Tuesday, September 27, 2022
Home National J&Kમાં વધુ એક અકસ્માત | મેડીકલ કોલેજને મળ્યું નરેન્દ્ર મોદીનું નામ

J&Kમાં વધુ એક અકસ્માત | મેડીકલ કોલેજને મળ્યું નરેન્દ્ર મોદીનું નામ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક અકસમાતની દર્દનાક ઘટના બની છે. અહીંના રાજૌરીમાં ગુરુવારે એક બસ અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. તો, બીજી બાજુ, યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં એડમિશન આપી શકાય નહીં. તો, બીજી બાજુ નામિબિયાથી ભારત આવી રહેલા ચિત્તાઓને લઈને દેશભરમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો, રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની સિસ્ટમ શરૂ કરવા વિચારી રહ્યું છે. ત્યારે, અમદાવાદમાં મેટ મેડીકલ કોલેજનું નામકારણ થવા જઈ રહ્યું છે. આ મેડીકલ કોલેજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામ આપવામાં આવશે…ની સાથે સાથે વાંચો દેશ દુનિયાના 6 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર…

- Advertisement -

SCO સંમેલન : ઉઝબેકિસ્તાન જતા પહેલા PM મોદીએ આપી પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઉઝબેકિસ્તાનની મુલાકાત પહેલા એક નિવેદન જારી કર્યું છે. PMO દ્વારા જારી કરાયેલા નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું કે, હું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાજ્યના વડાઓની પરિષદની બેઠકમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિયોયેવના આમંત્રણ પર સમરકંદની મુલાકાત લઈશ. SCO સમિટમાં ચીન, પાકિસ્તાન અને રશિયાના રાષ્ટ્રાધ્યક્ષો પણ ભાગ લઈ રહ્યા છે.

- Advertisement -

વિદ્યાર્થીઓ સસ્તી ફી માટે યૂક્રેન યુનિવર્સિટીમાં ગયા હતા: કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ

યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે, મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં એડમિશન આપી શકાય નહીં. વિદ્યાર્થીઓ તેમની યૂક્રેનની કોલેજોમાંથી મંજૂરી મેળવ્યા પછી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

સ્પેશિયલ વિમાનમાં નામીબિયાથી ભારત આવશે ચિત્તા, ખાસ પેઇન્ટિંગે જીત્યું દિલ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બર આ વર્ષે ખાસ રહેવાનો છે. આ દિવસે દેશમાં લુપ્ત થઈ ગયેલી ધરતી પર સૌથી ઝડપથી દોડતા વન્ય પ્રાણી ચિત્તા આવવાના છે. વાસ્તવમાં 70 વર્ષ બાદ નામીબિયાના 8 ચિત્તા ભારત આવવાના છે. તેમને લેવા માટે એક સ્પેશિયલ પ્લેન નામીબિયા પહોંચ્યું છે. પીએમ મોદી આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડશે.

ભારતીયોને મોટી ભેટ આપવાની તૈયારીમાં પુતિન, રશિયાએ કરી વિશેષ જાહેરાત

રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની સિસ્ટમ શરૂ કરવા વિચારી રહ્યું છે. મોસ્કો સિટી ટૂરિઝમ કમિટીના ડેપ્યુટી ચેરમેન એલિના અરુતુનોવાએ મુંબઈમાં એક ઈવેન્ટમાં જણાવ્યું કે, રશિયા ભારતીય ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી યોજના પર કામ કરી રહ્યું છે, જેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં રશિયા ટૂંક સમયમાં ભારતીયો માટે ઈ-વિઝા શરૂ કરવા જઈ રહ્યું છે.

દિલ્હીમાં શરાબના નિયમો બદલાતા ગોડાઉનમાં પડેલી 70 લાખ બોટલોનું શું કરવું?

દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી જૂની દારૂની નીતિ લાગુ થવાને કારણે આબકારી વિભાગ પાસે દારૂની 70 લાખ દારૂ અને બીયરની બોટલો બચી છે. નવો નિયમ લાગુ થતાં જ આ બોટલોનું વેચાણ કે નિકાલ કેવી રીતે કરવું, તે અંગે આબકારી વિભાગ વિચાર કરી રહ્યું છે. આ બોટલોને કેજરીવાલ સરકારની વિવાદાસ્પદ દારૂની નીતિ 2021-22 હેઠળ વેચી શકાતી નથી, જેના કારણે આ બોટલો હજુ પણ ગોડાઉનમાં પડી રહી છે.

J&Kમાં વધુ એક અકસ્માત, રાજૌરીમાં બસ ખીણમાં પડતાં 5ના મોત

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક અકસમાતની દર્દનાક ઘટના બની છે. અહીંના રાજૌરીમાં ગુરુવારે એક બસ અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જિલ્લાના ભીમ્બર ગલી પાસે આજે સવારે અનેક મુસાફરોને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.

MSUમાં રૂ.15.4 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સની મલ્ટીસ્ટોરી હોસ્ટેલ બનશે

MS યુનિવર્સીટી દ્વારા કોરોના પહેલાં મુકાયેલી દરખાસ્તને ગુજરાત સરકારે લીલીઝંડી આપતા હવે કુલ રૂ.15.4 કરોડના ખર્ચે નવી બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે. રાજ્ય સરકાર હોસ્ટેલના નિર્માણ માટે યુનિ તબક્કામાં રૂ.4 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.

બાકી મિલકત વેરાને પગલે જંબુસર તાલુકા પંચાયતે TDO ઓફિસને માર્યું સિલ

જંબુસર તાલુકા પંચાયત દ્વારા જંબુસર નગર પાલિકાનો રૂપિયા 4,98,000 હજારનો બાકી મિલકત વેરો ભરપાઈ ન કરાતા તાલુકા પંચાયતની કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસને સીલ મારવામાં આવ્યું હતું. જેને લઈને પંથકમાં ચકચાર મચી જવા પાણી હતી.

AMC મેટ મેડિકલ કોલેજનું નવું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ

અમદાવાદમાં આવેલી એ.એમ.સી. મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામ આપવામાં આવ્યું છે. આ અંગેનો નિર્ણય મેટની એકઝ્યુકેટિવ કમિટીમાં લેવામાં આવ્યો છે. જે બાદ AMCની સ્ટેન્ડિંગ કમિટીએ મેટ મેડીકલ કોલેજના નામને બદલવાની દરખાસ્તને મંજૂર કરી હતી.

સુરતમાં ગૌમાંસની વાનગીઓ પીરસતી રેસ્ટોરન્ટનો ભાંડો ફૂટયો

સુરત શહેરના હોડીબંગ્લા ત્રણ રસ્તા પાસે આવેલી એક હોટલમાંથી ગૌમાંસ મળી આવતા પોલીસે હોટલ માલિક અને ખાટકી વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં બિલ્ડીંગ ઉપરથી પટકાયેલા 2 શ્રમિકોના સીસીટીવી ફૂટેજ મળ્યા

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી નજીક એસ્પાયર – 2 નામની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ત્યાં બુધવારે સવારના 10 વાગ્યાની આસપાસ એક માચડો તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા હતા. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. હાલ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

રાજસ્થાન રાજકીય ઉથલપાથલ, આજે સોનિયા ગાંધીને સોંપાશે રિપોર્ટ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ગેહલોત ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા ઓછી અશોક ગેહલોતથી સોનિયા ગાંધી નારાજ રાજસ્થાન કટોકટી અંગે જયપુરથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!