Monday, September 26, 2022
Home National J&Kમાં વધુ એક અકસ્માત, રાજૌરીમાં બસ ખીણમાં પડતાં 5ના મોત

J&Kમાં વધુ એક અકસ્માત, રાજૌરીમાં બસ ખીણમાં પડતાં 5ના મોત

  • રાજૌરી જિલ્લાના ભીમ્બર ગલી પાસે બનેલો બનાવ
  • મુસાફરોને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડી
  • ગઈકાલે પૂંછમાં બસ અકસ્માતમાં 11ના મોત થયા હતા

જમ્મુ-કાશ્મીરમાં ફરી એક અકસમાતની દર્દનાક ઘટના બની છે. અહીંના રાજૌરીમાં ગુરુવારે એક બસ અચાનક બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જિલ્લાના ભીમ્બર ગલી પાસે આજે સવારે અનેક મુસાફરોને લઈ જતી બસ ઊંડી ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. માંજાકોટ તહસીલદાર જાવેદ ચૌધરીએ આ માહિતી આપી હતી. આ અકસ્માત બાદ ચારે બાજુ ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસ મૃતદેહોને કબજે લઈને તેની ઓળખ કરી રહી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

- Advertisement -

J&Kના લેફ્ટનન્ટ ગવર્નરે સંવેદના વ્યક્ત કરી

- Advertisement -

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એલજીના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મનોજ સિન્હાએ કહ્યું કે, રાજૌરીમાં થયેલા દર્દનાક અકસ્માતમાં લોકોના મૃત્યુથી હું દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. ભગવાન ઈજાગ્રસ્તોને જલદી સાજા કરે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

પુંછમાં ગઈકાલે રોડ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનિય છે કે, ગઈકાલે બુધવારે પણ જમ્મુ-કાશ્મીરમાં આવી જ એક ઘટના બની હતી. બુધવારે પૂંચ જિલ્લામાં એક મીની બસ ઊંડી ખીણમાં પડતાં તેમાં સવાર 11 લોકોનાં મોત થયાં હતાં અને 29 અન્ય ઘાયલ થયાં હતાં. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો મોટો હતો કે સેનાએ બચાવ કામગીરી શરૂ કરવી પડી હતી.

ગઈકાલના અકસ્માતમાં 29 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ ગલી મેદાનથી પુંછ તરફ જઈ રહી હતી અને સવારે 8.30 વાગે સાવજિયાના સરહદી વિસ્તારમાં બરારી નાળા પાસે અકસ્માતની ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવ મુસાફરો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેમણે કહ્યું કે આ અકસ્માતમાં 29 મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી નવની હાલત ગંભીર છે અને તેમાંથી છને વિશેષ સારવાર માટે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને દરેકને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!