Sunday, September 25, 2022
Home National બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

સાંસદો અને ધારાસભ્યોની બેઠક બાદ બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર એકલા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું.

સાંસદો અને ધારાસભ્યોની બેઠક બાદ બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર એકલા રાજભવન પહોંચ્યા હતા. અહીં તેઓ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું. આરજેડી સાંસદ અહમદ અશફાકે કહ્યું કે નીતીશે પહેલા જ બીજેપી છોડી દેવી જોઈતી હતી. ગઠબંધનનો નિર્ણય નીતિશ અને તેજસ્વીએ લેવાનો છે. રાજીનામું આપ્યા બાદ નીતીશ કુમારે કહ્યું કે જ્યાં સુધી તેઓ સાથે રહ્યા ત્યાં સુધી ગઠબંધનના ધર્મનું પાલન કર્યું. નીતિશે કહ્યું કે ધારાસભ્યો અને સાંસદોની સહમતિ બાદ અમે નિર્ણય લીધો છે. તમામ નેતાઓ ઈચ્છતા હતા કે અમે એનડીએ ગઠબંધનથી અલગ થઈ જઈએ.

બિહારમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડ્યા બાદ જનતા દળના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પહેલું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ પર JDUને ખતમ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. નીતિશ કુમારે કહ્યું કે ભાજપે હંમેશા તેમનું અપમાન કર્યું છે. સીએમ નીતિશે જેડીયુ ધારાસભ્યો સાથેની બેઠકમાં આ નિવેદન આપ્યું હતું.

- Advertisement -

બેઠકમાં નીતીશ કુમારે પાર્ટીના ધારાસભ્યોને કહ્યું, ભાજપે હંમેશા અપમાનિત કર્યું છે. જેડીયુને ખતમ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ભાજપે અમારા ધારાસભ્યોને ખરીદવાની તૈયારી કરી લીધી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, બેઠકમાં ઘણા ધારાસભ્યો, એમએલસીએ સીએમ નીતિશ કુમારને કહ્યું કે તેમનું વર્તમાન ગઠબંધન તેમને 2020થી નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચિરાગ પાસવાનનું નામ લીધા વિના, તેણે કહ્યું કે તે આવું જ એક ઉદાહરણ છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ હવે સજાગ નહીં થાય તો તે પાર્ટી માટે સારું નહીં હોય. આ સાથે જ જેડીયુના રાષ્ટ્રીય સંસદીય બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને નીતિશ કુમારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, નવા ગઠબંધનને તેના નવા સ્વરૂપમાં નેતૃત્વ કરવા બદલ નીતિશ કુમારને અભિનંદન.

બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!