Saturday, October 1, 2022
Home Sports ઓસ્ટ્રેલિયા કોહલીની ફેવરિટ ટીમ, ટી20માં 146 પ્લસના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે

ઓસ્ટ્રેલિયા કોહલીની ફેવરિટ ટીમ, ટી20માં 146 પ્લસના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે

  • રેકોર્ડ બુક । ભારત અને ઓસ્ટ્રેલિયાના ટોપ-6માં ચાર ભારતીય ખેલાડીઓ
  • એરોન ફિન્ચે 136.22ના સ્ટ્રાઇક રેટથી ભારત સામે 440 રન બનાવ્યા છે
  • મોહાલીમાં કોહલીએ ભરપૂર રન બનાવ્યા છે, 2016માં અણનમ 82 રન ફટકાર્યા હતા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 શ્રોણીનો મંગળવારથી પ્રારંભ થઇ રહ્યો છે અને બંને ટીમોએ આકરી પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. આ મેચમાં તમામની નજર વિરાટ કોહલી ઉપર રહેશે જેણે એશિયા કપની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાન સામે અણનમ 122 રનની ઇનિંગ રમી હતી. કોહલીને ઓસ્ટ્રેલિયા સામે ટી20 રમવાનું વધારે પસંદ છે. અન્ય ટીમોની તુલનામાં કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સર્વાધિક રન બનાવ્યા છે. કોહલી બંને ટીમો વચ્ચેની ટી20 મેચોમાં સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન પણ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની 19 મેચમાં 59.83ની એવરેજ તથા 146.23ના સ્ટ્રાઇક રેટથી 718 રન બનાવ્યા છે. તેણે સાત અડધી સદી પણ નોંધાવેલી છે. અણનમ 90 ઓસ્ટ્રેલિયા સામેનો સર્વશ્રોષ્ઠ સ્કોર છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન સુકાની એરોન ફિન્ચ બીજા ક્રમે છે. ફિન્ચે ભારત સામેની 15 મેચમાં 440 રન બનાવ્યા છે અને તેની સરેરાશ 29.33ની તથા સ્ટ્રાઇક રેટ 136.22નો રહ્યો છે.

- Advertisement -

મોહાલીમાં કોહલીએ ભરપૂર રન બનાવ્યા છે, 2016માં અણનમ 82 રન ફટકાર્યા હતા

કોહલીએ મોહાલીમાં ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં રનનો ઢગલો ખડક્યો છે. તેણે ત્રણેય ફોર્મેટની 13 મેચમાં 64.27ની સરેરાશથી 707 રન બનાવ્યા છે. કોહલીએ 2016માં ન્યૂઝીલેન્ડ સામેની વન-ડેમાં અણનમ 154 રનની ઇનિંગ રમી હતી. બે ટી20 મેચમાં કોહલીને એકમાં બેટિંગ કરવાની તક મળી નહોતી. 2016માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની મેચમાં અણનમ 82 રનની ઇનિંગ રમીને ભારતને વિજય અપાવ્યો હતો. મોહલીમાં ભારત ત્રણ ટી20 મેચ રમ્યું છે અને તમામમાં વિજય હાંસલ કર્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!