Monday, September 26, 2022
Home Gujarat અંજાર પોલીસના ત્રણ સ્થળોએ ધમધમતા જુગારધામ પર દરોડા

અંજાર પોલીસના ત્રણ સ્થળોએ ધમધમતા જુગારધામ પર દરોડા

  • અંજારમાં ત્રણ જુદા જુદા સ્થળોએ સ્થાનિક પોલીસની કાર્યવાહીથી ફફડાટ
  • વિજયનગરમાં રહેતો શખ્સ બહારથી ખેલીઓ બોલાવી ક્લબ ચલાવતો હતો
  • રોકડ, બાઈક, મોબાઈલ મળી 8.60 લાખનો મુદામાલ કબજે કરી લેવાયો

અંજારમાં જનરલ હોસ્પિટલ પાછળ, રેલવે ફાટક પાસે આવેલ સરકારી ગોડાઉન બહાર તેમજ પ્રજાપતિ છાત્રાલય પુલીયાની બાજુમાં વગેરે સ્થળોએ ચાલતા જુગારધામો પર પોલીસે તવાઈ વર્તાવીને 20 શખ્સોની ધરપકડ કરી લીધી હતી, પરંતુ એક ઈસમ પલાયન થઈ ગયો હતો. પકડાયેલ આરોપી પાસેથી રોકડ, મોબાઈલ, બાઈક વગેરે મળી કુલ્લે રૂપિયા 8.60 લાખનો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો.

- Advertisement -

બાતમીને આધારે અંજાર પોલીસનું એક્શન

અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે જનરલ હોસ્પિટલ પાછળ આવેલ ઓરડીમાં આરોપી હિતેષ પ્રેમજી સોરઠીયા રહે, વિજયનગરવાળો બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે છાપો મારીને આરોપી હિતેષ તેમજ સુનિલ બળવંતરાય બારોટ, હિરેન જયંતીલાલ પટેલ, હિરેન નરોતમ સોરઠીયા, ભાવેશ સામજી સોરઠીયા, ભરત જેરામ ઠક્કર, વિશાલ જયંતી ગુસાઈ, વિનોદ ધરમશી સોરઠીયા, નરેશ લાલજી મહેશ્વરી, જયંતીગર બાબુગર ગુંસાઈ, જીતેશ રવી ટાંક, અશ્વીન નરશી હડીયા, વિજય હિરાલાલ સોરઠીયા, ભાવેશ વલમજી સોરઠીયા, જીગર રમણીકલાલ ઠક્કર અને ધ્રુવ પ્રવિણ વ્યાસની ધરપકડ કરી લીધી હતી. આરોપી પાસેથી રોકડ 1.06 લાખ તથા 17 મોબાઈલ ફોન, 10 બાઈક વગેરે મળી કુલ રૂપિયા 8,12,200 નો મુદામાલ કબજે કરી લેવામા આવ્યો હતો.

લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત

- Advertisement -

જુગારની અન્ય એક ઘટનામાં પોલીસે વરસામેડી રેલવે ફાટક પાસે સરકારી ગોડાઉનની બહાર છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતા હાસમશા કાસમશા શેખ અને અનવર હસનઅલી કલ્યાણીની ધરપકડ કરી લીધી હતી. આરોપી પાસેથી બાઈક સહિત રૂ.53,700 નો મુદામાલ કબજે કરી લીધો હતો. અન્ય એક બનાવમાં પોલીસે પ્રજાપતિ છાત્રાલય પુલીયાની બાજુમાં છાપો મારીને જુગાર રમતા જયેશ ઉર્ફે ચકો વેલજી પ્રજાપતિ અને સલીમ ઈબ્રાહિમ બાયડની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પરષોતમ ઉર્ફે વાંદરી રાયધન પ્રજાપતિ પલાયન થઈ ગયો હતો. આરોપી પાસેથી રૂપિયા 5,570 નો મુદામાલ કબજે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!