ્લેકલિસ્ટ કરવાના યુએનના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી છે. ભારતે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. ખરેખર, સાજિદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક છે અને 2008ના મુંબઈ હુમલાનો મુખ્ય કાવતરાખોર પણ છે.

વધુ વાંચો: PM મોદી અને પુતિનની યુક્રેન પર ચર્ચા, રાહ જોતા રહ્યા જિનપિંગ- શેહબાઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝીયોયેવ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી.

વધુ વાંચો: 8 વર્ષમાં 8 યોજનાઓ PM મોદી માટે લોકપ્રિયતાની સીડી બની!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમનું પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. આજે પીએમ મોદી દુનિયા માટે એક મોટી બ્રાન્ડ બની ગયા છે. બાળપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા હતા અને લાંબા સમય સુધી સંગઠનમાં જોડાયા અને 1972માં સંઘના પ્રચારક બન્યા. ભાજપની રચના બાદ તેમણે 1986માં પાર્ટીમાં એન્ટ્રી લીધી અને રાજકારણની સફરમાં એક પછી એક સ્થાન બનાવતા ગયા.

વધુ વાંચો: જાણો PM મોદી કેટલી સંપત્તિના છે માલિક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પીએમ મોદી 72મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ઘણીવાર લોકો જાણવા માંગે છે કે પીએમ મોદી પાસે શું છે? તેમનું ઘર ક્યાં છે, કેટલી સંપત્તિ છે, ક્યાં રોકાણ કરે છે. હાલમાં જ વડાપ્રધાન કાર્યાલયે આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે.

વધુ વાંચો: પી.એમ મોદીની આ બોલિવૂડ સ્ટાર્સ સાથેની સેલ્ફી ઈન્ટરનેટ પર વાયરલ થયેલી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બર, 2022ના રોજ મોદી તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર તેમને દેશ અને દુનિયામાંથી અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. દરેક લોકો તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવતા અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યાં આખી દુનિયા મોદીની સ્ટાઈલ અને તેમની કાર્યપદ્ધતિની પ્રશંસા કરે છે. સાથે જ તેની સ્ટાઈલથી ફિલ્મ સ્ટાર્સ પણ પ્રભાવિત થાય છે. જ્યારે પણ કોઈ સ્ટારને મોદીને મળવાનો મોકો મળ્યો ત્યારે તેમણે તેમની સાથે સેલ્ફી અને ફોટો ક્લિક કરવાની સુવર્ણ તક આપી નથી. આજે અમે તમને PM મોદીની બોલિવૂડ સ્ટાર્સ સાથેની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. આ યાદીમાં કંગનાથી લઈને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: હવે IPLમાં 11 નહીં પણ 15 ખેલાડીઓ મેચ રમી શકશે!

T20 ક્રિકેટને વધુ રસપ્રદ બનાવવા માટે BCCI હવે એક નવો નિયમ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ લાવવાની તૈયારી કરી રહ્યું છે. નિયમ મુજબ 11ની જગ્યાએ 15 ખેલાડીઓ મેચ રમવા માટે લાયક રહેશે. એટલે કે મધ્ય મેચમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમનો ઉપયોગ કરીને પ્લેઈંગ-11માંથી ખેલાડીને બદલી શકાય છે.

વધુ વાંચો: રોનાલ્ડોએ 20 વર્ષમાં પ્રથમ વખત યૂરોપા લીગમાં ગોલ કર્યો

પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્તમાન સિઝનમાં આખરે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. તેણે યુઇએફએ યૂરોપા લીગ ફૂટબોલમાં ઇંગ્લેન્ડની ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી રમીને માલ્ડોવાની ક્લબ શેરિફ તિરાસપોલ સામે ગોલ કર્યો હતો. 2022-23ની સિઝનમાં રોનાલ્ડો સાત મેચમાં એક પણ ગોલ નોંધાવી શક્યો નથી. રોનાલ્ડો પોતાની 20 વર્ષની કારકિર્દીમાં બીજી વખત યૂરોપા લીગમાં રમ્યો છે અને આ પહેલાં તે 2002માં પોર્ટુગલની સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમ્યો હતો. તેણે યૂરોપા લીગમાં પ્રથમ ગોલ પણ નોંધાવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!