Tuesday, September 27, 2022
Home International મ્યાનમારની શાળામાં સેનાએ ગોળી ચલાવી, 13ના મોતની સંભાવના

મ્યાનમારની શાળામાં સેનાએ ગોળી ચલાવી, 13ના મોતની સંભાવના

  • એક વર્ષમાં લગભગ 2 હજાર લોકોના મોત થયા
  • ફાયરિંગમાં 17થી વધુ લોકો ઘાયલ થયા
  • લગભગ એક કલાક સુધી ગોળીબાર થયો

મ્યાનમારમાં સેનાના હેલિકોપ્ટરે એક સ્કૂલ પર ગોળીબાર કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, શાળામાં હાજર ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા હતા, જેમાં 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ શાળા બૌદ્ધ મઠમાં આવેલી હતી. મળતી માહિતી મુજબ ફાયરિંગમાં 17થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. સેન્ટ્રલ સાગિંગ વિસ્તારમાં આવેલી સ્કૂલ પર સેનાએ હુમલો કર્યો હતો. સૈન્યનું કહેવું છે કે વિદ્રોહીઓ શાળામાં છુપાયેલા હતા.

- Advertisement -

ફાયરિંગમાં 17થી વધુ લોકો ઘાયલ થયા

કેટલાક બાળકો સૈન્યના હુમલા પછી તરત જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક સૈનિકો ગામમાં ઘૂસ્યા ત્યારે માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોને શાળાથી 11 કિલોમીટર દૂર સ્થિત નગરમાં દફનાવવામાં આવ્યા હતા. સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વિદ્રોહીઓએ પહેલા ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ જવાબ આપવામાં આવ્યો હતો. ગામમાં લગભગ એક કલાક સુધી ગોળીબાર થયો.

લગભગ એક કલાક સુધી ગોળીબાર થયો

સ્કૂલ એડમિનિસ્ટ્રેટર મારના કહેવા પ્રમાણે, તે બાળકોને સુરક્ષિત જગ્યાએ છુપાવવાનો પ્રયાસ કરી રહ્રા હતી. ત્યારબાદ ચાર Mi-35 હેલિકોપ્ટર આવ્યા. તેમાંથી બેએ ફાયરિંગ શરૂ કર્યું. શાળા પર મશીનગન અને ભારે હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં સાત વર્ષનો છોકરો અને શિક્ષક ગોળીઓનો ભોગ બની ગયા હતા. તેને લોહી વહી રહ્યું હતું અને પાટો બાંધીને લોહી વહેતું અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

 12 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી

ફાયરિંગ બંધ થયા બાદ સેનાએ બધાને બહાર આવવા કહ્યું. ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી. કેટલાકને પીઠમાં, કેટલાકને ગળામાં અને કેટલાકને જાંઘમાં ગોળી વાગી હતી. ત્યાંના મીડિયાએ જણાવ્યું કે પીપલ્સ ડિફેન્સ ફોર્સના સભ્યો છુપાયા હોવાની માહિતી પર સેના સ્કૂલમાં તપાસ કરવા ગઈ હતી. જણાવી દઈએ કે જ્યારથી મ્યાનમારમાં બળવો થયો છે ત્યારથી સેનાના હુમલામાં અવારનવાર નાગરિકોના મોત થાય છે. એક વર્ષમાં લગભગ 2 હજાર લોકોના મોત થયા છે. તે જ સમયે, 12 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

NASAએ ઇતિહાસ રચી દીધો, એસ્ટરોઇડથી ટકરાયું DART સ્પેસક્રાફટ

ધરતી તરફ આવતા ખતરનાક એસ્ટરોઇડની દિશા બદલી શકાશે વૈજ્ઞાનિકોને આશા એસ્ટરોઇડની દિશા અને ગતિ બંને બદલાશે પૃથ્વીને એસ્ટરોઇડના ખતરાથી બચવાના અભ્યાસમાં સફળ નાસા (NASA)એ મંગળવારે વહેલી સવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!