Monday, September 26, 2022
Home Sports ઓલિમ્પિયનને પડકાર ફેંકે તેવા તીરંદાજ ગુજરાતમાં તૈયાર

ઓલિમ્પિયનને પડકાર ફેંકે તેવા તીરંદાજ ગુજરાતમાં તૈયાર

  • અતનુ દાસને પડકાર ફેંકે તેવો તીરંદાજ ભીંગાભાઇ ભીલ તૈયાર
  • ભીંગાભાઇ, કમલેશ, મુકેશ, કૌશલ, પાયલ મેડલ્સના પ્રબળ દાવેદાર
  • ગુજરાતના તીરંદાજોની રિધમને જોતાં આઠ મેડલ્સ પાક્કા: કોચ

ગુજરાતમાં 27મી સપ્ટેમ્બરથી યોજનારી 36મી નેશનલ ગેમ્સ માટે રાજ્યની મોટા ભાગની ટીમો મેડલ્સ જીતીને રાજ્યને ટોપ-10માં સ્થાન અપાવવા માટે તૈયાર છે. નેશનલ ગેમ્સમાં ઓલિમ્પિયન્સ, વર્લ્ડ ચેમ્પિયન્સ સહિત નેશનલ ઇવેન્ટના વિજેતાઓ ભાગ લેવાના છે. આ સ્થિતિમાં ગુજરાત માટે મેડલ્સ જીતવાનું મુશ્કેલ બનશે પરંતુ તીરંદાજી (આર્ચરી)માં ગુજરાત મેડલની આશા રાખી શકે છે.

- Advertisement -

નડીયાદ ખાતે આર્ચરી એકેડેમીમાં તૈયારી

ઓલિમ્પિયન અતનુ દાસને પડકાર ફેંકે તેવો તીરંદાજ ભીંગાભાઇ ભીલ તૈયાર છે. ભીંગાભાઇ ઉપરાંત કમલેશ વસાવા, મુકેશ રાઠવા, કૌશલ ભીલ, પાયલ રાઠવા પણ મેડલ્સ માટેના દાવેદાર છે. નડીયાદ ખાતે આવેલી આર્ચરી એકેડેમી તથા એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં તૈયાર થયેલા ગુજરાતના તીરંદાજો દરરોજ આઠથી દસ કલાક પ્રેક્ટિસ કરે છે અને ફિટનેસ મેનેજમેન્ટ માટે સાઇકોલોજિસ્ટની મદદ પણ લે છે. આ કારણથી તેઓ ગેમ ટાઇમમાં અચૂક નિશાન તાકવા ઉપરાંત ટાર્ગેટ ઉપર ધ્યાન પણ કેન્દ્રિત કરી શકે છે.

ગુજરાતને મેડલ મળે તેવી પૂરી સંભાવના

- Advertisement -

આસામ ખાતે 2007માં રમાયેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતને આર્ચરીમાં પ્રથમ મેડલ અપાવનાર કોચ દિનેશભાઇ ભીલે જણાવ્યું હતું કે ભીંગાભાઇ હાલમા બે ગેમના 720 ડિગ્રીમાંથી 660-665 પોઇન્ટ હાંસલ કરે છે જેના કારણે ગુજરાતને મેડલ મળે તેવી પૂરી સંભાવના છે. પ્રત્યેક સેશનમાં તીરંદાજના સ્કોર અને તેની ટેક્નિક અંગે વાતચીત કરીને તેમની નજીવી નબળાઇઓ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નોંધનીય છે કે દિનેશભાઇએ 2012માં ચેન્નઇ ખાતે યોજાયેલી સિનિયર નેશનલ્સમાં અતનુ દાસને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

36મી નેશનલ ગેમ્સમાં મેડલ્સ વધશે

1996-97 સિનિયર નેશનલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચનાર દિનેશભાઇએ જણાવ્યું હતું કે હાઇ-ટેક ટેક્નોલોજીની મદદથી પણ તીરંદાજોની નબળાઇને દૂર કરવામાં આવી રહી છે જેના કારણે 36મી નેશનલ ગેમ્સમાં તેમના મેડલ્સની તક વધી જાય છે. આર્ચરીમાં બંને કેટેગરીના 24 તીરંદાજો ભાગ લઇ રહ્યા છે અને ગુજરાતના તીરંદાજોએ કન્ડિશનિંગ કેમ્પમાં દાખવેલી રિધમના કારણે ઓછામાં ઓછા આઠથી નવ મેડલ્સ મળે તેવી આશા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!