Friday, October 7, 2022
Home Entertainment રાજુના નિધન પર ભાવુક થયા અમિતાભ બચ્ચન, લખી હતી નોટ પરંતુ...

રાજુના નિધન પર ભાવુક થયા અમિતાભ બચ્ચન, લખી હતી નોટ પરંતુ…

  • બીગ બીએ લખેલી રાજુ માટેની પોસ્ટ અધુરી રહી ગઈ 
  • રાજુ શ્રીવાસ્તવ અમિતાભ બચ્ચનની દરેક વાતોને માનતા હતા
  • રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતુ કે, તેઓ બચ્ચનનો અવાજ કાઢીને પૈસા કમાવ્યા હતા

પોતાની કોમેડીથી દુનિયાને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ શાંત થઈ ગયો. તેણે દુનિયાને અલવિદા કહ્યું. ગુરુવારે રાજુના અંતિમ સંસ્કારના કલાકો બાદ અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં દિવંગત કોમેડિયન વિશે લખ્યું હતું. તેમના તાજેતરના બ્લોગમાં, અમિતાભે રાજુનો “સાથીદાર, મિત્ર અને સર્જનાત્મક કલાકાર” તરીકે ઉલ્લેખ કર્યો છે. જણાવી દઈએ કે જ્યારે રાજુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને તેમનો મેસેજ રેકોર્ડ કરીને મોકલ્યો હતો. જે રાજુને રોજ સંભળાતો હતો.

- Advertisement -

અમિતાભે પોતાના બ્લોગમાં રાજુને શ્રદ્ધાંજલિ આપી અને તેમને યાદ કર્યા છે. અભિનેતાએ લખ્યું, “અન્ય એક સહકર્મી, મિત્ર અને એક સર્જનાત્મક કલાકાર અમને છોડીને ચાલ્યા ગયા. અચાનક બીમાર પડ્યા અને પછી તેમનું અકાળે અવસાન થયું. હવે તેમની સર્જનાત્મકતા બહાર આવવાની હતી…. તેમની રમૂજનું ટેેલેન્ટ બાળપણથી જ મળ્યું હતુ. તે હવે સ્વર્ગમાં હસતો રહેશે અને ભગવાનને પણ હસાવશે.’

બીગ.બીએ  તેના બ્લૉગમાં રાજુ માટે જ્યારે તે કોમામાં હતો ત્યારે તેણે રેકોર્ડ કરેલા વૉઇસ રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે રાજુના પરિવારના સભ્યોએ તેની તબિયત સુધારવાનો પ્રયાસ કરવા રેકોર્ડેડ મેસેજ મોકલવાની વિનંતી કરી હતી. મેં એમ કર્યું અને મારો અવાજ સાંભળીને રાજુએ એક વાર આંખો ખોલી હતી પણ પછી બંધ કરી દીધી હતી”

- Advertisement -

તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવે બિગ-બીની કોઈ વાતને નકારી નથી. તેમણે આપેલી દરેક સલાહનું રાજુએ પાલન કર્યું છે. રાજુ અને બિગ-બી વચ્ચેનું બોન્ડિંગ કેટલું મજબૂત હતું, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજુએ સ્ટેજ પર ઘણા પાત્રો ભજવ્યા હતા અને તેમની નકલ કરીને લોકોને હસાવીને લોટપોટ કરાવી દીધા હતા. રાજુ જ્યારે પણ તે પર્ફોર્મન્સ આપવા માટે ક્યાંય જતો ત્યારે લોકોએ તેને અમિતાભ બચ્ચનના ડાયલોગ્સ સંભળાવવાની અપીલ કરી અને તેણે પણ ક્યારેય તેના ચાહકોને નિરાશ કર્યા નહીં.

Source link

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!