Tuesday, September 27, 2022
Home International ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં મંદિર પર હુમલો : ભગવો સળગાવ્યો

ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં મંદિર પર હુમલો : ભગવો સળગાવ્યો

  • પોલીસની જવાબદારો સામે કાર્યવાહીની જાહેરાત
  • બૌદ્ધ મઠની અંદર આવેલી સ્કૂલનો બળવાખોરો દુરુપયોગ કરતા હતા
  • ભારતે મંદિર પર હુમલાની ટીકા કરી

ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ફેલાયેલા ટેન્શન વચ્ચે હિન્દુ મંદિર પર હુમલાના સમાચાર છે. અહેવાલો અનુસાર રવિવારે બન્ને જૂથ વચ્ચે અથડામણ દરમિયાન એક મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આરોપ અનુસાર કેટલાક અનિષ્ટ તત્ત્વોએ મંદિર પરના ભગવા ઝંડાને ઉતારીને તેને સળગાવી દીધો હતો. આ ઘટના સાથે સંકળાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. પોલીસે આ અંગે નિવેદન બહાર પાડયું છે તેમાં જણાવાયું છે કે અમને આ ઘટનાની જાણકારી છે, તેને લઈને વીડિયો પણ સામે આવ્યો છે. શહેરના મેલ્ટોન રોડ પર એક ધાર્મિક સ્થાન પર લાગેલા ઝંડાને એક માણસ નીચે પાડતો નજરે પડે છે. અમારી ટીમ તરફથી આ કેસની તપાસ કરાશે.

- Advertisement -

ભારતે મંદિર પર હુમલાની ટીકા કરી

 દરમિયાન ભારતે લેસ્ટરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા અને હિન્દુ મંદિરના સંકુલમાં તોડફોડની કડક ટીકા કરી છે. સાથોસાથ આ હુમલામાં સામેલ લોકોની વિરુદ્ધ તત્કાળ કાર્યવાહીની માગણી કરી છે. ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દે ભારપૂર્વક રજૂઆત કરી છે. શહેરમાં અથડામણ વચ્ચે બ્રિટનના અધિકારીઓને પ્રભાવિત લોકો માટે સુરક્ષા વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ બન્ને દેશના પ્રશંસકો વચ્ચે અથડામણ થઈ હતી ત્યાર બાદ આ શહેરમાં અથડામણ થઈ હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

ઈરાનમાં હિજાબ બાબતે અમીની પછી હદીસ નજફી પર પોલીસે ગોળીઓ ચલાવી

આ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 76 લોકોએ જીવ ગુમાવ્યાનજફી ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો વિશ્વના અનેક શહેરોમાં આવા જ પ્રદર્શનો થઈ રહ્યા...

PM મોદી જાપાનના વડાપ્રધાનને મળ્યા, કહું આજે હું બહુ દુખી છું

આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતીવડાપ્રધાન શિંજો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેશે ક્વોડ લીડર્સ સમિટ માટે જાપાન ગયા હતા વડા પ્રધાન નરેન્દ્ર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!