Saturday, October 1, 2022
Home Gujarat બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓના ત્રાસથી 17 જેટલી બાલિકાની તબિયત બગડતાં હોસ્પિટલ લવાઈ

બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓના ત્રાસથી 17 જેટલી બાલિકાની તબિયત બગડતાં હોસ્પિટલ લવાઈ

  • પછાત જ્ઞાતિની બાલિકાઓ પર ત્રાસ ગુજારાયો
  • બાળકીઓ માનસિક ટેન્શન, બીક જેવું અનુભવતી હતી
  • બાળકીઓ ડરની મારી ડઘાઈ ગઈ હોઈ આવી સ્થિતિ ઉદ્દભવી શકે છે

ઝાલાવડ ના હળવદ તાલુકા માં એક માત્ર મેરૂપર ગામે આવેલી અને સરકાર હસ્તક કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો.6 થી 8 ની ગરીબ વર્ગની અને પછાત જાતી અને સ્થળાંતરીય વાલીઓ ની કન્યા માટે નિઃશુલ્ક અભ્યાસ ઉપરાંત હોસ્ટેલ કાર્યરત છે ત્યારે આ બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ પર ત્રાસ ગુજારતા હોસ્ટેલ છોડી ગયેલ 17 વિદ્યાર્થીનીઓની તબિયત બગડતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી છે

- Advertisement -

હળવદના મેરૂપર ગામે આવેલી તાલુકાની એક માત્ર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં તાલુકાના જુદા જુદા ગામની 58 બાલિકાઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહી છે. પાછલા ઘણા દિવસોથી આ વિદ્યાલયનું શૈક્ષણિક તંત્ર સાવ ખાડે ગયું હોય તેવી રાવ આવી રહી આવા ટાણે મોટા ધોરણમાં ભણતી બાળકીઓ પાસે વિદ્યાલયની કેટલીક શિક્ષિકાઓ દ્વારા પોતાના બાળકો સાચવવા અને ઘરના કામ કરવાની વેઠ કરવામાં આવતી ઉપરાંત ફૂટપટ્ટીથી મારઝૂડ કરવામાં આવતી હોઈ હોસ્ટેલની ધોરણ 8માં ભણતી 17 જેટલી વિદ્યાર્થીનીઓ ગઈકાલે હોસ્ટેલ છોડીને નીકળી જતા ત્રાસ ગુજારનાર શિક્ષિકાઓના પગતળે રેલો આવ્યો હતો. અને સમગ્ર બનાવ અંગેની જાણ ઉપર ઇન્ચાર્જ અધિકારીને કરાતા તેઓ દોડી આવ્યા હતા.

જો કે આ અધિકારીએ પણ ત્રાસ ગુજારનાર શિક્ષિકાઓનો પક્ષ લઈ હોસ્ટેલ છોડી જનાર દીકરીઓને દમદાટી મારતા આ દીકરીઓની તબિયત લથડી હતી અને હાલ આ તમામ દીકરીઓ ડિપ્રેશનમાં આવી જતા સારવાર માટે હળવદ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને સારવાર કરવી હતી જ્યારે અન્ય ત્રણ બાલિકાને વધુ નબળાઈ જેવું લાગતા બાટલા ચડાવ્યા હતા.

બાલિકા વિદ્યાલયના આચાર્ય શું કહે છે?

કસ્તુરબા ગાંધી વિદ્યાલય મેરૂપરના આચાર્ય અમૃતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અહીંયા અભ્યાસ કરાવતા બે ટીચરો આ દીકરીઓને ત્રાસ આપતા હોય આ ઘટના બની છે. હોસ્ટેલ છોડવા મામલે ઉપરી અધિકારીએ દીકરીઓને ટોર્ચર કર્યા હોવાથી તબીયત બગડી છે.

- Advertisement -

બાળકીઓ માનસિક ટેન્શન, બીક જેવું અનુભવતી હતી

ડો.આર.કે.સીંગાના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં 17 બાલિકાઓ સારવાર માટે આવી હતી. જેમને માનસિક ટેનશન, બીક જેવું લાગતા ચક્કર આવવા જેવી ફરિયાદ કરતા સારવાર કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણ વિભાગ શું કહે છે?

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ભરતભાઇ વિડજાએ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ હોવાનું હોવાનું જણાવતાં તપાસનું નાટક કરી રહ્યાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!