Saturday, October 1, 2022
Home National કેનેડાની સંસદમાં ભગવત ગીતા મહોત્સવનો આરંભ, લાઈબ્રેરીમાં ગીતા સમાવાઈ

કેનેડાની સંસદમાં ભગવત ગીતા મહોત્સવનો આરંભ, લાઈબ્રેરીમાં ગીતા સમાવાઈ

  • આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો સંદેશ વંચાયો
  • દરેક વ્યક્તિએ જીવનમાં પોતાના શિક્ષણને આત્મસાત કરવું
  • ખાસ દિવસ પર હાજર રહેવા બદલ તેમણે તમામનો આભાર માન્યો

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના સંદેશના વાંચન સાથે કેનેડાના પાટનગર ઓટ્ટાવામાં પાર્લામેન્ટ હાઉસ ખાતે ત્રણ દિવસીય ઇન્ટરનેશનલ ભગવત ગીતા મહોત્સવનો આરંભ થયો હતો. આ પ્રસંગે કેનેડિયન પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં ભગવત ગીતાનો પવિત્ર ગ્રંથ મૂકવામાં આવ્યો હતો. આ અગાઉ ભારતીય મૂળના કેનેડિયન એમપી ચંદ્ર આર્ય અને ગીતા મનીશી સ્વામી શ્રી ગ્યાનાનંદના હસ્તે પાર્લામેન્ટ લાઇબ્રેરીના વડા સોન્યાને ભગવત ગીતા અર્પણ કરવામાં આવી હતી. પછીથી આ પ્રસંગે બોલતાં સ્વામી ગ્યાનાનંદે જણાવ્યું હતું કે હાલના સમયમાં ભગવત ગીતાની પ્રાસંગિકતા વધુ પ્રાસંગિક થઈ ગઈ છે. દરેક વ્યક્તિએ જીવનમાં પોતાના શિક્ષણને આત્મસાત કરવું જોઈએ. સ્વામી ગ્યાનાનંદે વધુમાં જણાવ્યું હતું કે આપણે ભગવત ગીતાના સંદેશને વિશ્વના ખૂણેખૂણે પ્રસરાવવાનો છે. તેના માટે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન દરેકને પાર્લામેન્ટ હિલ ખાતે આવકારતા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સંદેશને પણ વાંચવામાં આવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે આવી મહોત્સવો ફક્ત કેનેડાના નાગરિકોને એકબીજાના નજીક તો લાવશે જ સાથોસાથ તેમને પોતાના વૈવિધ્યની ઉજવણી કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભગવત ગીતામાં શાંતિ, સદ્ભાવ અને ભાઈચારાનો જે સંદેશ શિખવાડવામાં આવ્યો છે તે વૈશ્વિક છે અને આ ખાસ દિવસ પર હાજર રહેવા બદલ તેમણે તમામનો આભાર માન્યો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!