Friday, October 7, 2022
Home Sports ટી20 શ્રોણી માટે ઓસ્ટ્રેલિયન ટીમે મોહાલીમાં તૈયારી શરૂ કરી

ટી20 શ્રોણી માટે ઓસ્ટ્રેલિયન ટીમે મોહાલીમાં તૈયારી શરૂ કરી

  • કોચ દ્રવિડ, દિનેશ કાર્તિક, અશ્વિન અને હર્ષલ પટેલ મોહાલી પહોંચ્યા
  • સ્થાનિક પરિસ્થિતિ અને પિચને અનુકૂળ થવાનો પ્રયાસ કર્યો હતો.
  • ટીમમાં પરત ફર્યા હોવાથી તેમની પણ ફિટનેસ અંગે સમીક્ષા કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ભારત સામે મંગળવારથી રમાનારી ત્રણ મેચની ટી20 શ્રોણી માટે પૂર્વતૈયારીનો પ્રારંભ કરી દીધો છે. ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે લગભગ એક મહિના જેટલો સમય બાકી રહી ગયો છે. એરોન ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ આઇસીસી ટી20 રેન્કિંગમાં નંબર-1 ટીમ ભારતને પડકાર ફેંકવા માટે સક્ષમ છે. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે મોહાલી પહોંચ્યા બાદ થોડોક આરામ કરીને સ્થાનિક પરિસ્થિતિ અને પિચને અનુકૂળ થવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

ઓસ્ટ્રેલિયા માટે આ શ્રોણી આસાન રહેશે નહીં કારણ કે ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને વર્કલોડને મેનેજ કરવા માટે આરામ આપવામાં આવ્યો છે. વોર્નર ઉપરાંત સ્ટાર પેસ બોલર મિચેલ સ્ટાર્ક, મિચેલ માર્શ તથા માર્ક સ્ટોનિસ પણ આ સિરીઝનો હિસ્સો નથી. કેમરુન ગ્રીનને વોર્નરના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય કોચ રાહુલ દ્રવિડ, પેસ બોલર હર્ષલ પટેલ, વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને ઓફ સ્પિનર અશ્વિન સહિત કેટલાક ખેલાડીઓ મોહાલી પહોંચી ગયા હતા અને કેટલાક રવિવારે સવારે પહોંચે તેવી સંભાવના છે. એશિયા કપમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલાં તેના મિડલ ઓર્ડરની સમસ્યા તથા સર્વશ્રોષ્ઠ કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે. સુકાની રોહિત અને કોચ દ્રવિડ પાસે પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પારખવાની પણ તક મળશે. કેટલાક ઇજાગ્રસ્ત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની શ્રોણી માટે ટીમમાં પરત ફર્યા હોવાથી તેમની પણ ફિટનેસ અંગે સમીક્ષા કરવામાં આવશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

લિયોનેલ મેસ્સીની નિવૃત્તિ અંગેની મોટી જાહેરાત, કતારમાં છેલ્લો ફુટબોલ વર્લ્ડકપ રમશે

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ...

પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી...

IND Vs SA: 15 ઓવર બાદ ભારતનો સ્કોર 45/2

હેનરિક ક્લાસેનના 74, ડેવિડ મિલરના 75 રન શાર્દુલ ઠાકુરની બે, કુલદીપ-બિશ્નોઈની એક-એક વિકેટ વરસાદના કારણે મેચ 40-40 ઓવરની રાખવામાં આવીભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!