Monday, September 26, 2022
Home Gujarat મ્યુનિ.ના અધિકારી અને કર્મચારીઓ માટે મોબાઇલ એપ પર હાજરી પૂરવી ફરજિયાત

મ્યુનિ.ના અધિકારી અને કર્મચારીઓ માટે મોબાઇલ એપ પર હાજરી પૂરવી ફરજિયાત

  • ઓફિસ અવર્સ દરમિયાન ગુલ્લી મારનારા પર તવાઈ
  • દિવસમાં બે વખત હાજરી ભરવી પડશે
  •  AMCના 25 હજાર કર્મચારીઓને અસર થશે

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે હવે રોજ સવાર અને સાંજ એમ બે વખત મોબાઇલ એપ દ્વારા હાજરી ફરજિયાત પૂરવાનો મ્યુનિ. કમિશનરે આદેશ કર્યો છે અને આ નવા નિયમની મ્યુનિ. કોર્પોરેશનના પચીસ હજારથી વધુ અધિકારીઓ પર અસર પડશે. આ યોજના આગામી તા. 16મી સપ્ટેમ્બરથી અમલી બનશે. આ માટે મ્યુનિ. દ્વારા ખાસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓ અને કર્મચારીઓ આ એપ્લિકેશનમાં પંચઇન તથા પંચઆઉટ કરી સેલ્ફી લઈ હાજરી ભરી શકશે.

- Advertisement -

દેખીતી રીતે જ મ્યુનિ. ઓફિસ દરમિયાન ગુલ્લી મારતા અને સાંજના 6.10ના સમય પહેલાં વહેલા ચાલ્યા જતા અધિકારીઓ અને મ્યુનિ. કર્મચારીઓને કાનૂની પાઠ ભણાવવા આ યોજના અમલી બનાવવામાં આવી છે અને તેના અમલ પહેલાં મ્યુનિ. ભાજપના પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં તેની મંજૂરી પણ લેવામાં આવી છે.

મ્યુનિ. સૂત્રોએ એમ જણાવ્યું કે, વર્ગ-1 અને વર્ગ-2 (ક્લાસ 1 અને 3)ના અધિકારીઓ પોતાની ઓફિસમાં ઓફિસ અવર્સ દરમિયાન હાજર ન રહેતા હોવાથી મ્યુનિ. કામો માટે મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે મ્યુનિ. શાસકપક્ષ ભાજપના પદાધિકારીઓ તેમનો સીધો સંપર્ક કરી શકતા ન હતા એટલું જ નહીં મોબાઇલ ફોન પર પણ તેમનો સંપર્ક સાધવો મુશ્કેલ બન્યો હોવાની સ્ટેન્ડિંગ કમિટી તથા અન્ય કમિટીના સભ્યો સતત ફરિયાદ કરતા હતા. કોર્પોરેટરોની ફરિયાદ તો કાયમી બની હતી. આ માટે મ્યુનિ. કમિશનર લોચન સેહરાનું શાસક પક્ષના પદાધિકારીઓએ ધ્યાન પણ દોર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે ક્લાસ વન, ટુ અને થ્રીના કર્મચારીઓ બાદ ચોથા વર્ગના પટ્ટાવાળા, ડ્રાઇવરો ઉપરાંત સફાઈ કામદારો સહિતના તમામ કર્મચારીઓ માટે પણ મોબાઇલ એપથી હાજરી પૂરવાની યોજના અમલી બનાવવામાં આવનાર છે. આ માટે ખાસ પ્રકારની મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવનાર છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!