Friday, October 7, 2022
Home Science - Tech મોબાઈલમાં જો આ બંને એપ્સ તમે ડાઉનલોડ કરી છે તો સાવધાની રાખવી...

મોબાઈલમાં જો આ બંને એપ્સ તમે ડાઉનલોડ કરી છે તો સાવધાની રાખવી ખાસ

 

  • એન્ટિ વાઇરસ અને ક્લીનર એપ્સ તમને કંગાળ બનાવી દેશે

જેતે મોબાઇલધારક પોતાના ફોન માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એન્ટિ વાઇરસ એપ ડાઉનલોડ કરવાનું વિચારી રહ્યા છે તો તેમણે આ બાબતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે નકલી એન્ટિ વાઇરસ એપ્સ અને ક્લીનર એપ્સ તરીકે SharkBot માલવેર ગૂગલ પ્લેસ્ટોરમાં પરત આવી ગયો છે. જે ખાસ કરીને જેતે યૂઝર્સના ડેટાને ચોરી રહ્યો છે. આ એપ્સમાં Mister Phone Cleaner અને Kylhavy Mobile Securityનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત તે છે કે આ એપ્સને પહેલાંથી જ 60,000 કરતાં પણ વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે. એનસીસી ગ્રૂપના ફોક્સ-આઇટીના જણાવ્યા પ્રમાણે, માલવેરને સ્પેન, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, જર્મની અને અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રિયામાં યૂઝર્સને ટાર્ગેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ એપ્સને ડ્રોપર શાર્કબોટ માલવેરના ઇન્સ્ટોલેશનને ઓટોમેટિકલી પરફોર્મ કરવા માટે એક્સેસિબિલિટી પરમિશનની પણ આવશ્યક્તા નથી. આના બદલે તે જેતે યૂઝર્સને એન્ટિવાઇરસ એપ્સના માટે ફૅક અપડેટના રૂપમાં માલવેર ઇન્સ્ટોલ કરવાનું કહે છે.

- Advertisement -

આ માલવેરથી છેતરપિંડી કરીને ફંડ ટ્રાન્સફર થઇ શકે છે

ફોક્સ આઇટીના અલ્બર્ટો સેગુરાએ જણાવ્યું હતું કે, ‘આ નવું વર્ઝન જેતે યૂઝર્સને એન્ટિ વાઇરસના ખતરાથી તમને સુરક્ષિત રહેવા માટે નકલી માલવેરને નકલી અપડેટના રૂપમાં ઇન્સ્ટોલ કરવા માટે પ્રેરે છે. અમે ગૂગલ પ્લેસ્ટોરમાં કુલ બે SharkbotDopper એપને સક્રિય રીતે મેળવ્યો છે, જેમાંથી પ્રત્યેકમાં 10K અને 50K ઇન્સ્ટોલ છે. માલવેર કથિત રીતે લોગિંગ કિસ્ટ્રોક્સ ચોરી શકે છે, એસએમએસ મેસેજીસને ઇન્ટરસેપ્ટ કરી શકે છે અને ઓટોમેટેડ ટ્રાન્સફર સિસ્ટમ (ATS)નો ઉપયોગ કરીને છેતરપિંડી પણ કરી શકે છે.’ ઉલ્લેખનીય છે કે, ફોક્સ-આઇટીની થ્રેટ ઇન્ટેલિજન્સ ટીમે 22 ઓગસ્ટ, 2022ને વર્ઝન 2.25ની સાથે એક નવા શાર્કબોટ સેમ્પલનો ઉકેલ મેળવ્યો છે. અલબત્ત, ગૂગલે આ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. પણ જો કોઇ યૂઝર્સે અજાણતા આ બંને એપ્સ ડાઉનલોડ કરી હોય તો તેને તુરંત જ ડિલિટ કરવી હિતાવહ છે.

- Advertisement -
RELATED ARTICLES

હીરો મોટોકોર્પ Vida ઇલેક્ટ્રિક સ્કૂટર કાલે થશે લોન્ચ, કેટલી હશે કિંમત?

Hero MotoCorp 7 ઓક્ટોબરે કરશે Vida  લોન્ચબેટરીની કરી શકાશે અદલા-બદલીશ્રેષ્ઠ-ઇન-ક્લાસ સુવિધાઓની શ્રેણી સાથે થશે લોન્ચHero MotoCorp આવતીકાલે એટલે કે 7મી ઓક્ટોબર 2022ના રોજ તેની...

2022 Mahindra XUV300 Sportz ડિઝાઇન થઇ લીક

મહિન્દ્રા XUV300 એ મિડ-લાઇફ ફેસલિફ્ટ માટે સંપૂર્ણપણે તૈયારસત્તાવાર રીતે ડેબ્યુ પહેલા જ લીક થઇ ગઇ તસવીરોભારતમાં સૌથી પાવરફુલ સબ-4 મીટર કાર બની જશેમહિન્દ્રા XUV300...

ફોનમાં ઑન કરી લો આ સેટિંગ, અનેક શહેરોમાં શરૂ થઈ 5G સર્વિસ

5G સેવાઓ માટે મોબાઈલ સેટિંગમાં જઈને નેટવર્ક કરો ઓન એરટેલે 8 શહેરોમાં શરૂ કરી છે 5G સેવાઓ જિયો 4 શહેરોમાં ઓન ઈનવિટેશન આપી રહ્યું છે સેવા ભારતમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!