Saturday, October 1, 2022
Home International હિંદુઓ પ્રતિ નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે : અમેરિકી સંગઠન

હિંદુઓ પ્રતિ નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે : અમેરિકી સંગઠન

  • નેટવર્ક કોન્ટેજિયન રિસર્ચ ઇન્સ્ટિટયૂટના અભ્યાસનાં તારણો
  • કેનેડા, બ્રિટન સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં હુમલા
  • વિશ્વભરમાં હિંદુઓ પ્રતિ નફરત વધી રહી છે : ફિનકેલસ્ટી

અમેરિકી વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા ‘નેટવર્ક કોન્ટિજિયન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’એ અમેરિકા અને વિશ્વના વિવિધ વિસ્તારોમાં હિંદુઓ પર થઇ રહેલા હુમલાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ સમુદાયના લોકો પ્રતિ નફરતનું વાતાવરણ વધી રહ્યું છે. સંસ્થાએ કેનેડા અને બ્રિટનમાં હિંદુઓ પર થઇ રહેલી હિંસા તરફ ઇશારો કર્યો હતો.

- Advertisement -

કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટના વધી

સંસ્થાના સહસ્થાપક અને મુખ્ય વિજ્ઞાની જોએલ ફિનકેલસ્ટીને ઉપરોક્ત જાણકારી આપી હતી. અમેરિકી સંસદભવન સંકુલમાં ‘કોલિજન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંસ્થા દ્વારા થયેલા સંશોધનના મહત્ત્વના મુદ્દા તરફ બધાનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે તાજેતરમાં અમેરિકા અને કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટના વધી છે. જોએલે ભારતીય મૂળના અમેરિકી સમુદાયના સભ્યોને જણાવ્યું કે આપણે જોઇ રહ્યા છે કે ઇંગ્લેન્ડમાં કેવો નીચલા દરજ્જાનો વિરોધ થઇ રહ્યો છે.

લાગે છે કે વિશ્વભરમાં હિંદુઓ પ્રતિ નફરત વધી રહી છે.’નેટવર્ક કોન્ટિજિયન રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’ તે એક ના નફો ના નુકસાન ધોરણે ચાલી રહેલી સંસ્થા છે. આ સંગઠન ખોટી માહિતી અને ભ્રમિત કરનારી સામગ્રી તેમ જ સોશિયલ મીડિયામાં નફરત ફેલાવતી જોવા મળતી સામગ્રીનો અભ્યાસ કરે છે. કાર્યક્રમ દરમિયાન સાંસદ હોક જોન્સને અમેરિકામાં હિંદુઓ પ્રતિ નફરતની વધતી ઘટનાઓ પ્રતિ ચિંતા જાહેર કરી હતી. વર્તમાન સંસદના તેઓ એકમાત્ર બૌદ્ધ સાંસદ છે. તેમણે કહ્યું કે આપણે આપણા ધર્મ, વંશ અને ઇતિહાસ પ્રતિ નફરત ઊભી કરવાની બદલે એકજૂટ થવાની જરૂર છે.

અમેરિકી સાંસદ ભારત-અમેરિકી મજબૂત સંબંધોની તરફેણમાં

- Advertisement -

અમેરિકી સંસદ સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ અમેરિકી સાંસદોએ સંબોધન કર્યું હતું. પિૃમ વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર જો મેનચિને તેમણે લીધેલી ભારત મુલાકાતને યાદ કરતાં તેમણે ભારત દેશને કઇ રીતે પ્રત્યક્ષરૂપે અનુભવ્યો હતો તેની વાત કરી હતી. સમારંભમાં મિસિસિપીના રિપબ્લિકન સેનેટર સિંડી હાઇડ-સ્મિથે પણ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું મહત્ત્વ સમજાવ્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

યુક્રેનનાં કિવમાં સામાન્ય નાગરિકો પર રશિયાનો હુમલો, 25ના મોત

વાહનોને પંચર કરવામાં આવ્યા હતાઆ હુમલા માટે યુક્રેનિયન દળોને જવાબદાર ઠેરવ્યા હતા ઝાપોરિઝ્ઝિયા શહેરનો વિસ્તાર એક મુખ્ય "ટ્રાન્ઝીટ પોઈન્ટ" યુક્રેનના નાગરિકના વાહનોનો કાફલો શુક્રવારે શહેરમાં...

રિસર્ચઃ શું આંગળીની લંબાઈનું પણ છે જાતીય સંબંધ સાથે કનેક્શન?

લેસ્બિયન મહિલાઓની આંગળી વચ્ચેનું અંતર વધુ પુરુષોમાં બીજી અને ચોથી આંગળી વચ્ચે હોય છે વધુ જગ્યા મહિલાઓની રિંગ ફિંગર અને તર્જની આંગળીની લંબાઈમાં અંતર હોય છે આર્કાઈવ...

આ ધર્મમાં નથી યુવતીઓને ક્યારેય વાળ કપાવવાની પરમિશન! મનાય છે ગુનો

આ નિયમોનું પાલન લાંબા સમયથી ચાલી રહ્યું છે મહિલાઓ ફક્ત ઘરની અંદર જ વાળ ખોલી શકે છે કોઈ મહિલા ભૂલથી પણ વાળ કાપે તો તેને પાપ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!