Wednesday, September 28, 2022
Home Life-Style કોમનવેલ્થ ગેમમાં નાની ઉંમરમાં સિનિયર ખેલાડીઓને માત આપનાર અનાહતસિંહ

કોમનવેલ્થ ગેમમાં નાની ઉંમરમાં સિનિયર ખેલાડીઓને માત આપનાર અનાહતસિંહ


ફિલ્મ દંગલમાં આમિર ખાનનો ડાયલોગ `મ્હારી છોરિયાં છોરોં સે કમ હૈં કે…’ તમે સાંભળ્યો જ હશે? કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની દીકરીઓએ જે પ્રદર્શન કર્યું છે, એ આ ડાયલોગને એકદમ સાચો ઠેરવે છે. એ પછી મીરાબાઇ ચાનૂ હોય કે અનાહત સિંહ હોય. અનાહત સિંહ ભારતની સૌથી યુવાન એથ્લિટ છે જે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 14 વર્ષની દીકરીનું કોમનવેલ્થ સુધી પહોંચવું એ દેશ માટે ગર્વની વાત છે. એટલું ઓછું હોય એમ આ નાનકડી ખેલાડીએ પહેલી જ મેચમાં પોતાના કરતાં અનેક સિનિયર ખેલાડીઓને ખરાબ રીતે હરાવીને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર શરૂઆત કરી હતી. અહીંથી તે અટકી નહોતી બીજી અને ત્રીજી ગેમમાં પણ અનાહતે 11-2, 11-0થી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ જીત પછી તેની આંખોમાંથી હરખનાં આંસુ વહેવા માંડ્યાં હતાં. તો બીજી બાજુ તેની અકલ્પનીય જીતને કારણે આખો દેશ આનંદના સાગરમાં ડૂબી ગયો હતો. આટલી નાની ઉંમરમાં ધુરંધર ખેલાડીઓને હરાવનારી અનાહત અચાનક સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ હતી.

- Advertisement -

13 માર્ચ, 2008માં દિલ્હીમાં જન્મેલી અનાહત સિંહના પિતાનું નામ ગુરશરણ સિંહ છે. તે પોતે વકીલ છે. અનાહતની માતા તાની સિંહ ઇન્ટીરિયર ડિઝાઇનર છે. પિતા ગુરશરણ હોકી રમતા હતા પરંતુ તે રાષ્ટ્રીય ટીમમાં સામેલ ન થઇ શક્યા, પરંતુ તેમની બંને દીકરીઓએ પિતાની ઇચ્છાને ફળીભૂત કરી. અનાહત છ વર્ષની હતી ત્યારે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. રમત દરમિયાન તેને સ્ક્વૈશમાં રસ જાગ્યો. કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેતાં પહેલાં અનાહત સિંહ આંતરરાષ્ટ્રીય સ્તર પર મેડલ જીતી ચૂકી છે. અનેક ટૂર્નામેન્ટ્સમાં જીત મેળવનાર અનાહતે 2019માં યોજાયેલા બ્રિટિશ ઓપનમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 2020માં યોજાયેલા બ્રિટિશ એન્ડ મલેશિયા જુનિયર ઓપનમાં તેણે રજતપદક મેળવ્યો હતો. તેણે યૂએસ જુનિયર સ્ક્વેશ ઓપન જીતવામાં સફળતા મેળવી છે. આમ કરનાર એ ભારતની પહેલી યુવતી બની ગઇ છે. આ ટૂર્નામેન્ટ કોઇ સામાન્ય ટૂર્નામેન્ટ નહોતી. એમાં દુનિયાભરના અનેક જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેને દુનિયાની સૌથી મોટી જુનિયર સ્ક્વૈશ ટૂર્નામેન્ટ કહેવામાં આવે છે.

ધોરણમાં નવમાં અભ્યાસ કરતી અનાહતે કહે છે કે પીવી સિંધુને જોઇને 6 વર્ષની ઉંમરમાં મેં બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. હું મારી બહેન સાથે રમવા જતી હતી અને 15 મિનિટ માટે હિટ કરતી હતી. એક વખત હું તેની સાથે પશ્ચિમ બંગાળમાં થઇ રહેલી ટૂર્નામેન્ટમાં ગઇ હતી. એ પછી ખબર નહીં કેમ પણ સ્ક્વૈશમાં મને રસ પડ્યો અને મેં સ્ક્વૈશ રમવાનું શરૂ કર્યું. એ વખતે મારી ઉંમર આઠ વર્ષની હતી.

અનાહતની મોટી બહેન અમીરાસિંહ સ્નાતકની ડિગ્રી મેળવવા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ગઇ છે. એ પહેલાં અમીરાનો સમાવેશ દેશની ટોપ રેન્કની અંડર-19 સ્ક્વૈશ ખેલાડીઓમાં થતો હતો. તે હજુ પણ હાર્વર્ડ મહિલા સ્ક્વૈશ ટીમ માટે કમ્પીટ કરે છે. બહેનના નક્શેકદમ પર ચાલીને અનાહત જલદી ભારતની અંડર 11 શ્રેણીમાં પહોંચી ગઇ અને પછી અંડર-13ની શ્રેણીમાં, ત્યાં તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ એશિયા અને યુરોપમાં પણ પ્રથમ સ્થાન ઉપર રહી. આ બહુ મોટી સિદ્ધિ છે. એ પછી કોમનવેલ્થમાં સારું પ્રદર્શન કરીને અનાહત દેશમાં સ્ક્વૈશ સેન્સેશન ગર્લ બની ગઇ છે. અહીં સુધી પહોંચવામાં તેને ઘણી મહેનત કરવી પડી છે. અનાહત હજુ આગળ સફળતાનાં શિખરો સર કરવા માંગે છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

ગરબે ઘૂમ્યાં બાદ મેકઅપ રિમૂવ કરવાનું ન ભૂલતાં

ગરબે ઘૂમ્યાં બાદ ઘણી યુવતીઓ મેકઅપ રિમૂવ કરવાનું ભૂલી જાય છે અથવા થાકના લીધે મેકઅપ રિમૂવ કરવાનું ટાળે છે. રાત્રે સૂતા પહેલાં મેકઅપ રિમૂવ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!